ખેડૂતો માટે મોટા સમાચાર, 31 જુલાઈ સુધી રજિસ્ટ્રેશન કરાવનારને જ મળશે આ ફાયદો

News18 Gujarati
Updated: July 18, 2020, 6:16 PM IST
ખેડૂતો માટે મોટા સમાચાર, 31 જુલાઈ સુધી રજિસ્ટ્રેશન કરાવનારને જ મળશે આ ફાયદો
પ્રતિકાત્મક તસવીર

ખરીફ પાકને દુકાળ, પૂર, ભૂસ્ખલન, કમોસમી વરસાદ, ઓલાવૃષ્ટી, જીવાતનો હુમલો, પ્રાકૃતિક આગ અને વાવાઝોડા જેવા આફતોથી બચાવવી છે, તો પ્રધાનમંત્રી પાક વીમો ફટાફટ કરાવી લો.

  • Share this:
નવી દિલ્હી : જો તમે ખેડૂત છો તો, આ સમાચાર તમારા માટે જરૂરી છે. ખરીફ પાકને દુકાળ, પૂર, ભૂસ્ખલન, કમોસમી વરસાદ, ઓલાવૃષ્ટી, જીવાતનો હુમલો, પ્રાકૃતિક આગ અને વાવાઝોડા જેવા આફતોથી બચાવવી છે, તો પ્રધાનમંત્રી પાક વીમો ફટાફટ કરાવી લો.

પાક વીમાનું નામાંકન ફ્રી કરી દેવામાં આવ્યું છે. માત્ર પ્રીમિયમ જમા કરાવવું પડશે. અનાજ અને તૈલી પાક માટે માત્ર 2 ટકા અને વાણિજ્યક અને બાદબાની પાક માટે 5 ટકા કિંમત પર વીમો કરાવી શકો છો. બાકી પ્રીમિયમ કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્યો દ્વારા જમા કરાવવામાં આવશે.

કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોના પાક વીમો કરાવવાની અપીલ કરી છે. જેથી પાક ખરાબ થવા પર જોખમને ઓછુ કરી શકાય. કોઈ કુદરતી આફત આવે તો, ખેડૂતને વીમા કંપની ભરપાઈ કરી શકે. કેન્દ્ર શાસિત પ્રદેશો માટે તેની અંતિમ તારીખ 31 જુલાઈ છે.

કૃષિ મંત્રીએ કહ્યું કે, પાક વીમા યોજના પાકની વાવણીથી લઈ કાપણી બાદ સુધી પૂરા પાક ચક્ર સાથે જોડાયેલી ગતિવિધિ દરમિયાન તેના નુકશાન વિરુદ્ધ સુરક્ષા સુનિશ્ચિત કરે છે. સરકારે યોજનાને તમામ કેડૂતો માટે ખરીફ સિઝન-2020થી સ્વૈચ્છિક કરી દીધી છે. જ્યારે સરકારી બેન્કોમાં લોન લેનારા તમામ ખેડૂતો માટે આ યોજના ફરજિયાત હતી.

હવે લોન કરાવનાર ખેડૂત નામાંકનની કટ-ઓફ તારીખના સાત દિવસ પહેલા પોતાની બેન્ક શાખામાં એક સાધારણ અરજી કરી યોજનાથી પોતાની જાતને દુર કરી શકે છે.

ખેડૂત અહીં નામાંકન કરાવી શકે છે- નજીકની બેન્ક, પ્રાથમિક કૃષિ ઋણ સોસાયટી, કોમન સર્વિસ સેન્ટર (સીએસસી), ગ્રામ સ્તરીય ઉદ્ધમિ, કૃષિ વિભાગના કાર્યાલય, વીમા કંપનીના પ્રતિનિધિ અથવા સીધા રાષ્ટ્રીય પાક યોજના પોર્ટલ પર જાઓ.
Published by: kiran mehta
First published: July 18, 2020, 6:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading