ચાર સપ્તાહમાં સૌથી મોટું રોકાણ! Jio પ્લેટફોર્મમાં રૂ.6598.38 કરોડનું રોકણ કરશે જનરલ એટલાન્ટિક

News18 Gujarati
Updated: May 17, 2020, 11:06 PM IST
ચાર સપ્તાહમાં સૌથી મોટું રોકાણ! Jio પ્લેટફોર્મમાં રૂ.6598.38 કરોડનું રોકણ કરશે જનરલ એટલાન્ટિક
પ્રતિકાત્મક

આ ચાર સપ્તાહમાં જિયો પ્લેટફોર્મમાં સૌથી મોટું રોકાણ છે. આ ઉપરાંત આ એશિયામાં જનરલ એટલાન્ટિકનું સૌથી મોટું રોકાણ પણ છે.

  • Share this:
મુંબઈઃ ફેસબુક, સિલ્વર લેક અને વિસ્ટા ઈક્વિટી પછી હવે જનરલ એટલાન્ટિકે RILના રિલાયન્સ જિયો પ્લેટફોર્મમાં રૂ.6598.38 કરોડનું રોકાણ કર્યું છે. આ ચાર સપ્તાહમાં જિયો પ્લેટફોર્મમાં સૌથી મોટું રોકાણ છે. આ ઉપરાંત આ એશિયામાં જનરલ એટલાન્ટિકનું સૌથી મોટું રોકાણ પણ છે. આ રોકાણ આરઆઈએલના 1.34 ટકા ભાગીદારી બરોબર છે.

આ અંગે રિલાયન્સે કહ્યું હતું કે, અગ્રણી વૈશ્વિક વિકાસ રોકાણકારોના રોકાણથી જિયોને ભારતમાં એક ડિજિટલ સોસાયટીના નિર્માણ માટે પોતાની ઈકોસિસ્ટમને સક્ષમ કરવામાં મદદ મળશે. આ જિયોની ટેક્નિકલ ક્ષમતાઓ અને કોરોના વાયરસ સમયમાં અને તેનાથી આગળ વ્યાપાર મોડલની ક્ષમતાને મજૂબત કરે છે. આ ડીલ પછી ચાર સપ્તાહમાં જિયો પ્લેટફોર્મે 67,194.75 કરોડ રૂપિયા એકઠાં કર્યા છે.

ગ્રાફિક્સ
ઈક્વિટી વેલ્યૂ 4.91 લાખ કરોડ
જનરલ એટલાન્ટિકે જિયોની ઈક્વિટી વેલ્યૂ 4.91 લાખ કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઈઝ વેલ્યૂ 5.16 લાખ કરોડ રૂપિયા લગાવી છે. રોકાણ પછી GAની કંપનીમાં ભાગીદારી 1.34 ટકા હશે.

આ પણ વાંચોઃ-Jio- Vista Equity Deal: રિલાયન્સના શૅરમાં આવી જોરદાર તેજી, એક મહિનામાં મળ્યું 29%નું રિટર્ન

ગ્રાફિક્સ


પહેલા વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સે કર્યું હતું રોકાણ
આ પહેલા ખાનગી ઈક્વિટી ફર્મ વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સે રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સમાં 2.32 ટકા ભાગીદારી સાથે 11,367 કરોડ રૂપિયાનું કરોણ કરવાની વાત કરી હતી.

આ પણ વાંચોઃ-બે સપ્તાહમાં 60,596 કરોડ રૂપિયાની ડીલ કરી Jio બની દેશની ત્રીજી સૌથી મોટી કંપની

જિયો અને ફેસબુક વચ્ચે થઈ હતી ડીલ
સોશિયલ મીડિયા ક્ષેત્રની દિગ્ગજ અમેરિકી કંપની ફેસબુકે 22 એપ્રિલ 2020એ મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ગ્રૂપની કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડમાં 9.99 ટકા ભાગીદારી ખરીદવા માટે 5.7 અરબ ડોલર (43,574 કરોડ રૂપિયા)ના રોકાણ કરાર કર્યા હતા. ફેસબુક અને જિયો વચ્ચે આ ડીલને ભારતના ટેક્નોલોજી સેક્ટરમાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ માનવામાં આવે છે. આ રોકાણ બાદ જિયો ભારતની 5 સૌથી મોટી લિસ્ટેડ કંપનીઓ પૈકી એક બની જશે.
First published: May 17, 2020, 6:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading