Home /News /business /શું દિવાળી પર મળવા વાળા બોનસ કે ભેટ પર ટેક્સ લાગે છે? નથી ખબર તો આજે જ જાણી લો આ નિયમ

શું દિવાળી પર મળવા વાળા બોનસ કે ભેટ પર ટેક્સ લાગે છે? નથી ખબર તો આજે જ જાણી લો આ નિયમ

દિવાળી પર મળતા બોનસ કે ગિફ્ટ પર પણ આ રીતે વસૂલવામાં આવે છે ટેક્સ(ફાઈલ તસવીર)

tax on Gifts and bonuses: બોનસ કે ગિફ્ટ પર પણ લોકોએ ટેક્સ ચૂકવવો પડે છે કે પછી આવકવેરા વિભાગે કોઈ મર્યાદા નક્કી કરી રાખી છે. જો તમે કોઈ મિત્ર પાસેથી ભેટ લો છો, જે પરિવારનો સદસ્ય નથી, તો આ રીતે ભેટ પર તમારે ટેક્સ ચૂકવવો પડશે.

    નવી દિલ્હીઃ દિવાળીનો તહેવાર હવે નજીક છે. લોકો લાંબી રજાઓ પર જવાની તૈયારી કરી રહ્યા છે. દિવાળીના અવસરે કંપનીઓ તેના કર્મચારીઓને ભેટ કે બોનસ આપે છે. બોનસના રૂપમાં ઘણી વાર કર્મચારીઓને મોટી રકમ પણ મળી જાય છે. એવામાં સવાલ એ છે કે, શું બોનસ કે ગિફ્ટ પર પણ લોકોએ ટેક્સ ચૂકવવો પડે છે કે પછી આવકવેરા વિભાગે કોઈ મર્યાદા નક્કી કરી રાખી છે. તહેવારના સમયગાળામાં આવો જાણીએ, ટેક્સ સાથે જોડાયેલા કેટલાક જરૂરી સવાલોના જવાબ.

    કેટલા રૂપિયાની ભેટ પર ડિસ્કાઉન્ટ મળે છે

    નિષ્ણાતો કહે છે કે, એક નાણાકીય વર્ષમાં કંપની તરફથી રૂપિયા 5,000 કે તેનાથી ઓછી કિંમતની ભેટ પર ટેક્સ લાગતો નથી. 5,000 રૂપિયાથી વધારે કિંમતની કોઈ પણ ભેટને તમારી આવક સાથે જોડવામાં આવશે અને તેના પર તમારી કુલ આવકના અનુસાર ટેક્સ વસૂલવામાં આવશે.

    આ પણ વાંચોઃ એમેઝોન સાથે માત્ર 4 કલાક કામ કરી, દર મહિને કમાઈ શકો છો રુ.60 હજાર 

    બોનસ પર ટેક્સ લાગે છે?


    માની લો કે, તમારે દિવાળી દરમિયાન લગભગ 5,000 રૂપિયા અને નાતાલ પર ફરીથી 3,000 રૂપિયાની ભેટ મળી. એવામા તમારે 3,000ની ભેટ પર ટેક્સ ચૂકવવો પડશે. કેટલીક કંપનીઓ ભેટના બદલે દિવાળી બોનસ આપે છે. બોનસને કર્મચારીઓના પગારનો એક ભાગ માનવામાં આવે અને તેના પર ટેક્સ વસૂલવામાં આવશે.

    શું મિત્રની ભેટ પર ડિસ્કાઉન્ટ મળે છે?


    જો તમે કોઈ મિત્ર પાસેથી ભેટ લો છો, જે પરિવારનો સદસ્ય નથી, તો આ રીતે ભેટ પર તમારે ટેક્સ ચૂકવવો પડશે. માની લો કે એક નાણાકીય વર્ષમાં રૂપિયા કે વસ્તુના રૂપમાં મળેવી ભેટનું કુલ મૂલ્ય 50,000 રૂપિયાના આંકડાને વટાવે છે, તો ઈનકમ ટેક્સ કાયદાની કલમ 56(2) હેઠળ આ ટેક્સને આધીન છે. એવામાં બધી જ ભેટના કુલ મૂલ્ય પર ટેક્સ લગાવવામાં આવશે.

    આ પણ વાંચોઃ SBI ગ્રાહકો માટે મહત્વના સમાચાર, હવે આ પ્રક્રિયા વિના ATM માંથી રૂપિયા નહિ નીકાળી શકાય 

    ભેટના રૂપમાં મળેલા ઘર પર પણ ટેક્સ


    ભેટના સ્વરૂપે મળેલી જમીન કે ઘર પર પણ ટેક્સ લાગી શકે છે. જો ભેટમાં મળેલુ ઘર તે જમીનની સ્ટેમ્પ ડ્યૂટિનું મૂલ્ય 50,000 રૂપિયાથી વધારે છે. તે તેના પર ટેક્સ લાગશે. નિષ્ણાતોના અનુસાર, ભેટ પર ટેક્સ ચૂકવનારની આવક ટેક્સની સ્લેબના અનુસાર, ટેક્સ લગાવવામાં આવે છે. આથી જો કોઈ વ્યક્તિની 30 ટકા આવક ટેક્સના અંતર્ગત છે, તો તેણે ગિફ્ટ પર પણ 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.


    ઈનકમ ટેક્સના અનુસાર, પતિ-પત્ની, ભાઈ-બહેન, પતિ-પત્નીના ભાઈ-બહેન, મામા-કાકા કે લોહીના સંબંધ ધરાવતા પરિવારજનો પાસેથી મળનારી ભેટ પર કોઈ પણ ટેક્સ ચૂકવવામાં આવતો નથી.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Diwali Gift, Income tax department

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन