Home /News /business /વડાપ્રધાન મોદીએ દેશના ખેડૂતોને આપી ભેટ, 'વન નેશન, વન ફર્ટિલાઇઝર' યોજના લોન્ચ કરી, જાણો શું છે તેના ફાયદા
વડાપ્રધાન મોદીએ દેશના ખેડૂતોને આપી ભેટ, 'વન નેશન, વન ફર્ટિલાઇઝર' યોજના લોન્ચ કરી, જાણો શું છે તેના ફાયદા
આ યોજના હેઠળ ખેડૂતોને સસ્તુ અને ગુણવત્તાયુક્ત ખાતર મળશે.
One Nation One Fertilizer scheme: 'વન નેશન, વન ફર્ટિલાઇઝર' યોજના હેઠળ ખેડૂતોને સસ્તુ અને ગુણવત્તાયુક્ત ખાતર મળશે. આ ભારત બ્રાન્ડ હેઠળ ઉપલબ્ધ હશે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આ યોજના ખેડૂતોથી તમામ પ્રકારની મૂંઝવણમાંથી મુક્તિ મળશે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ સોમવારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાને ભારતીય જન ખાતર પ્રોજેક્ટ 'વન નેશન વન ફર્ટિલાઇઝર' (One Nation One Fertilizer - ONOF) ની શરૂઆત કરી અને તે હેઠળ 'ભારત યુરિયા બેગ્સ' પણ રજૂ કરી. આનાથી કંપનીઓને એક જ બ્રાન્ડ નામ - ભારત (Bharat) હેઠળ ખાતરનું માર્કેટિંગ કરવામાં મદદ મળશે.
600 કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાને દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થાન (Indian Agricultural Research Institute) ના પુસા મેળા મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં 600 પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ યોજના હેઠળ દેશમાં 3.30 લાખથી વધુ ખાતરની છૂટક દુકાનોને તબક્કાવાર પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રોમાં રૂપાંતરિત કરવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ 'એગ્રી સ્ટાર્ટઅપ' કોન્ફરન્સ (Agri Startup Conferance) નું પણ ઉદ્ઘાટન કર્યું અને આ પ્રસંગે 'ઈન્ડિયન એજ' ઈ-મેગેઝિનનું વિમોચન કર્યું હતું. આ મેગેઝિન ખેડૂતોની સફળતાની વાર્તાઓ સાથે તાજેતરના વિકાસ, ભાવના વલણનું વિશ્લેષણ, ઉપલબ્ધતા અને વપરાશ સહિત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફર્ટિલાઇઝર અંગેની માહિતી પ્રદાન કરશે.
'વન નેશન વન ફર્ટિલાઈઝર'નો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે આ યોજના અંતર્ગત ખેડૂતોને સસ્તું અને ગુણવત્તાયુક્ત ખાતર મળશે. તેમણે કહ્યું, 'વન નેશન વન ફર્ટિલાઈઝર' ખેડૂતોને તમામ પ્રકારની મૂંઝવણમાંથી મુક્ત કરશે અને વધુ સારું ખાતર પણ ઉપલબ્ધ થશે. હવે દેશમાં એક જ નામ અને એક જ બ્રાન્ડ અને એ જ ગુણવત્તાવાળું યુરિયા વેચવામાં આવશે અને આ બ્રાન્ડ છે ભારત.
કિસાન સમૃદ્ધિ કેન્દ્રો પર મળશે ખાતર, બિયારણ અને સાધનો
કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે આ એવા કેન્દ્રો હશે જ્યાં માત્ર ખાતર જ નહીં, પરંતુ બિયારણ અને સાધનો પણ ઉપલબ્ધ હશે અને સાથે જ અહીં માટીનું પરીક્ષણ પણ કરી શકાશે. ખેડૂતોને તમામ પ્રકારની માહિતી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર