Home /News /business /HDFC બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર, માર્ચ 2023 સુધી મેળવી શકાશે આ યોજનાનો લાભ

HDFC બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર, માર્ચ 2023 સુધી મેળવી શકાશે આ યોજનાનો લાભ

, HDFC બેંકે સ્પેશયલ ફિક્સ ડિપોઝિટ યોજનાનને 31 માર્ચ,2023 સુધી વધારી.(ફાઈલ તસવીર)

Fixed deposit Scheme: આ યોજનાને HDFC બેંકે 18 મે, 2020ના રોજ લોન્ચ કરી હતી. આ યોજના હેઠળ બેંક 5થી 10 વર્ષની એફડી પર 6.50 ટકા ઓફર કરી રહી છે. આ સામાન્ય નાગરિકો માટે 0.75 ટકા વધારે વ્યાજ દર છે.

    નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની દિગ્ગજ એચડીએફસી બેંકે વરિષ્ઠ નાગરિકો માટે તેની સ્પેશયલ ફિક્સ ડિપોઝિડ સ્કીમને વિસ્તૃત કરી દીધી છે. એટલે ગ્રાહક આ યોજનાનો ફાયદો માર્ચ 2023 સુધી ઉઠાવી શકે છે. જાણકારી અનુસાર, HDFC બેંકે વરિષ્ઠ નાગરિક સંભાળ FD યોજના ઓફર કરી હતી, જે સપ્ટેમ્બર, 2022 રોજ પૂર્ણ થવાની હતી, પરંતુ વધતા વ્યાજ દરોની વચ્ચે, HDFC બેંકે સ્પેશયલ ફિક્સ ડિપોઝિટ યોજનાનને 31 માર્ચ,2023 સુધી વધારી દીધી છે.

    આ યોજનાને HDFC બેંકે 18 મે, 2020ના રોજ લોન્ચ કરી હતી. આ યોજના હેઠળ બેંક 5થી 10 વર્ષની એફડી પર 6.50 ટકા ઓફર કરી રહી છે. આ સામાન્ય નાગરિકો માટે 0.75 ટકા વધારે વ્યાજ દર છે.

    આ પણ વાંચોઃ સેન્સેક્સ 300 પોઈન્ટ ઉછળીને ખુલ્યો, જ્યારે નિફ્ટીએ 17400 આસપાસ

    આ એફડી યોજનામાં કરી શકો છો રોકાણ


    5 વર્ષ 1 દિવસ - 10 વર્ષમાં પરિપક્વ થનારી ફિક્સ ડિપોઝિટ પર, એચડીએફસી બેંક 5.75 ટકાના દરે વ્યાજ આપી રહી છે, પરંતુ વરિષ્ઠ નાગરિકોને 6.50 ટકાના દરે વ્યાજ દર મળશે, જે રેગ્યુલર રેટ 75 BPSથી વધારે છે. આ યોજના 18 મે 2020થી લઈને માર્ચ 2023 સુધીની મુદ્દતની છે. એવામાં જો તમે વધારે વ્યાજ દરનો ફાયદો ઉઠાવવા માંગો છો તો, વહેલી તકે આ એફડી યોજાનામાં રોકાણ કરી શકો છો.

    આ જાહેરાત RBI ના રેપોરેટા દરમાં 50 બેસિસ પોઈન્ટી વૃદ્ધિ સાથે સુસંગત છે. જો કે, HDFC બેંક ઉપરાંત, IDBDI બેંક અને SBI બેંકે પણ હાલમાં વરિષ્ઠ નાગરિકો માચે તેમની સ્પેશયલ ફિક્સ ડિપોઝિટ યોજનાની મુદ્દતને વધારી દીધી છે. જાણકારી અનુસાર, HDFC બેંક, ICICI બેંક, IDBDI બેંક, SBI બેંકે સ્પેશયલ એફડી યોજન શરૂ કરી હતી.

    આ પણ વાંચોઃ ભારતમાં પેટ્રોલ-ડીઝલ થઈ શકે છે મોંઘુ, ઓપેક દેશોની દરરોજ 2 મિલિયન બેરલ તેલ ઉત્પાદન ઘટાડવાની તૈયારી

    આ બેંકોમાં પણ ફાયદો મળશે


    IDBDI બેંકની આઈડીબીડીઆઈ નમન વરિષ્ઠ નાગરિક જમા યોજના પર દર વર્ષે 0.50 ટકામા હાલના વધારાના દર ઉપરાંત 0.25 ટકા વધારાનું વ્યાજ આપી રહી છે.


    SBIની  વેકેયર સીનિયર સિટીઝન ટર્મ ડિપોઝિટ યોજના


    એસબીઆઈ તેની વેકેયર સીનિયર સિટીઝન ટર્મ ડિપોઝિટ યોજનામાં પાંચ વર્ષ કે તેનાથી વધારે મુદ્દત સુધી જમા રકમ પર 30 બેસિસ પોઈન્ટનું વધારે પ્રીમિયન વ્યાજ મળે છે. પાંચ વર્ષથી ઓછી ખુદરા ટર્મ ડિપોઝિટ પર સામાન્ય નાગરિકો કરતા 0.50 ટકા વધારે વ્યાજ મળશે. ત્યારે પાંચ વર્ષથી વધારે ખુદરા ટર્મ ડિપોઝિટ પર સામાન્ય નાગરિકોની સરખામણીમાં વરિષ્ઠ નાગરિકોને 0.80 ટકા વ્યાજ મળે છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Fixed Deposit, HDFC Bank

    विज्ञापन
    विज्ञापन