રિલાયન્સ રિટેલ-જનરલ એટલાન્ટિક ડીલ ભારતના રિટેલ માર્કેટ માટે કેમ અગત્યની? જાણો 8 પોઇન્ટ્સમાં

રિલાયન્સ રિટેલ-જનરલ એટલાન્ટિક ડીલ ભારતના રિટેલ માર્કેટ માટે કેમ અગત્યની? જાણો 8 પોઇન્ટ્સમાં
અમેરિકાની પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ જનરલ અટલાન્ટિક રિલાયન્સ રિટેલમાં 3675 કરોડ રૂપિયા રોકી 0.8 ટકાની હિસ્સેદારી ખરીદશે

અમેરિકાની પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ જનરલ અટલાન્ટિક રિલાયન્સ રિટેલમાં 3675 કરોડ રૂપિયા રોકી 0.8 ટકાની હિસ્સેદારી ખરીદશે

 • Share this:
  નવી દિલ્હીઃ અમેરિકાની પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ જનરલ અટલાન્ટિક (General Atlantic)એ રિલાયન્સ રિટેલ (Reliance Retail)માં 3675 કરોડ રૂપિયાના રોકાણ કરવાની જાહેરાત કરી છે. તેના બદલામાં જનરલ અટલાન્ટિકને રિલાયન્સ રિટેલમાં 0.84 ટકા હિસ્સેદારી મળશે. આ સાથે રિલાયન્સ રિટેલમાં વિદેશી કંપનીઓ દ્વારા કરવામાં આવેલી એક જ મહિનામાં આ ત્રીજી ડીલ છે. સિલ્વર લેક, કેકેઆર બાદ જનરલ અટલાન્ટિકે રિલાયન્સ રિટેલમાં રોકાણ કરવાની જાહેરાત દર્શાવે છે કે ભારતના રિટેલ માર્કેટમાં વિપુલ તકો રહેલી છે.

  રિલાયન્સ રિટેલ વેન્ચર્સ અને જનરલ એટલાન્ટિક વચ્ચે થયેલી ડીલના આ 8 મુદ્દાઓ જાણવા ખૂબ જરૂરી  1. રિલાયન્સ રિટેલમાં જનરલ અટલાન્ટિક 0.8 ટકા હિસ્સેદારી 3675 કરોડ રૂપિયામાં ખરીદશે.
  2. જનરલ અટલાન્ટિકે રિલાયન્સ રિટેલમાં 4.28 લાખ કરોડના વેલ્યૂએશન પર રોકાણ કર્યું છે.
  3. જનરલ એટલાન્ટિસે આ પહેલા રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સમાં રૂપિયા 6598 કરોડના રોકાણની જાહેરાત કરી હતી.
  4. રિલાયન્સ રિટેલ ભારતના સૌથી મોટા રિટેલ બિઝનેસનું સંચાલન કરે છે, જે દેશભરમાં તેના 12,000 જેટલા સ્ટોર્સમાં અંદાજિત 640 મિલિયન ગ્રાહકોને સેવા પૂરી પાડે છે.
  5. રિલાયન્સ રિટેલ બિઝનેસનો વ્યાપ વધારી રહી છે અને તેનું લક્ષ્ય છે કે દેશના રિટેલ માર્કેટનો મોટો હિસ્સો તેના થકી સંચાલિત થાય. પોતાના વ્યાપ વધારાની સાથે રિલાયન્સ રિટેલ અમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઓનલાઇન શોપિંગની કંપનીઓને ટક્કર આપવા સજ્જ થઈ છે.
  6. વિશ્વની મોટા ઇન્વેસ્ટર્સ દ્વારા રિલાયન્સ રિટેલમાં કરવામાં આવી રહેલા રોકાણથી સ્પષ્ટ થાય છે કે ભારતના રિટેલ સેક્ટરમાં વિપુલ તકો ઉપલબ્ધ છે.
  7. નોંધનીય છે કે, સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પ્રાઇવેટ ઇક્વિટી જાયન્ટ સિલ્વર લેક પાર્ટનર્સ (Silver Lake Partners)એ જાહેરાત કરી હતી કે તેઓ રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં 7500 કરોડનું રોકાણ કરી 1.75 ટકાની હિસ્સેદારી ખરીદશે.
  8. ગત સપ્તાહે પ્રાઇવેટ ઇક્વિટી ફંડ કેકેઆર (KKR & Co)એ જાહેરાત કરી હતી કે ત ઓ રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં 5550 કરોડ રૂપિયાનું રોકાણ કરી કંપનીમાં 1.28 ટકાની હિસ્સેદારી ખરીદશે.

  (ડિસ્કેલમરઃ ન્યૂઝ18 ગુજરાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડીયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)
  Published by:Mrunal Bhojak
  First published:September 30, 2020, 15:03 pm

  ટૉપ ન્યૂઝ