RIL Big Deal: રિલાયન્સ રિટેલમાં 0.84% હિસ્સેદારી માટે 3,675 કરોડ રૂપિયાનું રોકાણ કરશે General Atlantic

RIL Big Deal: રિલાયન્સ રિટેલમાં 0.84% હિસ્સેદારી માટે 3,675 કરોડ રૂપિયાનું રોકાણ કરશે General Atlantic
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની ફાઇલ તસવીર

અમેરિકન પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ જનરલ અટલાન્ટિક રિલાયન્સ રિટેલમાં 3675 કરોડનું રોકાણ કરશે

 • Share this:
  નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોમમાં મોટું રોકાણ કર્યા બાદ હવે અમેરિકન પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ જનરલ અટલાન્ટિક (General Atlantic) RRVL (Reliance Retail Ventures Limited)માં 3675 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેના બદલામાં કંપનીને રિલાયન્સ રિટેલમાં 0.84 ટકા હિસ્સેદારી મળશે. આ મહિનાના શરૂઆતમાં દુનિયાની દિગ્ગજ ટેક ઇન્વેસ્ટર કંપની સિલ્વર લેક (Silver Lake)એ પણ રિલાયન્સ રિટેલમાં 7500 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. તેના બદલામાં કંપનીને રિલાયન્સ રિટેલ (RRVL)માં 1.75 ટકાની હિસ્સેદારી મળી છે. બીજી તરફ, અમેરિકન કંપની KKRએ રિલાયન્સ રિટેલમાં 1.75 ટકા હિસ્સેદારી 5550 કરોડ રૂપિયામાં ખરીદી છે. RRVLની સહાયક કંપની રિલાયન્સ રિટેલ લિમિટેડ ભારતની સૌથી ઝડપથી વધી રહેલા રિટેલ બિઝનેસનું સંચલન કરે છે.

  RIL-General Atlantic Deal-  રિલાયન્સ રિટેલમાં જનરલ અટલાન્ટિક 0.8 ટકા હિસ્સેદારી 3675 કરોડ રૂપિયામાં ખરીદશે. જનરલ અટલાન્ટિકે રિલાયન્સ રિટેલમાં 4.28 લાખ કરોડના વેલ્યૂએશન પર રોકાણ કર્યું છે.  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર (Mukesh Ambani, Chairman and Managing Director of Reliance Industries) મુકેશ અંબાણીએ જણાવ્યું કે, અમે જનરલ અટલાન્ટિકની સાથે અમારા સંબંધોને આગળ વધારવાની ખૂબ ખુશી છે. કારણકે અમે વેપારીઓ અને ગ્રાહકો બંનેને સામન રૂપથી સશક્ત બનાવવા અને અંતે ભારતીય રિટેલને બદલવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. રિલાયન્સ રિટેલની જેમ, જનરલ અટલાન્ટિક ભારત અને દુનિયાભરમાં પ્રગતિ, વિકાસ અને સમાવેશન માટે ડિજિટલ સક્ષમતાની મૌલિક ક્ષમતામાં વિશ્વાસ ધરાવે છે.

  આ પણ વાંચો, જાહેર થયા પેટ્રોલ-ડીઝલના નવા Rates, જાણો આપના શહેરમાં આજે શું છે ભાવ

  જનરલ અટલાન્ટિકના મુખ્ય કારોબારી અધિકારી બિલ ફોર્ડે કહ્યું કે, જનરલ અટલાન્ટિક દેશના રિટેલ ક્ષેત્રમાં પર્યાપ્ત સકારાત્મક ફેરફાર લાવવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નવા બિઝનેસ મિશનનું સમર્થન કરવા માટે ઉત્સાહિત છીએ.

  જનરલ અટલાન્ટિકનું રિલાયન્સ ગ્રુપમાં આ બીજું રોકાણ છે. આ પહેલા તેણે જિયો પ્લેટફોર્મ્સમાં 6,598.38 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

  દેશના સંગઠિત રિટેલ વેપારમાં રિલાયન્સે 2006માં શરૂઆત કરી હતી. સૌથી પહેલા આ કંપનીએ હૈદરાબાદમાં રિલાયન્સ ફ્રેશ સ્ટોર ખોલ્યા હતા. કંપનીનો આઇડિયા હતો કે તે નજીકના બજારમાંથી ગ્રાહકોને ગ્રોસરી અને શાકભાજી ઉપલબ્ધ કરાવે. 25,000 કરોડ રૂપિયાની શરુઆતમાં કંપની કન્ઝૂમર ડ્યૂરેબલ્સ, ફાર્મસી અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટસ ઉપલબ્ધ કરાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ કંપનીએ ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને કેશ એન્ડ કેરી બિઝનેસમાં પણ ડગલાં માંડ્યા.

  આ પણ વાંચો, IPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ


  ઇલેક્ટ્રોનિક રિટેલ ચેનને કંપનીએ 2007માં લૉન્ચ કર્યું હતું. ત્યારબાદ 2008 અને 2011માં રિલાયન્સે ફેશન અને હોલસેલ બિઝનેસમાં રિલાયન્સ ટ્રેન્ડ્સ અને રિલાયન્સ માર્કેટની શરૂઆત કરી. 2011 સુધી રિલાયન્સ રિટેલના સેલ્સથી કમાજ્ઞી 1 અબજ ડૉલરને પાર પહોંચી ગઈ હતી. રિલાયનસ રિટેલની નજર લાખો ગ્રાહકો અને લઘુ અને નાના ઉદ્યમોને સશક્ત કરવા અને પસંદગીના ભાગીદારોના રૂપમાં વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓની સાથે મળી કામ કરતા ભારતીય રિટેલ બજારને ફરીથી સંગઠિત કરવા પર છે.

  (ડિસ્કેલમરઃ ન્યૂઝ18 ગુજરાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડીયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)
  Published by:Mrunal Bhojak
  First published:September 30, 2020, 09:07 am