મુંબઈ. Diesel Home Delivery: દેશની સૌથી મોટી ઓઇલ કંપની ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશને (IOC) દિલ્હી સ્થિત સ્ટાર્ટઅપ હમસફર ઇન્ડિયા (Humsafar India) સાથે ડીઝલની હોમ ડિલિવરી કરવાની શરૂઆત કરી છે. એક મોબાઇલ એપ- ફ્યૂઅલ હમસફર (Fuel Humsafar App)ના માધ્યમથી આપવામાં આવતી સર્વિસ પંજાબ રાજ્યના પટિયાલા અને નવા જિલ્લા મલેરકોટલામાં શરૂ કરી દેવામાં આવી છે.
સમાચાર એજન્સી IANSના સમાચાર પ્રમાણે ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશ (Indian Oil Corporation)ને જણાવ્યું કે, આ સેવા એવા લોકો માટે છે જેઓ 20 લીટર જેટલી ઓછી માત્રામાં ડીઝલ લેવા માંગે છે. હમસફર ઇન્ડિયા તરફથી આ ડીઝલ 'સફર20' જેરી કેનમાં પહોંચાડવામાં આવશે.
ક્યાં ક્યાં મળશે ડીઝલની હોમ ડિલિવરી
IOCના જણાવ્યા પ્રમાણે આ સેવા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, મહારાષ્ટ્ર, આસામ, કેરળ, ગુજરાત, ગોવા, નોઇડા, દિલ્હી, ફરિદાબાદ અને ગાઝિયાબાદ સહિત રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR)માં પણ ઉપલબ્ધ છે. આ રાજ્યમાં રહેતા ગ્રાહકો હવે ઘર બેઠા ડીઝલની હોમ ડિલિવરીનો આનંદ ઉઠાવી શકશે. આ સેવા કંપની તરફથી ડીઝલ ડોર ડિલિવરીના માધ્યમથી જથ્થાબંધ આપૂર્તિ કરતા ગ્રાહકો માટે સેવા શરૂ કર્યાં બાદ આવી છે.
ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશને ડીઝલની હોમ ડિલિવરી માટે દિલ્હીના સ્ટાર્ટઅપ હમસફર ઇન્ડિયા સાથે કરાર કર્યો છે. Humsafar Indiaના સંસ્થાપક અને ડિરેક્ટર સાન્યા ગોયલે એક નિવેદનમાં કહ્યું કે, પહેલા ડીઝલના વપરાશકર્તાઓએ બેરલમાં છૂટક દુકાનો પરથી ડીઝલની ખરીદી કરવી પડતી હતી. જેમાં ખૂબ મુશ્કેલી પડતી હતી. એક કુશળ ઉર્જા વિતરણ માળકાની અછત હતી.
તેમણે કહ્યુ કે, આ નવી સેવા અંતર્ગત નાના ઉદ્યોગો, મૉલ, હૉસ્પિટલો, બેંકો, બાંધકામ સ્થળો, ખેડૂતો, મોબાઇલ ટાવરો, શિક્ષણ સંસ્થાઓની સાથે સાથે નાના ઉદ્યોગોને પણ લાભ થવાની આશા છે. ઉલ્લેખનીય છે કે કંપનીએ શનિવારે આ સુવિધા અંગે માહિતી આપી હતી.
આઈઓસીનો વર્ષ 2021-22ના બીજા ત્રિમાસિકનો શુદ્ધ નફો વધીને 6,360.05 કરોડ રૂપિયા પાર પહોંચી ગયો છે. કંપનીને એપ્રિલ-જૂન 2021 ત્રિમાસિક દરમિયાન 5,941.37 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો થયો હતો. કંપનીએ જુલાઈ-સપ્ટેમ્બર 2021 દરમિયાન 1.9 કરોડ ટન ઇંદણ વેચ્યું હતું. ગત નાણાકીય વર્ષમાં સમાન ત્રિમાસિક દરમિયાન વેચાણ 1.77 કરોડ ટન હતું. ત્રિમાસિક દરમિયાન કંપનીની રિફાઇનરીએ 1.52 કરોડ ટન કાચા તેલને ઇંધણમાં બદલ્યું હતું. ગત વર્ષ સમાન ત્રિમાસિક દરમિયાન આ આંકડો 1.39 કરોડ ટન હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર