આ બૅન્કની મદદથી ખરીદો કાર, રુ. 5 લાખનું કેશબૅક સહિત મળશે આ ફાયદો

News18 Gujarati
Updated: December 1, 2019, 8:54 AM IST
આ બૅન્કની મદદથી ખરીદો કાર, રુ. 5 લાખનું કેશબૅક સહિત મળશે આ ફાયદો
આ ઑફરમાં તમે 50 ટકા સુધીનું કેશબૅક મેળવી શકો છો

એસબીઆઈ કાર ખરીદી પર 50 ટકા સુધીનું કેશબૅક આપી રહી છે. કેશબૅકની આ રકમ 5 લાખ રૂપિયા સુધીની હશે. અન્ય સુવિધાઓ પણ મળી રહી છે.

  • Share this:
જો તમે પણ નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ સમાચાર જરુરી છે. દેશની સૌથી મોટી બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા તેના ગ્રાહકોને કાર ખરીદવાની એક મોટી તક આપી રહી છે. એસબીઆઈની આ ઑફરમાં તમને માત્ર કેશબૅક જ નહીં, પણ તમને બીજા ઘણા ફાયદા પણ મળશે.

SBI તરફથી એક્સક્લુઝિવ ઑફર

ખરેખર સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI) એ બે દિવસ પહેલા એક ટ્વીટ કર્યું છે, જેમાં આ ઑફર વિશે માહિતી આપવામાં આવી છે. એસબીઆઇએ આ ટ્વિટમાં કહ્યું છે કે તમે ફોર્ડ કંપની (Ford Cars) ની કોઈપણ શ્રેણીની કાર પસંદ કરો છો અને યોનો એસબીઆઇની મદદથી એક્સક્લુઝિવ ઑફરનો લાભ લો. આ માટે તમારે એસબીઆઈ યોનો એપ દ્વારા કાર બૂક કરવાની રહેશે.


50% સુધીની કેશબૅક ઑફર

આ ટ્વિટમાં એસબીઆઈએ પોસ્ટર પણ શેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એસબીઆઈ યોનોની મદદથી તમે કોઈપણ ફોર્ડ કાર ખરીદી શકો છો અને 50 ટકા સુધીનું કેશબૅક મેળવી શકો છો. આ ઑફર અંતર્ગત તમે 5 લાખ રૂપિયા સુધીનું કેશબૅક મેળવી શકો છો.

ઉપરાંત જો તમે આ ઑફર હેઠળ કાર લોન લો છો, તો તમારે કોઈ પ્રોસેસિંગ ફી (Car Loan Processing Fees) ચૂકવવી પડશે નહીં. આ સાથે તમને કાર લોન પર 0.25 ટકા વ્યાજ દરની છૂટ પણ મળશે. આમાં તમને 22,113 રૂપિયા સુધીની એક્સેસરીઝ પણ ફ્રીમાં મળશે.
First published: December 1, 2019
વધુ વાંચો
अगली ख़बर