Home /News /business /Honda Cars તેની આ ગાડીઓ પર આપી રહી છે આકર્ષક ડિસ્કાઉન્ટ, જુઓ યાદી

Honda Cars તેની આ ગાડીઓ પર આપી રહી છે આકર્ષક ડિસ્કાઉન્ટ, જુઓ યાદી

હોન્ડા કાર (ફાઇલ તસવીર)

Honda City 4th જનરેશન પર પણ 20000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. તેમાં રૂ. 5000નું હોન્ડા કસ્ટમર લોયલ્ટી બોનસ, રૂ. 7000નું હોન્ડા કાર એક્સચેન્જ બોનસ અને રૂ. 8,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.

નવી દિલ્હી: હોન્ડા કાર્સ (Honda Cars) માર્ચ મહિનામાં પણ તેની કાર્સ પર ડિસ્કાઉન્ટ (Attractive Discount) આપી રહી છે. જાપાનીઝ કાર નિર્માતા કંપની હોન્ડા કાર્સે ભારતમાં તેની હાલની લાઇન-અપ પર બમ્પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. એટલું જ નહીં, આ ઑફર્સ (Offer in March 2022) આખા મહિના માટે ઉપલબ્ધ છે. કંપની દ્વારા ઑફર કરાયેલું ડિસ્કાઉન્ટ Honda અમેઝ, Honda City 5th જનરેશન, Honda City 4th જનરેશન, Honda WR-V અને Honda Jazz પર ઉપલબ્ધ છે. મોડલ અને વેરિઅન્ટના આધારે આ ડિસ્કાઉન્ટ 35,596 રૂપિયા સુધી આપવામાં આવી રહ્યું છે.

5th જનરેશન કાર્સ પર આકર્ષક છૂટ

5th જનરેશન કોમ્પેક્ટ સેડાન હોન્ડા સિટી પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ રૂ. 35,596 છે. હોન્ડાએ આ મોડલ પર લગભગ 36,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે. બીજી તરફ, હોન્ડા સિટી 5th જનરેશન પરના ડિસ્કાઉન્ટમાં રૂ. 10,000 કેશ ડિસ્કાઉન્ટ, રૂ. 5000 કાર એક્સચેન્જ, રૂ. 5000 હોન્ડા કસ્ટમર લોયલ્ટી બોનસ, રૂ. 7000 હોન્ડા કાર એક્સચેન્જ બોનસ અને રૂ. 8000 કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે.

Honda સિટી 4th જનરેશન પર રૂ. 20,000નું ડિસ્કાઉન્ટ

Honda સિટી 4th જનરેશન પર પણ 20000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. તેમાં રૂ. 5000નું હોન્ડા કસ્ટમર લોયલ્ટી બોનસ, રૂ. 7000નું હોન્ડા કાર એક્સચેન્જ બોનસ અને રૂ. 8,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. હોન્ડાની હેચબેક Jazz પર 33,158 રૂપિયાનું બીજું સૌથી મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

આ પણ વાંચો: Russia-Ukraine વચ્ચે તણાવની ભારતીય Stock Market પર અસર, અત્યારે કયા શેર ખરીદવા જોઈએ?

સબ-કોમ્પેક્ટ SUV WR-V પર બમ્પર ઓફર

આ સિવાય હોન્ડાની સબ-કોમ્પેક્ટ SUV WR-V પર 26000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં કાર એક્સચેન્જ પર રૂ. 10,000ની છૂટ, રૂ. 5,000 હોન્ડા ગ્રાહક લોયલ્ટી બોનસ, રૂ. 7,000 હોન્ડા કાર એક્સચેન્જ બોનસ અને રૂ. 4,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.

વધુમાં, Honda અમેઝ સબ-કોમ્પેક્ટ સેડાન તમામ વેરિઅન્ટમાં રૂ. 15,000 સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી રહી છે. આમાં રૂ. 5,000નું હોન્ડા ગ્રાહક લોયલ્ટી બોનસ, રૂ. 6,000નું હોન્ડા કાર એક્સચેન્જ બોનસ અને રૂ. 4,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.

આ પણ વાંચો: ટિયાગો iCNG, ટિગોર iCNG લોંચ, જાણો કેટલી કિંમત ચૂકવવી પડશે,

જાપાનીઝ કાર નિર્માતા કંપનીએ જાન્યુઆરીમાં તેના વેચાણમાં ત્રણ ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. જેમાં 12,149 એકમોનું વેચાણ થયું હતું. એક વર્ષ અગાઉના આ જ મહિનામાં કંપનીએ કુલ 12,552 વાહનોનું વેચાણ કર્યું હતું. જાન્યુઆરીમાં તેનું સ્થાનિક વેચાણ 10,427 યુનિટ હતું. જ્યારે જાન્યુઆરી 2021માં કંપનીએ 11,319 યુનિટ્સનું વેચાણ કર્યું હતું.
First published:

Tags: Automobile, Bank, Honda, કાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો