Home /News /business /બીજુ બધુ જ છોડીને અહીંથી કરો રિચાર્જ અને બિલ પેમેન્ટ, દર વખતે મળશે 5 ટકા સુધી કેશબેક
બીજુ બધુ જ છોડીને અહીંથી કરો રિચાર્જ અને બિલ પેમેન્ટ, દર વખતે મળશે 5 ટકા સુધી કેશબેક
મળશે 5 ટકા કેશબેક
જો તમે મોબાઈલ રિચાર્જ, ડીટીએચ રિચાર્જ કે બિલ પેમેન્ટ કરતા હોવ તો આ ખબર તમારા માટે છે. તમે ગૂગલ પે અને ફ્રીચાર્જ એપ દ્વારા રિચાર્જ અને બિલ પેમેન્ટ પર 5 ટકા નિશ્ચિત કેશબેક મેળવી શકો છો.
નવી દિલ્હીઃ જો તમે મોબાઈલ રિચાર્જ, ડીટીએચ રિચાર્જ કે બિલ પેમેન્ટ કરતા હોવ તો આ ખબર તમારા માટે છે. તમે ગૂગલ પે અને ફ્રીચાર્જ એપ દ્વારા રિચાર્જ અને બિલ પેમેન્ટ પર 5 ટકા નિશ્ચિત કેશબેક મેળવી શકો છો. જો કે તેના માટે તમારી પાસે એક્સિસ બેંક એસ ક્રેડિટ કાર્ડ કે એક્સિસ બેંક ફ્રીચાર્જ ક્રેડિટ કાર્ડ હોવું જોઈએ.
ખાસ વાત તો એ છે કે આ બંને કાર્ડ દ્વારા મળવાવાળા કેશબેક પર કોઈ કેપિંહ નથી. ઉદાહરણ માટે જો તમે મહિનામાં એક લાખ રૂપિયાનું રિચાર્જ કરો અને બિલ પેમેન્ટ કરો છો, તો પાંચ ટકાના હિસાબથી તમે 5,000 રૂપિયા કેશબેક મેળવી શકો છો. અને રકમ સીધા જ તમારા ક્રેડિટ કાર્ડ એકાઉન્ટમાં મળી જાય છે. આ રીતે તમારે રિવોર્ડ પોઈન્ટની રીતે રિડીમ કરવાની જરૂર હોતી નથી.
1. આ કાર્ડ દ્વારા Google Pay એપ પર મોબાઈલ રિચાર્જ, ડીટીએચ રિચાર્જ, બિલ પેમેન્ટ કરવા પર અનલિમિટેડ 5 ટકા કેશબેક મળે છે. 2. આ કાર્ડ દ્વારા સ્વિગી, ઝોમેટો અને ઓલા પર પેમેન્ટ કરવા પર અનલિમિટેડ 4 ટકા કેશબેક મળે છે. 3. કેટલીક કેટેગરીને છોડીને બધા જ ઓનલાઈન અને ઓફલાઈન ટ્રાન્ઝેક્શન પર અનલિમિટેડ 2 ટકા કેશબેક મળે છે.
1. ફ્રીચાર્જ એપ પર કોઈ કેટેગરીમાં ખર્ચ કરવા પર 5 ટકા અનલિમિટેડ કેશબેક મળે છે 2. આ કાર્ડ દ્વારા Ola, Uber, Shuttle પર 2 ટકા અનલિમિટેડ કેશબેક મળે છે. 3. કેટલીક કેટેગરીને છોડીને અન્ય બધા જ ટ્રાન્ઝેક્શન પર 1 ટકાનું અનલિમિટેડ કેશબેક મળે છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર