Home /News /business /Big News! આ લોકોએ ચૂકવવો પડી શકે વધારે ટેક્સ, સરકાર લઈ શકે આ મહત્વપૂર્ણ નિર્ણય

Big News! આ લોકોએ ચૂકવવો પડી શકે વધારે ટેક્સ, સરકાર લઈ શકે આ મહત્વપૂર્ણ નિર્ણય

આ લોકોએ ચૂકવવો પડી શકે વધારે ટેક્સ

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ આગામી નાણકીય વર્ષનું બજેટ રજૂં કરશે. કોરોના અને ત્યારબાદ મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસને આ બજેટમાં ટેક્સમાંથી રાહત મળી શકે છે. એવામાં શું સરકાર પોતાનો ખજાનો ભરવા માટે ધનકુબેરો કે ધનવામ લોકો પર એકસ્ટ્રા ટેક્સ લગાવશે?

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ આગામી નાણકીય વર્ષનું બજેટ રજૂં કરશે. કોરોના અને ત્યારબાદ મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસને આ બજેટમાં ટેક્સમાંથી રાહત મળી શકે છે. એવામાં શું સરકાર પોતાનો ખજાનો ભરવા માટે ધનકુબેરો કે ધનવામ લોકો પર એકસ્ટ્રા ટેક્સ લગાવશે? હાલમાં આ મુદ્દો વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે.

    Oxfamએ હાલમાં જ દુનિયાની સંપત્તિ અને આમાં અમીર અને સામાન્ય લોકોની ભાગીદારીને લઈને એક રિપોર્ટ બહાર પાડ્યો છે. ત્યારથી ધનકુબેરો પર એકસ્ટ્રા ટેક્સ લગાવવાની વાત ચાલી રહી છે.

    આ પણ વાંચોઃ પર્સનલ લોન પર નથી ચૂકવવું વ્યાજ, તો અપનાવો આ ઉપાય અને થઈ જાઓ વ્યાજ મુક્ત

    ધનકુબેરો પર લાગનારો વેલ્થ ટેક્સ શું હોય છે?


    દુનિયાભરમાં અમીર-ગરીબની વચ્ચેનું અતર દૂર કરવા માટે રઈસ લોકો પર વેલ્થ ટેક્સ લગાવવા વિશે ચર્ચા થાય છે. આમાં એક નિશ્ચિત મર્યાદાથી વધારે સંપત્તિના માલિક પાસેથી એકસ્ટ્રા ટેક્સ લગાવવાની વાત કહેવામાં આવે છે. જો કે, આ ટેક્સનો વ્યાપ ધણો ઓછો છે.

    વિશ્લેષકોનું કહેવું છે કે, આ રીતે ટેક્સ આર્થિક અસમાનતાને દૂર કરવાની યોગ્ય રીત ન હોઈ શકે. જ્યારે તેના સંગ્રના પોતના પડકારો છે.

    વેલ્થ ટેક્સના કારણે વધી શકે છે, ટેક્સ ચોરી


    ફાઈનાન્શિયલ એક્સપ્રેસે નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક ફાઈનાન્સ અને પોલિસીના પ્રોફેસન સચ્ચિદાનંદ મુખર્જીએ લખ્યું કે, ગેર-સમાનતા અને ગરીબીને દૂર કરવા માટે યોગ્ય રીતે છે કે, સરકાર પોતાના ખર્ચા વધારે અને વિતરણની વ્યવસ્થાને ઠીક કરે. તેમનું કહેવું છે કે, જો અમીર લોકો પર એકસ્ટ્રા ટેક્સ લગાવવામાં આવે છે, તો શક્ય છે કે, આ લોકો તે દેશમાં જતા રહેશે જ્યાં એકસ્ટ્રા ટેક્સ ન હોય. જ્યારે કેટલાક એક્સપર્ટનું માનવું છે કે, આ પ્રકારનુ પગલું ટેક્સ ચોરીને પ્રોત્સાહન આપી શકે છે.

    આ પણ વાંચોઃ એશિયાના સૌથી અમીર વ્યક્તિ રચશે ઈતિહાશ, એકસાથે 5-5 IPO લાવવાની કરી તૈયારી

    ઓક્સફેમની રિપોર્ટ અનુસાર, 2020 પછી દુનિયામાં જેટલી સંપત્તિનું નિર્માણ થયું છે, તેમાંથી લગભગ 2 તૃતિયાંશ પર માત્ર 1 ટકા ધનિકોનો કબજો છે. આ દુનિયાની 99 ટકા વસ્તીની પાસે આવેલી સંપત્તિથી બમણી છે. ઓક્સફેમની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો દુનિયાના 1 ટકા લોકો પર માત્ર 5 ટકા ટેક્સ લગાવવામાં આવે, તો 2 અબજ લોકોને ગરીબીમાંથી મુક્ત કરી શકાય છે. આ ટેક્સથી સરકારને 1,700 અબજ ડોલર સુધી મળી શકે છે.

    અમીર લોકો પોતે જ કહી રહ્યા છે કે, ‘અમારા પર ટેક્સ લગાવો’


    હાલમાં એક અનોખો નજારો જોવા મળ્યો, જ્યારે દુનિયાના ઘણા રઈસ લોકોએ પોતાના પર ‘વધારે ટેક્સ લગાઓ’ની વાત કરી. ‘ધ ગાર્ડિયન’ની ખબર પ્રમાણે, દુનિયાના 205 ટકા અબજોપતિ અને ખબરોપતિ લોકોના એક ગ્રુપના સદસ્યોએ સરકારને તેમના પર ટેક્સ લગાવવા માટે કહ્યું છે. જેથી ગરીબોની મદદ કરી શકાય.



    ડિઝનીની વારસદાર એબીગેઈલ ડિઝની, ‘ધ હલ્ક’ના એક્ટર માર્ક રુફાલોએ દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ‘ભીષમ અસમાનતા’ને દૂર કરવા માટે જેમ બને તેમ વહેલા વેલ્થ ટેક્સ લગાવવાની વાત કરી. આ સાથે સંબંધિત તેમણે એક પત્ર પણ લખ્યો. આ ગ્રુપમાં 13 દેશો સામેલ છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Big news, Business news, Tax News

    विज्ञापन
    विज्ञापन