Home /News /business /

Bank of Baroda: ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો? અહીં સસ્તા ભાવે મળશે પ્રોપર્ટી

Bank of Baroda: ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો? અહીં સસ્તા ભાવે મળશે પ્રોપર્ટી

બેંક ઑફ બરોડા (Shutterstock તસવીર)

e-Auction: બેન્કે એક ટ્વિટમાં જણાવ્યું છે કે, આ હરાજી SARFAESI એક્ટ હેઠળ કરવામાં આવશે. આ હરાજી સંપૂર્ણ રીતે ટ્રાન્સપરન્ટ હશે, જેથી કોઈપણ તેમાં ભાગ લઈ શકશે.

નવી દિલ્હી. Bank Of Baroda: ઘર ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે બેન્ક ઓફ બરોડા (Bank of Baroda mega e auction) ખાસ ઓફર લઈને આવી છે. આ ઓફર હેઠળ તમે સસ્તા ઘર ખરીદી શકો છો. બેન્ક ઓફ બરોડા તરફથી પ્રોપર્ટીની હરાજી (mega auction 2022) કરવામાં આવી રહી છે. જેમાં તમે તમારા સપનાના ઘર માટે બોલી લગાવી શકો છો. તમે તેમાં એગ્રીકલ્ચર લેન્ડ માટે પણ બોલી લગાવી શકો છો. બેન્ક ઓફ બરોડા તરફથી આ સંપત્તિની જુલાઈના અંતમાં હરાજી કરવામાં આવી રહી છે.

બેન્ક ઓફ બરોડાએ કર્યું ટ્વિટ


બેન્ક તરફથી 28 જુલાઈ 2022ના રોજ હરાજી કરવામાં આવશે. બેન્ક ઓફ બરોડાએ ઓફિશિયલ ટ્વિટમાં જણાવ્યું છે કે, ઓફિસ સ્પેસથી લઈને એપાર્ટમેન્ટ સુધી એક જ સમયમાં એક જ જગ્યા પર હરાજી કરવામાં આવશે. 28 જુલાઈના રોજ મેગા ઈ-હરાજી કરવામાં આવશે. તમારા સપનાનું સ્થાન માત્ર એક ક્લિક દૂર છે.

આ પણ વાંચો: LICની આ બચત યોજના હેઠળ મેચ્યોરિટી સમયે મળશે રૂ. 22 લાખ, જાણો કેવી રીતે?

SARFAESI એક્ટ હેઠળ હરાજી કરવામાં આવશે


બેન્કે એક ટ્વિટમાં જણાવ્યું છે કે, આ હરાજી SARFAESI એક્ટ હેઠળ કરવામાં આવશે. આ હરાજી સંપૂર્ણ રીતે ટ્રાન્સપરન્ટ હશે, જેથી કોઈપણ તેમાં ભાગ લઈ શકશે.

સંપત્તિ માટે કેવી રીતે બોલી લગાવવામાં આવશે?


તમે આ હરાજીમાં ફ્લેટ, હાઉસ, ઓફિસ સ્પેસ, લેન્ડ પ્લોટ અને ઈન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી સહિતની સંપત્તિ માટે બોલી લગાવી શકો છો. આ હરાજીમાં તમને અનેક પ્રકારની સંપત્તિ ખરીદવાનો મોકો મળી રહ્યો છે.

કઈ સંપત્તિની હરાજી કરવામાં આવે છે?


અનેક લોકો બેન્કમાંથી પ્રોપર્ટી માટે લોન લે છે. બાદમાં કેટલાક કારણોસર તેઓ આ લોન ચૂકવી શકતા નથી. તે તમામ લોકોની જમીન અથવા પ્લોટ બેન્ક દ્વારા કબ્જે કરી લેવામાં આવે છે. બેન્ક તરફથી સમયાંતરે આ પ્રોપ્રર્ટીની હરાજી કરવામાં આવે છે. બેન્ક આ પ્રોપર્ટી વેચીને પોતાની રકમ વસૂલ કરી લે છે.

આ પણ વાંચો:  એક્સિસ બેંકનો નફો 4,125 કરોડ રૂપિયા, જાણો અન્ય કંપનીઓના પરિણામો

ઓફિશિયલ લિંક ચેક કરી શકો છો


આ હરાજીની વધુ જાણકારી માટે તમે ઓફિશિયલ લિંક bit.ly/MegaEAuctionJuly પર વિઝીટ કરી શકો છો. તમને બેન્ક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઈટ પર ઈ-ઓક્શન નોટિસ અને ઈ-ઓક્શન પ્રોપર્ટી સર્ચના બે ઓપ્શન જોવા મળશે. તે ઓપ્શન પર ક્લિક કરતા તમને હરાજીની તમામ જાણકારી મળી રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Bank, Bank of baroda, Property, આરબીઆઇ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन