ખેતરમાં કરો આ પાકનું વાવેતર, વર્ષે થશે બંપર 15 લાખ રૂપિયાનો નફો

આદુની ખેતી

ginger farming business- અમે તમને એક એવી જ ખેતી (Farming Idea) વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જેની વર્ષ દરમિયાન ખૂબ માંગ રહે છે અને તેમાં તમે નોકરી કરતા પણ વધુ પૈસાની કમાણી(Business Idea) કરી શકો છો

  • Share this:
ખેતી (Farming) સાથે સંકળાયેલા લોકો જો મોટી કમાણી (Earn Money) કરવા ઇચ્છતા હોય, તો એવા પાકનું વાવેતર કરવું જોઇએ જેની માંગ વર્ષ દરમિયાન ખૂબ રહેતી હોય. આવા પાક તમને સારો નફો (Profit) કરાવી શકે છે. આજે અમે તમને એક એવી જ ખેતી (Farming Idea) વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જેની વર્ષ દરમિયાન ખૂબ માંગ રહે છે અને તેમાં તમે નોકરી કરતા પણ વધુ પૈસાની કમાણી(Business Idea) કરી શકો છો. અમે વાત કરી રહ્યા છીએ આદુની ખેતી(Ginger Farming) વિશે. જેનો ઉપયોગ ચાથી લઇને શાક અને રોજીંદી રસોઇ અને દવાઓમાં પણ ખૂબ કરવામાં આવે છે. આ ખેતીની ખાસ વાત એ છે કે તેના માટે કેન્દ્ર સરકાર પણ તમારી મદદ કરશે.

કઇ રીતે થાય છે ખેતર તૈયાર?

આદુનો ઉપયોગ દરેક ભારતીય રસોડામાં થાય છે. આદુનું વાવેતર કરવા માટે તેના કંદનો ઉપયોગ કરવામાં આવે છે. મોટા આદુના એક ટુકડાને એવી રીતે તોડવામાં આવે છે કે તેના બેથી ત્રણ અંકુર રહી શકે. વાવણી પહેલા ખેતરને 2 કે 3 વખત ખેડી લો. ત્યાર બાદ ખેતરમાં છાણીયું ખાતર નાંખો, આમ કરવાથી તમે સારું ઉત્પાદન મેળવી શકશો.

આ રીતે કરો વાવેતર

આદુની ખેતી કરવા માટે ખેતરને તૈયાર કર્યા બાદ વાવેતરની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. આ ખેતી વરસાદ પર નિર્ભર રહે છે. તમે તેનું વાવેતર પપૈયા કે અન્ય મોટા ઝાડવાળા પાકો સાથે પણ કરી શકો છો. એક હેક્ટરમાં વાવેતર કરવા માટે 2થી 3 ટન બીજની જરૂર પડે છે. આદુના વાવેતરમાં નળીઓ નાંખી સરળતાથી પાણી પહોંચાડી શકાય છે. આપને જણાવી દઇએ કે પાણીને રોકી રાખતા પાક વચ્ચે આદુની ખેતી કરવાનું ટાળવું. તેના વાવેતર માટે 6થી7 પીએચ વાળી જમીન સૌથી શ્રેષ્ઠ રહે છે.

આ પણ વાંચો - Business Idea: ઓછા રોકાણમાં શરૂ કરો આ બિઝનેસ, મહિને થશે અધધ રૂ. 1 લાખથી પણ વધુની કમાણી

આદુનું વાવેતર કરતી સમયે દરેક લાઇને વચ્ચે 30થી 40 સેમીની અને દરેક છોડ વચ્ચે 20થી 25 સેમીનું અંતર રાખવું જોઇએ. આ ઉપરાંત બીજને 4થી 5 સેમી ઊંડાણમાં વાવવા જોઇએ. આ પાકમાં ડ્રિપિંગ સિસ્ટમ દ્વારા સિંચાઇ કરવાથી પાણીની પણ બચત થશે.

કેટલી થશે કમાણી?

આદુનો પાક 8થી 9 મહીનામાં તૈયાર થઇ જાય છે. એક હેક્ટર દીઠ વાવેતરમાં લગભગ 7-8 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. એક હેક્ટરમાં 150થી 200 ક્વિંટલ આદુની ઉપજ આવે છે. બજારમાં 80થી 120 રૂપિયા પ્રતિ કિલો કિંમત રહેતી હોય છે. જો સરેરાશ 50થી 60 રૂપિયા પણ માની લઇએ તો હેક્ટર દીઠ 25 લાખ રૂપિયા સુધીની કમાણી થશે. તમામ ખર્ચ બાદ કરતા તમારી પાસે 15 લાખનો નફો સરળતાથી બચશે.
First published: