PM Shram Yogi Man Dhan Yojana: શ્રમિકોને પેન્શન મળે તે માટે મોદી સરકાર દ્વારા ખાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનું નામ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના છે. આ યોજના અસંગઠીત ક્ષેત્રના શ્રમિકો માટે બનાવાઇ છે. આ યોજના હેઠળ રેલરોડર્સ, રિક્ષાચાલકો, બાંધકામ ક્ષેત્રના કામદારો અને અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વૃદ્ધાવસ્થામાં સુરક્ષા મળી રહે તે માટે પ્રયાસ થશે.
સરકાર આ યોજના હેઠળ કામદારોને પેન્શનની બાંહેધરી આપે છે. આ સ્કીમમાં તમે દરરોજ માત્ર 2 રૂપિયાની બચત કરીને વાર્ષિક 36000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો.
દર મહિને 55 રૂપિયા જમા કરાવવા પડશે
આ સ્કીમ શરૂ કરવા પર તમારે દર મહિને 55 રૂપિયા જમા કરાવવા પડશે. એટલે કે 18 વર્ષની ઉંમરે રોજના લગભગ 2 રૂપિયાની બચત કરીને તમે વાર્ષિક 36,000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. જો કોઈ વ્યક્તિ 40 વર્ષની ઉંમરથી આ યોજનામાં રોકાણ શરૂ કરે તો તેને દર મહિને 200 રૂપિયા જમા કરાવવા પડશે. 60 વર્ષની ઉંમર પૂરી થયા બાદ તમને પેંશન મળવાનું શરૂ થઈ જશે. 60 વર્ષ પછી તમને દર મહિને 3000 રૂપિયા એટલે કે 36000 રૂપિયા પ્રતિ વર્ષ પેંશન મળશે.
- સીએસસી સેન્ટરમાં કામદારો પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. સરકારે આ યોજના માટે વેબ પોર્ટલ પણ બનાવ્યું છે.
- આ કેન્દ્રોના માધ્યમથી ઓનલાઈન તમામ માહિતી ભારત સરકાર પાસે જશે.
રજીસ્ટ્રેશન માટે તમારે તમારા આધાર કાર્ડ, સેવિંગ્સ અથવા જનધન બેંક એકાઉન્ટ પાસબુક, મોબાઇલ નંબરની જરૂર પડશે. આ ઉપરાંત સંમતિ પત્ર આપવો પડશે. પેંશન માટેના નાણાં સમયસર બેંક ખાતામાંથી કાપી શકાય તે માટે સંમતિ પત્ર જ્યાં કામદારનું બેંક ખાતું હશે તે બેંક શાખામાં પણ આપવો પડશે.
પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રના 40 વર્ષથી ઓછી ઉંમરના અને કોઈ પણ સરકારી યોજનાનો લાભ ન લઈ રહ્યા હોય તેવા શ્રમિકો લાભ લઈ શકે છે. આ યોજનામાં અરજી કરનાર વ્યક્તિની માસિક આવક 15 હજાર રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
ટોલ ફ્રી નંબર પરથી મેળવો જાણકારી
સરકારે આ યોજના માટે શ્રમ વિભાગ ઓફિસ, LIC, EPFOને લેબર ફેસિલિટેશન સેન્ટર બનાવાઈ છે. અહીં મુલાકાત લઈને શ્રમિકો આ યોજના વિશે માહિતી મેળવી શકે છે. સરકારે આ યોજના માટે 18002676888 ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. આ નંબર પર કોલ કરીને સ્કીમની જાણકારી પણ મેળવી શકાય છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર