અહીં મળી રહ્યું છે માત્ર 100 રુપિયામાં ફાસ્ટેગ, જાણો ખરીદવાની પ્રોસેસ

News18 Gujarati
Updated: November 27, 2019, 10:15 AM IST
અહીં મળી રહ્યું છે માત્ર 100 રુપિયામાં ફાસ્ટેગ, જાણો ખરીદવાની પ્રોસેસ
1 ડિસેમ્બર 2019 થી ટોલ પ્લાઝા પરથી પસાર થતી કાર પર ફાસ્ટેગ ફરજિયાત છે.

1 ડિસેમ્બર 2019 થી ટોલ પ્લાઝા પરથી પસાર થતી કાર પર ફાસ્ટેગ ફરજિયાત છે.

  • Share this:
કેન્દ્ર સરકાર (Central Government) એ નિર્ણય લીધો છે કે દેશભરના ટોલ પ્લાઝા (Toll Plaza) પર ટોલ ટેક્સ (Toll Tax)ની વસૂલાત ફાસ્ટેગ દ્વારા કરવામાં આવશે. ફાસ્ટેગ એ એક પ્રકારનો રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ડિવાઇસ છે જેની મદદથી ટોલ ટેક્સ એકત્રિત કરવામાં આવે છે. 1 ડિસેમ્બર 2019થી કોઈપણ હાઇવે ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ રોકડમાં લેવામાં આવશે નહીં.

ફાસ્ટેગ નહીં હોય તો તમારે ડબલ ટોલ ચૂકવવો પડશે

હાઇવે અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયે (માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલયે) કહ્યું છે કે જો કોઈ કાર 1 ડિસેમ્બર પછી ટોલ પ્લાઝા પરથી ફાસ્ટેગ વગર પસાર થાય છે, તો તેના પર ડબલ ટોલ લેવામાં આવશે. આવી સ્થિતિમાં તમે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા પાસેથી ફાસ્ટેગ ખરીદવાની સરળ રીત વિશે જાણો.

આ પણ વાંચો: બાળકોના નામ પર અહીં ખોલાવો ખાતું, મળશે પાંચ મોટા ફાયદા

 

ફાસ્ટેગ


આ પણ વાંચો: ઘરે બેઠાં જ તમે આ રીતે કાર પર લાગાવી શકો છો Fastag, જાણો પ્રોસેસ


ખરીદી પ્રક્રિયા

>> એસબીઆઈ (SBI) પાસેથી તમારે ફાસ્ટેગ ખરીદવા માટે માત્ર 100 રૂપિયા ખર્ચ કરવો પડશે. જો કે આ ઉપરાતં તમારે તમારી કાર અનુસાર એક અલગ ચાર્જ ચૂકવવો પડશે.
>> આ માટે પહેલા તમારે એસબીઆઈની કોઈપણ શાખામાં જવું પડશે અને પોઇન્ટ ઑફ સેલ (PoS) પર જવું પડશે.
>> ત્યા તમને એક ફોર્મ આપવામાં આવશે. કેવાયસી દસ્તાવેજોની ફોટોકોપી પણ આ ફોર્મ ભરીને આપવાની રહેશે.
>> કેવાયસી દસ્તાવેજો તરીકે તમારે વાહનની આરસી, આઈડી પ્રુફ, એક સરનામું કોપી અને ફોટો આપવાનો રહેશે.

સરળતાથી રિચાર્જ કરી શકો છો ફાસ્ટેગ

>> જો તમારે તમારો ફાસ્ટેગ રિચાર્જ કરવો હોય તો આ માટે તમારે એસબીઆઈની ઑફિશિયલ સાઇટ પર જવું પડશે અને ફાસ્ટેગ સેક્શન પર ક્લિક કરવું પડશે.
>> આ વિભાગમાં, પહેલા તમે મોબાઇલ નંબર, પાસવર્ડ અને કેપ્ચાની મદદથી લોગિન કરશો.
>> લોગિન કર્યા પછી તમે તમારી કારનો વિકલ્પ પસંદ કરો અને રિચાર્જની રકમ દાખલ કરશો. અંતે તમે ચુકવણી વિકલ્પ દ્વારા તમારા ફાસ્ટેગનું રિચાર્જ કરી શકશો.
First published: November 27, 2019, 9:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading