Suez Canal Logjam: સુએઝ કેનાલમાં અનેક દિવસોથી ફસાયેલું વિશાળકાય જહાજ ફરીથી તરવા લાગ્યું- રિપોર્ટ

Suez Canal Logjam: સુએઝ કેનાલમાં અનેક દિવસોથી ફસાયેલું વિશાળકાય જહાજ ફરીથી તરવા લાગ્યું- રિપોર્ટ
સુએઝ કેનાલમાં લગભગ એક સપ્તાહતથી ફસાયેલું વિશાળકાય જહાજ એવરગીવેન ફરી તરવા લાગ્યું છે

સુએઝ કેનાલમાં લગભગ એક સપ્તાહતથી ફસાયેલું વિશાળકાય જહાજ એવરગીવેન ફરી તરવા લાગ્યું છે

  • Share this:
    નવી દિલ્હી. ઈજિપ્ત (Egypt)ની સુએઝ કેનાલ (Suez Canal Logjam)માં લાગેલા જામથી હવે ટૂંક સમયમાં છુટકારો મળવાની આશા છે. અહેવાલ છે કે ત્યાં લગભગ એક સપ્તાહથી ફસાયેલું જહાજ એવરગીવેન (Evergiven) ફરી તરવા લાગ્યું છે. સમાચાર એજન્સી બ્લૂમબર્ગે આ જાણકારી આપી છે. આ વિશાળકાય જહાજને હટાવવાના કામમાં બે વિશેષ બોટ (જહાજોને ખેંચવા માટે ઉપયોગમાં લેવાતી શક્તિશાળી બોટ) લગાવવામાં આવી હતી.

    એશિયા અને યૂરોપની વચ્ચે માલ લઈ જનારું પનામાના ધ્વજવાળું એવરગિવેન નામનું વિશાળ જહાજ મંગળવારે આ નહેરમાં ફસાઈ ગયું હતું. ત્યારથી અધિકારી જહાજને કાઢવા તથા જળમાર્ગને જામથી મુક્ત કરવાના પ્રયાસમાં લાગી ગયા હતા. આ નહેરથી રોજનો નવ અબજ ડૉલરનો કારોબાર થઈ રહ્યો છે.



    જહાજના ફસાવાથી વૈશ્વિક પરિવહન તથા વ્યાપાર પર ખુબ ખરાબ અસર પડી છે જે પહેલાથી જ કોરોના મહામારીથી પ્રભાવિત છે. મરીન ટ્રાફિક ડોટ કોમના સેટેલાઇટ ડેટા મુજબ ડચ ધ્વજવાળી એલ્પ ગાર્ડ અને ઈટાલિયન ધ્વજવાળી કાર્લો મેગ્નો પહેલાથી જ આ વિશાળકાય જહાજને હટાવવામાં લાગેલી બોટોની મદદ માટે બોલાવવામાં આવી હતી જે રવિવારે ત્યાં પહોંચી હતી.

    આ પણ વાંચો, નવી ચિંતા! હવે 10 વર્ષથી નાના બાળકો ઝડપથી બની રહ્યા છે કોરોનાનો શિકાર, માસૂમ દર્દીઓની સંખ્યામાં વધારો

    એવરગીવન જહાજની પ્રબંધક કંપની બર્નહાર્ડ શૂલ્ડ શિપમેનેજમેન્ટે જણાવ્યું કે આ તમામ શક્તિશાળી બોટ 400 મીટર લાંબા જહાજને હટાવશે. બીજી તરફ જહાજની નીચેથી માટી નીકળવામાં આવી રહી હતી. કેનાલ મેનેજમેન્ટના એક વરિષ્ઠ પાયલટે જણાવ્યું કે કર્મીઓએ રવિવારે ઊંચી લહેરો દરમિયાન આ જહાજને હટાવવાની યોજના બનાવી છે. તેઓએ કહ્યું કે, રવિવાર અગત્યનો છે. તે આગામી પગલા નક્કી કરશે જેમાં જહાજને આંશિક રીતે સામાન ઉતારવાની પણ શક્યતા છે.

    આ પણ વાંચો, IND Vs ENG: ભારતે ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, આ 5 ખેલાડી રહ્યા સીરીઝ જીતના હીરો

    આ દરમિયાન, સુએઝ કેનાલ મેનેજમેન્ટના પ્રમુખ જનરલ ઓસામા રોબેઈએ શનિવારે એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે તપાસ ચાલી રહી છે પરંતુ તેઓએ માનવીય કે ટેકનીકલ ખામીની આશંકાથી ઈન્કાર નહોતો કર્યો. જોકે બર્નહાર્ડ શિપમેનેજમેન્ટે કહ્યું કે પ્રારંભિક તપાસમાં કોઈ ટેકનીકલ ખામી કે એન્જિન ફેઇલ થવાથી જહાજ ફસાયું હોય એવું સામે નથી આવ્યું.

    રોબેઈએ કહ્યું કે, તેમને આશા છે કે નહેરના તળીયા પર જામેલા કીચડને સાફ કરવાથી જહાજનો માલ હટાવ્યા વગર જ તેને કાઢી શકાશે. પરંતુ તેઓએ સાથોસાથ કહ્યું કે, અમે મુશ્કેલ સ્થિતિમાં છીએ, આ એક ખરાબ ઘટના છે.
    Published by:Mrunal Bhojak
    First published:March 29, 2021, 10:30 am

    ટૉપ ન્યૂઝ