આ તહેવારોની સિઝનમાં મેળવો મફત સોનાનો સિક્કો, જાણો કેવી રીતે

News18 Gujarati
Updated: October 11, 2019, 7:19 AM IST
આ તહેવારોની સિઝનમાં મેળવો મફત સોનાનો સિક્કો, જાણો કેવી રીતે
સોનાના સિક્કાની તસવીર

દિવાળીના આડે 20 દિવસથી પણ ઓછો સમય છે. એવામાં બ્રાન્ડેડ જ્વેલરી કંપની દિલ ખોલીને ડિસ્કાઉન્ટ અને ઑફર્સ આપવાની શરૂ કર્યું છે.

  • Share this:
નવી દિલ્હીઃ ફેસ્ટિવ સિઝનની (Festive Season) શરૂઆતની સાથે જ દુનિયાના બીજા સૌથી મોટા માર્કેકમાં ઑફર્સની પણ શરૂઆત થઇ ગઇ છે. દિવાળીના આડે 20 દિવસથી પણ ઓછો સમય છે. એવામાં બ્રાન્ડેડ જ્વેલરી કંપની (Branded Jewellery Companies) દિલ ખોલીને ડિસ્કાઉન્ટ અને ઑફર્સ (Discount and Offers on Gold) આપવાની શરૂ કર્યું છે. આ કંપનીઓ માટે ગ્રાહકોને આકર્ષિત કરવાનું એટલું આસાન નહીં હોય કારણ કે પહેલાથી જ આર્થીક સુસ્તીની ખબરો વચ્ચે બજારનો માહોલ ખરાબ છે.

ટ્રેડ વૉરને લઇને અનિશ્ચિતતા
રિઝર્વ બેન્ક (RBI) દ્વારા નીતિગત વ્યાજમાં કાપના (Policy Rate Cut) કારણે રોકાણકારોએ સોનાની ભારે ખરીદી કરી છે. એજ કારણ છે કે સોનાનો ભાવ છેલ્લા છ વર્ષની ઉચ્ચતમ સ્તર ઉપર છે. સોનાના ભાવની તેજી વચ્ચે કેટલીક બ્રાન્ડેડ જ્વેલરી કંપનીઓએ ઑફર્સ વિશે જાણકારી આપી રહી ચે. જેનો ફાયદો તમે આ ફેસ્ટિવ સિઝનમાં વધુ સોનું ખરીદી શકશો.

આ પણ વાંચોઃ-ખુશખબર! આટલું કામ કરો અને 1% સુધી સસ્તી લોન મેળવો

તનિષ્ક આપી રહ્યું છે મેકિંગ ચાર્જ ઉપર 25 ટકાની છૂટ
પ્રમુખ જ્વેલરી કંપની તનિષ્ક (Tanishq)સોના અને ઘરેણાંના મેકિંગ ચાર્જ ઉપ 25 ટકાની છૂટ આપી રહી છે. જોકે, તનિષ્ક દ્વારા આપવામાં આવેલી આ છૂટ અલગ-અલગ સ્ટોર્સ ઉપર અલગ અલગ છે. સામાન્ય રીતે ઘરેણાંની કુલ કિંમતમાં 10 ટકા હિસ્સો મેકિંગ ચાર્જનો હોય છે. આ ઉપરાંત કંપની સોશિયલ મીડિયા (social media)ઉપર કોન્ટેસ્ટનું પણ આયોજન કર્યું છે. કંપનીએ જાહેરાત કરી છે કે આ સોશિયલ મીડિયા સ્પર્ધાના વિજેતાઓને મફતમાં ઘરેણાં આપશે.આ પણ વાંચોઃ-દરેક શહેરોમાં સોનાના ભાવ કેમ અલગ હોય છે? જાણો સોનાની કિંમત

ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે ટાઇટન કંપનીના (Titan Company) જ્વેલરી બ્રાન્ડ કેરટલેનના COO રાજન અમ્બાના હવાલો આપતા લખ્યું છે કે, જ્વેલરી ઉદ્યોગે કેટલાક મહિનાઓમાં મંદી જોઇ છે. હવે અમને લાગે છે કે વેચાણ વધશે. કારણ કે તહેવારોની સિઝનમાં લોકો ખૂબ જ્વેલરી ખરીદે છે. ગ્રાહકો તરફથી લાઇટવેટ અને કિફાયતી ઘરેણાં વધુ પસંદ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ-જાણો માત્ર ભંગાર વેચીને રેલવેએ કેટલા કરોડ રૂપિયાની કરી કમાણી

કલ્યાણ જ્વેલર્સ ગ્રાહકોને આપશે ત્રણ લાખ સોનાના સિક્કા
કલ્યાણ જ્વેલર્સે (Kalyan Jewellers) પણ પોતાના ગ્રાહકો માટે ઓફર રાખી છે. કલ્યાણ જ્વેલર્સના ચેરમેન ટીએસ કલ્યાનરામનના હવાલાથી લખ્યું છે કે મેકિંગ ચાર્જ અને અન્ય છૂટ આપવા ઉપરાંત કંપની સાપ્તાહિક ડ્રોના માધ્યમથી ગ્રાહકોને 3 લાખ સોનાનાસિક્કા વહેંચશે. કલ્યાણ જ્વેલર્સે ગ્રાહકોને વધારે છૂટ આપવા માટે બેન્કો સાથે પણ કરાર કર્યા છે.

માલાબાર ગોલ્ડ પણ ખાસ સ્કીમ લઇને આવ્યું
માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ પોતાના ગ્રાહકો માટે ખાસ સ્કીમ લઇને આવ્યું છે જે અંતર્ગત જો કોઇ ગ્રાહક 15,000 રૂપિયાથી વધારે કિંમતના ઘરેણાની ખરીદી કરે છે તો એને સોનાના સિક્કા આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રાહકોને એડવાન્સમાં ઓર્ડર પણ આપી શકે એ માટે ગ્રાહકોને સુવિધા આપવામાં આવશે. કંપની બુક કરેલા અથવા ડિલિવરીના સમયે જે ભાવ હશે તે લગાવશે.
First published: October 10, 2019
વધુ વાંચો
अगली ख़बर