Home /News /business /Bonus Share: શેર હોલ્ડર્સને મળશે દિવાળીની ભેટ, આ કંપનીઓ દ્વારા આપવામાં આવશે બોનસ શેર

Bonus Share: શેર હોલ્ડર્સને મળશે દિવાળીની ભેટ, આ કંપનીઓ દ્વારા આપવામાં આવશે બોનસ શેર

દિવાળી પહેલા આ કંપનીઓ તેના શેરધારકોને આપશે બોનસ શેર(ફાઈલ તસવીર)

Bonus Share Update: કંપનીઓએ તેના શેરધારકોને ડિવિડન્ડ કે પછી બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીના રોકાણકારોને 2:1 હિસાબથી બોનસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

    નવી દિલ્હીઃ આ દિવસો ઘણી કંપનીઓ શેર હોલ્ડર્સને દિવાળીની ભેટ આપી રહી છે. કેટલીય કંપનીઓએ તેની શેરધારકોને ડિવિડન્ડ કે પછી બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. આજે અમે તમને એવી જ સ્મોલકેપ કંપનીઓ વિશે જણાવીશું, જે ગ્રાહકોને બોનસ આપવા જઈ રહી છે. તો તમે પણ જલ્દીથી તમારે પોર્ટફોલિયો ચેક કરી લો-

    2:1 ના હિસાબથી મળશે બોનસ


    સ્મોલ કેપ કંપની પ્રો ફિન કેપિટલ સર્વિસીસ લિમિટેડ તેના રોકાણકારોને બોનસ આપવા જઈ રહી છે. કંપનીના રોકાણકારોને 2:1 હિસાબથી બોનસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચોઃ બજારના સતત ઘટાડા વચ્ચે આ સ્મોલ કેપ સ્ટોકમાં ભડકો, શેર રોકેટ થયા

    અત્યાર સુધી તારીખ નક્કી થઈ નથી


    કંપની તરફથી મળેલી જાણકારી અનુસાર, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરર્સે આ નિર્ણય કર્યો છે કે, દરેક શેર પર 2 બોનસ શેર આપવામાં આવશે. બોનસ શેરની કિંમત 1 રૂપિયો છે. જો કે કંપનીએ અત્યાર સુધી કોઈ ફાઈનલ તારીખ જણાવી નથી, પરંતુ અપેક્ષા છે કે, વહેલી તકે આ નિર્ણય કરવામાં આવશે.

    આ પણ વાંચોઃ માત્ર 10 રૂપિયાનું રોકાણ કરીને તમે આ રીતે તગડું ફંડ બનાવી શકો


    આજે શેરમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો


    Pro Fin Capital Services Ltd ના શેરની વાત કરીએ તો, આજે કંપનીનો સ્ટોક 4.85 ટકાના વધારા સાથે 1.73ના સ્તરે બંધ થયો છે. આ ઉપરાંત, ગત વર્ષે 5 કારોબારી સત્રમાં કંપનીનો સ્ટોક 8.81 ટકા વધ્યો છે. જો ગત એક મહિનાની પરફોર્મેન્સની વાત કરવામાં આવે તો સ્ટોકમાં 13.07 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Diwali bonus, Investors, Share market

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन