Home /News /business /મમાઅર્થ કંપનીના કો-ફાઉન્ડરે IPO અંગે કરી સ્પષ્ટતા, વાયરલ વેલ્ચૂએશન નંબર ફેક ગણાવ્યા

મમાઅર્થ કંપનીના કો-ફાઉન્ડરે IPO અંગે કરી સ્પષ્ટતા, વાયરલ વેલ્ચૂએશન નંબર ફેક ગણાવ્યા

કંપનીના કો-ફાઉન્ડરે IPO અંગે સ્પષ્ટતા કરી

મમાઅર્થ (Mamaearth) કંપનીના કો-ફાઉન્ડર ગઝલ અલઘે (Ghazal Alagh) બુધવારે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા પર જે પણ વેલ્યુએશન નંબર ચાલી રહ્યા છે, તે નંબર વિશે જાહેરાત નથી કરી અને સબસ્ક્રાઈબ પણ કર્યું નથી.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ મમાઅર્થ (Mamaearth) કંપનીના કો-ફાઉન્ડર ગઝલ અલઘે (Ghazal Alagh) બુધવારે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા પર જે પણ વેલ્યુએશન નંબર ચાલી રહ્યા છે, તે નંબર વિશે જાહેરાત નથી કરી અને સબસ્ક્રાઈબ પણ કર્યું નથી. કંપનીના કંપનીના કો-ફાઉન્ડરે IPO અંગે સ્પષ્ટતા કરી દીધી છે.

  ગઝલ અલઘે જણાવ્યું છે કે, DRHP એક સ્ટાન્ડર્ડ પ્રેક્ટીસ છે, જેમાં વેલ્યુએશનનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયા પર સિકોઈયા અને સોફીના સમર્થિત કંપનીના મૂલ્યાંકન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જેના જવાબમાં ગઝલ અલઘે આ નિવેદન આપ્યું છે.

  આ પણ વાંચોઃ MMTCને લાગી જશે તાળાં, આવતા અઠવાડિયે મળનારી બેઠકમાં લેવાઈ શકે છે અંતિમ નિર્ણય

  પર્સનલ કેર પ્રોડક્ટ્સ સ્ટાર્ટઅપના કો-ફાઉન્ડરે ટ્વિટમાં જણાવ્યું છે કે, ‘સોશિયલ મીડિયા પર અલગ અલગ પોસ્ટમાં વેલ્યુએશન નંબર વિશે જણાવવામાં આવ્યું છે. આ વેલ્યુએશન નંબરોને કંપની તરફથી જાહેર કરવામાં આવ્યા નથી અને સબસ્ક્રાઈબ પણ કરવામાં આવ્યા નથી. વેલ્યુએશન ડિસ્કવરી એક પ્રોસેસ છે, જે યોગ્ય સમયે કરવામાં આવશે. રોકાણકારો સાથે આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.’

  હોનસા કન્ઝ્યુમર લિમિટેડ મમાઅર્થ અને ધ ડર્મા કંપની જેવી FMCG બ્રાન્ડના માલિક છે. તેમણે IPOની મદદથી મૂડી એકત્ર કરવા માચે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર SEBI સાથે ડોક્યુમેન્ટ ફાઈલ કર્યા છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર આ કંપનીની વેલ્યુએશન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  સોશિયલ મીડયા પ્લેટફોર્મ પર આ કંપનીના વેલ્યુએશન માટે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અનેક રોકાણકારોએ ટ્વિટર પર જણાવ્યું છે કે, તેઓ આ IPO ખરીદશે નહીં.

  આ પણ વાંચોઃ લિસ્ટિંગ પછી 12 દિવસમાં જ આ IPOએ 1 લાખને બનાવી દીધા 3 લાખ, હજુ પણ તેજીના અણસાર

  ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) અનુસાર IPOમાં પ્રમોટર, રોકાણકાર અને અન્ય શેરધારકો દ્વારા 400 કરોડ રૂપિયાના ઈક્વિટી શેર અને 4,68,19,635 ઈક્વિટી શેર માટે ઓફર ફોર સેલ (OFS) શામેલ છે.

  શેર વેચનાર અન્ય લોકોમાં ઓફર ફોર સેલમાં શેરની રજૂઆત કરનાર પ્રમોટર- વરુણ અલઘ અને ગઝલ અલઘ, ફાયરસાઈડ વેંચર્સ ફંડ, સોફિના, સ્ટેલારિસ, કુણાલ બંસલ અને રોહિત બંસલ, FMCG ફર્મ મેરિકોના ઋષભ હર્ષ અને બોલીવુડ એક્ટર શિલ્પા શેટ્રી કુંદ્રા (Shilpa Shetty Kundra) જેવા રોકાણકાર શામેલ છે.

  આ રજૂઆતમાં પાત્ર કર્મચારીઓ દ્વારા સબસ્ક્રિપ્શન માટે રૂ. 10 કરોડ સુધીનું રિઝર્વેશન પણ શામેલ છે. જાન્યુઆરી 2022માં કંપનીની લાસ્ટ વેલ્યૂ 1.2 અરબ ડોલર હતી. રોકાણકારો પાસેથી 5.2 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા, જેમાં અમેરિકા સ્થિત સિકોઈયા અને બેલ્જિયમની સોફિના પણ શામેલ હતી.

  જાન્યુઆરી 2022માં આ કંપનીએ યૂનિકોર્ન ક્લબમાં પ્રવેશ કર્યો હતો. આ કંપનીને 31 માર્ચ 2022 સુધીમાં 15.72 કરોડ રૂપિયાનો નફો થયો હતો. આ નફો ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટમાં દર્શાવવામાં આવ્યો હતો. છેલ્લા 3.5 વર્ષમાં મમાઅર્થની કુલ આવક 2,000 કરોડ રૂપિયા છે. જો તેમાં જાહેરાત પાછળનો ખર્ચ કાઢવામાં આવે તો લગભગ 600 કરોડ રૂપિયા થાય છે.

  રોયટર્સે જૂન 2022માં જણાવ્યું હતું કે, મમાઅર્થ કંપની આ વર્ષે IPOની મદદથી 300 મિલિયન ડોલર એકત્ર કરવાનું વિચારી રહી છે.

  હોનસા જણાવે છે કે, IPOથી જે પણ મૂડી એકત્ર કરવામાં આવશે તેમાંથી 186 કરોડ રૂપિયાનો એડવર્ટાઈઝમાં ખર્ચ કરવામાં આવશે. 34.23 કરોડ રૂપિયા સુધીનો નવો ઇબીઓ સ્થાપિત કરવા કંપની મૂડીગત ખર્ચનું વહન કરશે. સાધારણ કોર્પોરેટ ઉદ્દેશથી નવા સલોન્સ સ્થાપિત કરવા પોતાની પેટાકંપની ભાબાની બ્લન્ટ હેરડ્રેસિંગ પ્રાઇવેટ લિમિટેડમાં 27.52 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.

  આ પણ વાંચોઃ ULIP, PPF કે ELSS શેમાં રોકાણ વધારે ફાયદાકારક? આટલું અચૂક જાણી લો

  કોટક મહિન્દ્રા કેપિટલ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા, જેએમ ફાઈનાન્શિયલ લિમિટેડ અને જેપી મોર્ગન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ આ ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે. કંપનીના ઈક્વિટી શેર BSE અને NSE પર લિસ્ટ થશે.

  વરુણ અલઘ હિન્દુસ્તાન યૂનિલીવરના પૂર્વ કાર્યકારી હતા. વરુણ અલઘ અને તેમન પત્ની ગઝલ અલઘ કંપની મમાઅર્થના કો-ફાઉન્ડર છે.


  મમાઅર્થ કંપની વિશે ટૂંકમાં માહિતી


  મમાઅર્થ કંપની સ્કિનકેર અને બ્યૂટી બ્રાન્ડ છે. જે શેમ્પૂ, ફેસવોશ સહિતની પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. આ કંપની મુખ્યત્વે ટોક્સિન ફ્રી ઉત્પાદનોની રેન્જ માટે જાણીતી છે. કંપનીએ તેના માટે ઈનઓર્ગેનિક રૂટ અપનાવ્યો છે. છેલ્લા 12થી 15 મહિનામાં કંપનીએ ત્રણ કંપનીઓ ખરીદી છે. સૌ પ્રથમ Momspresso કંપની ખરીદી હતી, ત્યારબાદ ગોદરેજ કન્ઝ્યુમર પાસેથી BBlunt અને ત્યારબાદ સ્કીનકેર બ્રાન્ડ Dr.Sheth’s ખરીદી છે. જાન્યુઆરી 2022ની શરૂઆતમાં મમાઅર્થે બેલ્જિયમના સિકોઈયા અને સોફિનામાંથી નવું ભંડોળ એકત્રિત કર્યું હતું. વર્ષ 2016માં ફેસવૉશ, શેમ્પૂ અને હેર ઑઇલ જેવી "ટૉક્સિન-ફ્રી" પ્રોડક્ટ્સની શ્રેણી સાથે આ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી.
  First published:

  Tags: Business news in gujarati, Gujaratinews, IPO News

  विज्ञापन
  विज्ञापन