Home /News /business /

આર્થિક ગ્રોથને ઝટકો! ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં GDP ગ્રોથ ઘટીને 6.6%

આર્થિક ગ્રોથને ઝટકો! ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં GDP ગ્રોથ ઘટીને 6.6%

ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં GDP ગ્રોથ ઘટીને 6.6% રહ્યો

વર્તમાન વિત્ત વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં GDP ગ્રોથને ઝટકો લાગ્યો

    વર્તમાન વિત્ત વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં GDP ગ્રોથને ઝટકો લાગ્યો છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ ગત ક્વાર્ટર કરતા 7.7 ટકાથી ઘટીને 6.6 ટકા રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વિત્ત વર્ષ 2019ના બીજા ક્વાર્ટરના જીડીપી સંશોધન પછી 7.1 ટકાથી ઘટાડીને 7 ટકા કરી દેવામાં આવ્યો હતો. આ જ રીતે 2019ના પ્રથમ ક્વાર્ટરનો જીડીપી સંશોધિત કરીને 8.2થી ઘટાડીને 8 ટકા કરી દેવામાં આવ્યો હતો. જ્યારે વિત્ત વર્ષ 2019નો જીડીપી અંદાજ 7.2 ટકાથી ઘટીને 7 ટકા કરી દેવામાં આવ્યો હતો.

    ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે ત્રીજા ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ 6.9 ટકાથી ઘટીને 6.7 ટકા રહ્યો છે જે વિત્ત વર્ષ 2018ના ત્રીજા ક્વાર્ટરમાં 8.6 ટકા રહ્યો હતો. વિત્ત વર્ષ 2019ના ત્રીજા ક્વાર્ટરમાં જીવીએ 6.3 ટકા રહ્યો છે જે 6.6 ટકા રહેવાનો અંદાજ હતો.

    આ પણ વાંચો - 1 માર્ચથી આવશે આ 6 બદલાવ, જાણો તમારા પર શું થશે અસર

    ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે ત્રીજા ક્વાર્ટરમાં કંસ્ટ્રક્શન સેક્ટરનો ગ્રોથ 8.5 ટકાથી વધીને 9.6 ટકા થયો છે. જે વિત્ત વર્ષ 2018ના ત્રીજા ક્વાર્ટરમાં 8 ટકો રહ્યો હતો. ટ્રેન્ડ એન્ડ હોટલ સેક્ટરનો ગ્રોત 6.9 ટકાએ યથાવત્ રહ્યો છે.

    ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે ત્રીજા ક્વાર્ટરમાં ફાઇનાન્સ અને રિયલ અસ્ટેટ સેક્ટરનો ગ્રોથ 7.2 ટકાથી વધીને 7.3 ટકા થયો છે. જે વિત્ત વર્ષ 2018ના ત્રીજા ક્વાર્ટરમાં 6.8 ટકા રહ્યો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: GDP, GDP growth

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन