Home /News /business /

આનંદો! ગૂગલ પે યૂઝર્સને થોડી જ મિનિટોમાં મળી જશે 1 લાખ રૂપિયાની લોન, જાણો કેવી રીતે

આનંદો! ગૂગલ પે યૂઝર્સને થોડી જ મિનિટોમાં મળી જશે 1 લાખ રૂપિયાની લોન, જાણો કેવી રીતે

ગૂગલ પે

Google Pay Loan: જો તમે પણ ગૂગલ પે (Google Pay)નો ઉપયોગ કરો છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ કામના છે.

    મુંબઇ. Google Pay Loan: જો તમે પેમેન્ટ કે પૈસા ટ્રાન્સફર માટે ગૂગલ પેનો ઉપયોગ કરો છો તો તમારા માટે ખૂબ જ કામના સમાચાર છે. ગૂગલ પે મારફતે હવે એક લાખ રૂપિયાનો લોન મળી શકે છે. જો તમને કોઈ કટોકટીમાં એક લાખ રૂપિયાની જરૂર પડે છે તો તમે ગૂગલ પેની આ સેવનો લાભ લઈ શકો છો. અહીં એ જાણવું મહત્ત્વનું રહેશે કે આ લોને કેવી રીતે મળશે. 1 લાખ રૂપિયાની લોન મેળવવ માંગતા લોકો માટે અમે અહીં સરળ પ્રોસેસ સમજાવી રહ્યા છીએ.

    તમારી પાસે ગૂગલ પે હોવું જોઈએ

    ગૂગલ પે મારફતે લોન માટે તમારી પાસે ગૂગલ પે હોવું જોઈએ. આ સેવાનો લાભ લેવા માટે તમે ગૂગલ પેનો ઉપયોગ કરતા હો તે જરૂરી છે. આ ઉપરાંત તમારો ક્રેડિટ ઇતિહાસ સારો હોવો જોઈએ. બંને હોવા પર તમને અમુક જ મિનિટોમાં એક લાખ રૂપિયાની લોન મળી જશે.

    DMI ફાઇનાન્સ તરફથી શરૂ કરવામાં આવી સેવા

    હકીકતમાં ડીએમઆઈ ફાઇનાન્સ લિમિડેટ (DMI Finance Limited) ગૂગલ પે (Google Pay) સાથે મળીને ડિજિટલ પર્સનલ લોન (Digital Personal Loan) ઑફર કરી રહી છે.

    આ પણ વાંચો: શું તમે બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો? જાણો બિઝનેસ લોનના ફાયદા

    ગૂગલ પે યૂઝર્સે થશે ફાયદો

    Google Pay યૂઝર્સને આ સેવા અંતર્ગત બેવડો ફાયદો છે. કારણે એક તો તમે ગૂગલ પે સેવા લઈ શકશો. સાથે જ સરળતાથી લોનનો ફાયદો ઉઠાવી શકશો. નક્કી કરવામાં આવેલી શરતો પ્રમાણે પ્રી-ક્વૉલિફાઇડ લાયકાત ધરાવતા યૂઝર્સની પસંદગી કરવામાં આવશે. પહેલા તબક્કામાં આ લોકોને જ લોન મળશે.

    પ્રી-અપ્રૂવ્ડ ગ્રાહક

    જો તમે પ્રી-અપ્રૂવ્ડ ગ્રાહક છો તો તમારી લોન એપ્લિકેશન ફટાફટ એટલે કે રિયલ ટાઇમમાં પ્રોસેસ થઈ જશે. બસ થોડી જ મિનિટોમાં તમારા બેંક ખાતામાં પૈસા જમા થઈ જશે. આ લોન 36 મહિનામાં પરત ચૂકવવાની રહેશે.

    આ પણ વાંચો:  પર્સનલ લોન લેતી વખતે ખાસ ધ્યાનમાં રાખો આ વાતો, નહીં તો થઇ શકે છે સમસ્યા

    કંપનીએ શું કહ્યું?

    DMI ફાઇનાન્સના કો-ફાઉન્ડર અને જોઈન્ટ એમડી શિવાશિષ ચેટરજીએ જણાવ્યું હતું કે, "લાખોની સંક્યામાં ગૂગલ પે યૂઝર્સને પારદર્શક અને કોઈ મુશ્કેલી વગર આ સુવિધા મળી રહે તે માટે અમારી ટીમે ખૂબ કામ કર્યું છે. અમે આગામી વર્ષોમાં આ ભાગીદારીને હજુ આગળ લઈ જવા માંગીએ છીએ. અમારા લાખોની સંખ્યામાં લોકોની જરૂરિયાતને પૂરી પાડવાનું વચન આપીએ છીએ."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Google pay, Loan

    આગામી સમાચાર