ખુશખબર! આટલું કામ કરો અને 1% સુધી સસ્તી લોન મેળવો

પ્રતિકાત્મક તસવીર

આ ત્રણ બેન્કોએ ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યૂરો ઓફ ઇન્ડિયા (CIBIL) પાસેથી મળેલા ક્રેડિટ સ્કોર સ્લેબના (Credit Score Slab) આધારે લોન આપવાનું શરું કર્યું છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ બેન્ક ઓફ બરોડા (bank of baroda), યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા (union bank of India), સિન્ડિકેટ બેન્કે (Syndicate Bank)પોતાના ગ્રાહકોના ક્રેડિટ સ્કોરના (Credit Score) લૉન (loan) આપવાનું શરુ કર્યું છે. આ ત્રણ બેન્કોએ ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યૂરો ઓફ ઇન્ડિયા (CIBIL) પાસેથી મળેલા ક્રેડિટ સ્કોર સ્લેબના (Credit Score Slab) આધારે લોન આપવાનું શરું કર્યું છે.

કેવી રીતે થશે 1 ટાક સુધીનો ફાયદો
નવી એક્સટર્નલ બેંચમાર્કિંગવ્યવસ્થા અંતર્ગત હવે બેન્ક ઓફ બરોડા નવી લૉન આપવા માટે સિબિલ સ્કોરની (CIBIL Score) મદદ લેશે. ઇકોનોમિક ટાઇમ્સના એક રિપોર્ટ પ્રમાણે જો કોઇ ગ્રાહકનો કુલ ક્રેડિટ સ્કોર 900માંથી 760 કે તેથી વધુ હશે તો. તેમને 8.1 ટકા વ્યાજ ઉપર લૉન મળશે.

725થી 759 વચ્ચે ક્રેડિટ સ્કોર ધરાવનાર ગ્રાહકો માટે લૉનનો વ્યાજદર 8.35 ટકા નક્કી કરવામાં આવ્યો છે. જો સિબિલ સ્કોર 675થી 724 વચ્ચે ક્રેડિટ સ્કોર હશે તેમને 9.1 ટકા વ્યાદ આપવું પડશે. આ પ્રકારે જોઇએ તો ન્યૂનતમ અને અધિક્તમ વ્યાજ દરમાં 1 ટકાનું અંતર હશે. આવામાં કોઇ ગ્રાહકનો ક્રેડિટ સ્કોર સારો છે તો 1 ટકા ઓછા દર ઉપર લૉન લઇ શકશે.

બેન્ક ઓફ બરોડાના લૉન ફ્લૉટિંગ રેટ એક્સટર્નલ બેન્ચમાર્કથી લિંક છે. આવામાં બેન્કથી લૉન ઉપર વ્યાજ દર, લોનની રમક અને સમય ઉપર આધારે નક્કી નહીં થાય. ત્રણે બેન્કો સિબિલ દ્વારા ઉપલબઅદ કરાયેલા ક્રેડિટ સ્કોરના આધાર ઉપર લૉન આપશે.

આ પણ વાંચોઃ-રાત્રે યુવતીના ઘરે પ્રપોઝ કરવા પહોંચ્યો આશિક, કર્યું ખતરનાક કારસ્તાન

ખુબજ જરૂરી થઇ ગયો છે ક્રેડિટ સ્કોર મેન્ટેન કરવો
ઉલ્લેખનીય છે કે ભારતીય રિઝર્વ બેન્કએ (Reserve Bank of India) દરેક બેન્કોને એ વાતની મંજૂરી આપે છે કે એક્સટર્નલ બેન્ચમાર્કના આધારે વ્યાજદર નક્કી કરવા માટે ક્રેડિટ રિસ્ક પ્રીમિયમ ચાર્જ કરે. આરબીઆઇની આ મંજૂરી પછી હવે લૉન માટે ક્રેડિટ સ્કોરની જરૂરીયાત વધી ગઇછે.

આ પણ વાંચોઃ-જાણો માત્ર ભંગાર વેચીને રેલવેએ કેટલા કરોડ રૂપિયાની કરી કમાણી

1 ઑક્ટોબરથી જ બેન્કોએ નવા ફ્લૉટિંગ રેટ ઉપર રિટેલ લૉન નક્કી કરવા માટે એક્સટર્નલ બેન્ચમાર્ક અપનાવી લીધો છે. લૉનના આખા સમય દરમિયાન ક્રેડિટ સ્કોરનું મહત્વ એટલું જ હશે જેટલું લૉન મંજૂર કરાવતા સમયે હશે.

આ પણ વાંચોઃ-દરેક શહેરોમાં સોનાના ભાવ કેમ અલગ હોય છે? જાણો સોનાની કિંમત

આવી રીતે થશે ફાયદો
ઉદારહણ તરીકે 9.1 ટકાના દરથી 50 લાખ રૂપિયાની લોન ઉપર જો વ્યાજમાં 100 આધાર અંક ઓછા થાય તો તેના ઉપર 3380 રૂપિયા પ્રતિ મહિને ઇએમઆઇ (EMI)ઓછું હોઇ શકે છે. 25 વર્ષના સમય મર્યાદાવાળી લોન ઉપર આશરે 10 લાખ રૂપિયા બચત હોઇ શકે છે.
First published: