Home /News /business /

મંદીમાં ભારતની અર્થવ્યવસ્થા! GDPમાં આવી 23.9 ટકાની રેકોર્ડ ગિરાવટ

મંદીમાં ભારતની અર્થવ્યવસ્થા! GDPમાં આવી 23.9 ટકાની રેકોર્ડ ગિરાવટ

મંદીમાં ભારતની અર્થવ્યવસ્થા! GDPમાં આવી 23.9 ટકાની રેકોર્ડ ગિરાવટ

આ સતત પાંચમો મહિનો છે જ્યારે બુનિયાદી ઉદ્યોગોનું ઉત્પાદન ઘટ્યું છે

  નવી દિલ્હી : કોરોના વાયરસના (Coronavirus)કારણે એપ્રિલથી જૂનના આ વિત્ત વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં સફળ ઘરેલું ઉત્પાદ (GDP)માં 23.9 ટકાની રેકોર્ડ ગિરાવટ આવી છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિક્સ એન્ડ પ્રોગામ ઇમ્પ્લીમેંટેશન મંત્રાલયે વિત્ત વર્ષ 2020-21ના એપ્રિલથી જૂન ક્વાર્ટરના જીડીપી આંકડા જાહેર કર્યા છે. થોડા સમય પહેલા આવેલા કોર સેક્ટરના આંકડાએ પણ નિરાશ કર્યા છે. જુલાઈ મહિનામાં આઠ ઇન્ડસ્ટ્રીના ઉત્પાદનમાં 9.6 ટકાની ગિરાવટ આવી છે. મંત્રાલયના આંકડા પ્રમાણે પ્રથમ ક્વાર્ટરમાં સ્થિર કિંમતો પર એટલે કે રિયલ જીડીપી 26.90 લાખ કરોડ રૂપિયાની રહી છે. જ્યારે ગત વર્ષમાં આ ગાળામાં આ 35.35 લાખ કરોડ રૂપિયા હતી. આ રીતે તેમાં 23.9 ટકાનો ઘટાડો થયો છે.

  8 બુનિયાદી ઉદ્યોગોના ઉત્પાદનમાં જુલાઇ મહિનામાં 9.6 ટકાનો ઘટાડો આવ્યો છે. આ સતત પાંચમો મહિનો છે જ્યારે બુનિયાદી ઉદ્યોગોનું ઉત્પાદન ઘટ્યું છે. મુખ્ય રૂપથી સ્ટિલ, રિફાઇનરી અને સિમેન્ટના ક્ષેત્રના ખરાબ પ્રદર્શનના કારણે બુનિયાદી ઉદ્યોગોનું ઉત્પાદન ઘટ્યું છે. જુલાઈ 2019માં આઠ બુનિયાદી ઉદ્યોગ ઉત્પાદન 2.6 ટકા વધ્યું હતું.  આ પણ વાંચો - IPL 2020 : રૈના પછી આ દિગ્ગજ ખેલાડી છોડી શકે છે ચેન્નઈ સુપરકિંગ્સનો સાથ

  તમને જણાવી દઈએ કે આ ક્વાર્ટરમાં બે મહિના એપ્રિલ અને મે ના ગ્રોથને જોડવામાં આવ્યા છે. જેમાં લૉકડાઉનના કારણે અર્થવ્યવસ્થા પુરી રીતે ઠપ થઈ ગઈ હતી. જ્યારે જૂનમાં ઇકોનોમી ગ્રોથની ઝડપ થોડી રહી હતી. આ કારણે રેટિંગ એજન્સીઓ અને ઇકોનોમિસ્ટે આ વાતની આશંકા વ્યક્ત કરી હતી કે જૂન ક્વાર્ટરના જીડીપીમાં 16થી 25 ટકાનો ઘટાડો આવી શકે છે.

  વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે જુલાઇમાં ખાતરને છોડીને અન્ય સાત ક્ષેત્રો જેવા કે કોલસો, કાચું તેલ, પ્રાકૃતિક ગેસ, રિફાઇનરી ઉત્પાદન, સ્ટિલ અને વિજળી ક્ષેત્રના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: GDP, GDP growth, ભારત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन