આ બેંક વ્યાજ વગર આપી રહી છે લોન, આ રીતે ઉઠાવો ફાયદો

પ્રતિકાત્મક તસવીર

દેશની બીજી સૌથી મોટી ખાનગી બેંક તેના ગ્રાહકોને વ્યાજ વગર લોન ઓફર કરી રહી છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: દેશની બીજી સૌથી મોટી ખાનગી બેંક આઇસીઆઈસીઆઈ બેંક તેના ગ્રાહકોને ફ્રી લોન ઓફર કરી રહી છે. તમે એક ચોક્કસ સમય મર્યાદા માટે બેંક પાસેથી લોન લઈ શકો છો અને તમારે કોઈ વ્યાજ ચૂકવવાની જરૂર નથી. આઈસીઆઈસીઆઈ બેંકની મફત લોન સુવિધાનો લાભ લેવા માટે તમારે કેટલીક શરતો સ્વીકારવી પડશે અને તમને કોઈ વ્યાજ વગર લોન મળશે.

  વ્યાજ વગર મળશે લોન

  ICICI બેંકની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર બેંકના ગ્રાહકો PayLater એકાઉન્ટ દ્વારા કોઈપણ વ્યાજ વગર લોન લઈ શકે છે. આ પેલેટર એકાઉન્ટ એક ડિજિટલ ક્રેડિટ પ્રોડક્ટ છે જે ક્રેડિટ કાર્ડની જેમ કાર્ય કરે છે, જ્યાં તમે પહેલા ખર્ચ કરો છો અને પછી તેને ચૂકવો છો. આ સુવિધા હેઠળ તમને બેંક 30 દિવસ માટે ચોક્કસ રકમ ઉધાર આપે છે. બાદમાં તમારે પાછા ચુકવવા પડે છે. બેંક આ પેલેટર સુવિધા હેઠળ તમને 45-દિવસની અંદર વ્યાજ-મુક્ત લોન આપે છે.

  આ પણ વાંચો: SBI ગ્રાહકો માટે ખુશખબર! પૈસાની લેવડ દેવડ પર નહીં લાગે કોઇ ચાર્જ

  કેવી રીતે મેળે છે આ સુવિધા

  આઇસીએલએલની પેલેટર સુવિધા ઇન્ટરનેટ બેન્કિંગ, આઇમોબાઇલ અને પોકેટ વૉલેટ પર ઉપલબ્ધ છે. આ સુવિા હેઠળ તમે ક્રેડિટ કાર્ડથી બિલ ચૂકવી શકતા નથી અથવા ફંડ ટ્રાન્સફર પણ કરી શકતા નથી.  કેટલી છે મર્યાદા

  તમે આઈસીઆઈસીઆઈ બેંકના પેલેટર એકાઉન્ટ હેઠળ 5000 થી 25 હજાર રૂપિયા સુધી રકમ લઇ શકો છો. તમે કેટલી લોન મળે છે તે તેના પર નિર્ભર રહેશે કે બેંકના આધારે તમે કેટલી રકમ માટે યોગ્ય છો. તે તમારા ક્રેડિટ સ્કોર પર આધાર રાખે છે.  ક્યારે આપવો પડશે ચાર્જ

  પેલેટર સુવિધાનો લાભ લેવા માટે, કોઈપણ પ્રકારનું વ્યાજ ચૂકવવું પડશે નહી, પરંતુ જો તમે સમયપત્રક સુધી તમારું બિલ ચૂકવતા નથી, તો તમારે બેંક દ્વારા મોડી(લેટ) ચુકવણી ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ ત્યા સુધી આપવો પડશે જ્યા સુધી તમારો ડ્યુ ક્લીયર નહીં કરો.
  Published by:Bhoomi Koyani
  First published: