Post Office: પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ ઘણી જ પ્રસિદ્ધ છે. અહીં તમે કોઈ પણ પ્રકારના જોખમ વગર રોકાણ કરી શકો છો. આવી જ રીતે આજે અમે તમને પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ યોજનાઓ વિશે સમજાવવા જઈ રહ્યા છીએ. અહીં તમે દમદાર વળતર મેળવી શકો છો.
નવી દિલ્હીઃ જો તમે રોકાણની શોધમાં છો અને સારું વળતર મેળવવા માંગો છો, તો પોસ્ટ ઓફિસની યોજના તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ છે. પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ ઘણી જ પ્રસિદ્ધ છે. અહીં તમે કોઈ પણ પ્રકારના જોખમ વગર રોકાણ કરી શકો છો. આવી જ રીતે આજે અમે તમને પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ યોજનાઓ વિશે સમજાવવા જઈ રહ્યા છીએ. અહીં તમે દમદાર વળતર મેળવી શકો છો. આ યોજનામાં તમે 100 રૂપિયા લગાવીને પણ રોકાણની શરૂઆત કરી શકો છો.
દર ત્રણ મહિને મળે છે વ્યાજ
રિકરિંગ ડિપોઝિટ પોસ્ટ ઓફિસની નાની બચત યોજના છે. આ યોજનામાં તમારા રોકાણની રકમ સુરક્ષિત રહે છે. રિકરિંગ ડિપોઝિટ યોજનામાં તમે તમારી સુવિધા અનુસાર એક વર્ષ, બે વર્ષ, કે તેનાથી વધારે મુદ્દત માટે રોકાણ કરી શકો છો. આમાં રોકાણની રકમ પર દરેક કવાટર પર દર ત્રણ મહિને વ્યાજ મળે છે. દર ત્રણ મહિનાના અંતમાં કમ્પાઉન્ડ વ્યાજની સાથે વ્યાજના રૂપિયા તમારા ખાતામાં જમા થઈ જાય છે. વર્તમાન સમયમાં 5.8 ટકાના દરથી વ્યાજ મળે છે. આ વ્યાજ દર એક એપ્રિલ 2020થી લાગૂ છે. કેન્દ્ર સરકાર દરેક ક્વાટરમાં તેમની બચત યોજનાના વ્યાજ દર નક્કી કરે છે.
એક વર્ષ બાદ જમા રકમ પર 50 ટકા સુધી એક વખત લોન લેવાની પણ સુવિધા આપવામાં આવે છે. જેને વ્યાજ દરની સાથે જ ચૂકવી શકાય છે. આટલું જ નહિ આ ખાતાને એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં પણ ટ્રાન્સફર કરી શકાય છે. તેને IIPB બચત ખાતા દ્વારા ઓનલાઈન પણ જમા કરી શકાય છે.
જો તમે દર મહિને પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટમાં 10,000 રૂપિયા જમા કરો છો, તો તમે એક વર્ષમાં 1.20 લાખ રૂપિયા જમા કરશો. ત્યારે પાકતી મુદ્દતે તમને 16.78 લાખ રૂપિયા મળશે. પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ પર વર્તમાન સમયમાં 5.8 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યુ છે. ત્રિમાસિક ધોરણે વ્યાજનું કમ્પાઉન્ડિંગ કરવામાં આવે છે. આ રીતે રિકરિંગ ડિપોઝિટ દ્વારા તમે લાખો રૂપિયાનું ફંડ તૈયાર કરી શકો છો.
દંડ થઈ શકે છે
સમય પર રૂપિયા જમા નહિ કરાવવા પર દંડ પણ ચૂકવવો પડે છે. તે પ્રત્યેક 100 રૂપિયા પર 1 રૂપિયો હશે. જો તમે કોઈ પણ રકમ જમા કરાવી શકતા નથી, તો તમને 1 ટકાના દરે દંડ ભરવો પડશે. જ્યારે 4 વાર રકમ જમા ન કરાવવા પર તમારુ ખાતુ બંધ કરી દેવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર