નવી દિલ્હી : વર્તમાન વિત્ત વર્ષના બીજા ક્વાર્ટરમાં એટલે કે જુલાઇ-સપ્ટેમ્બર મહિનામાં જીડીપી ગ્રોથ રેટ ઘટીને 4.5 ટકાના સ્તરે આવી ગયો છે. પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી દર 5 ટકાના સ્તરે હતો. આ છેલ્લા 26 ક્વાર્ટરમાં સૌથી ઓછો છે. ગત વિત્ત વર્ષના આ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 7 ટકાના દરે હતો.
જીવીએ પણ ઘટીને 4.3 ટકાના સ્તરે
સપ્ટેમ્બર ક્વાર્ટર માટે ગ્રોસ વેલ્યુ એડેડ એટલે કે જીવીએ પણ ઘટીને 4.3 ટકાના સ્તરે છે. પ્રથમ ક્વાર્ટરમાં આ 4.9 ટકાને સ્તરે હતો. એક વર્ષ પહેલા આ સમયગાળામાં આ 6.9 ટકા હતો.
આ પણ વાંચો - રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સૌથી મોટો રૅકોર્ડ સર્જ્યો! માર્કેટ કૅપ 10 લાખ કરોડને પાર
ઘણી એજન્સીઓએ જીડીપી ગ્રોથ ઘટવાનો અંદાજ લગાવ્યો હતો
ઉલ્લેખનીય છે કે આ પહેલા ઇન્ડિયા રેટિંગ્સ, ક્રિસિલ સહિત ઘણી એજન્સીઓએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અર્થવ્યવસ્થાના વિકાસ દરમાં ઘટાડાનો અંદાજ લગાવ્યો હતો. રેટિંગ એજન્સીઓનું માનવું છે કે સુસ્ત ડિમાન્ડ, રોકાણમાં કમી અને લિક્વિડિટીની પરેશાનીના કારણે આર્થિક સુસ્તી વધારે સંકટ બની શકે છે. ઇન્ડિયા રેટિંગ્સ અને ક્રિસિલે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 4.7 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો.
હવે શું થશે
ન્યૂઝ એજન્સી રોયટર્સે પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે ભારતીય રિઝર્વ બેન્ક ફરી રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. 3 થી 5 ડિસેમ્બર સુધી ચાલનારી MPC બેઠકમાં રેપો રેટ ઘટાડીને 4.9 ટકા કરી શકાય છે. સર્વેમાં સામેલ મોટાભાગના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ઘરેલું દેવાની ધીમી રફ્તાર અને કંપનીઓના ઘટી રહેલા નફાને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને રફ્તાર પકડવામાં સમય લાગશે.
Published by:Ashish Goyal
First published:November 29, 2019, 18:17 pm