Home /News /business /

GDP 2021-22 : નાણાકીય વર્ષ 2021-22માં જીડીપી ગ્રોથ દર 8.7 ટકા રહ્યો, તો છેલ્લા ક્વાર્ટરમાં માત્ર 4 ટકા

GDP 2021-22 : નાણાકીય વર્ષ 2021-22માં જીડીપી ગ્રોથ દર 8.7 ટકા રહ્યો, તો છેલ્લા ક્વાર્ટરમાં માત્ર 4 ટકા

નાણાકીય વર્ષ 2021-22માં GPD 8.7 ટકાના દરે વધ્યો

GDP 2021-22 : ચોથા ક્વાર્ટરમાં, દેશના આર્થિક વિકાસ (Indian Economy) માં મંદી જોવા મળી છે, જેના કારણે જીડીપી વૃદ્ધિ દર નીચો રહ્યો છે. આની પાછળ રશિયા અને યુક્રેન યુદ્ધ (russia ukraine war), એમિક્રોન (emicron) ની દસ્તક જેવા કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. નાણાકીય વર્ષ 2021-22માં GPD 8.7 ટકાના દરે વધ્યો છે. આજે મંગળવારે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે આ આંકડા જાહેર કર્યા છે. તો, ચોથા ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો વૃદ્ધિ દર 4.1 ટકા રહ્યો છે. ચોથા ક્વાર્ટરનો વિકાસ દર ચારેય ક્વાર્ટરમાં સૌથી નીચો રહ્યો છે. સમાચાર એજન્સી ANIએ એક ટ્વિટ દ્વારા સરકારને ટાંકીને આ માહિતી શેર કરી છે.

    નાણાકીય વર્ષ 2021-22માં ચોથા ક્વાર્ટરના આંકડા સૌથી નબળા રહ્યા છે. તેનું કારણ કોરોના મહામારી અને વૈશ્વિક કારણો માનવામાં આવે છે. તે પહેલા ક્વાર્ટરમાં 20.1 ટકા, બીજા ક્વાર્ટરમાં 8.4 ટકા અને ત્રીજા ક્વાર્ટરમાં 5.4 ટકા રહ્યો હતો. તેની સરખામણીમાં ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર ઘટીને 4.1 ટકા પર આવી ગયો છે.

    ચોથા ક્વાર્ટરમાં યુદ્ધની પણ અસર

    એવું માનવામાં આવે છે કે, જાન્યુઆરી અને માર્ચ વચ્ચે, કોરોના મહામારીના ઓમિક્રોન વેરિઅન્ટના દસ્તકને કારણે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે કોમોડિટીના ભાવમાં વધારો થયો છે. તેથી, ચોથા ક્વાર્ટરમાં, દેશના આર્થિક વિકાસમાં મંદી જોવા મળી છે, જેના કારણે જીડીપી વૃદ્ધિ દર નીચો રહ્યો છે.

    મેન્યુફેક્ચરિંગ સેક્ટરની હાલત ખરાબ છે

    NSO દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, ચોથા ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ નેગેટિવ (-) 0.2 ટકા હતો. તો, ગયા વર્ષના સમાન સમયગાળામાં, આ ઝડપ 6.9 ટકા હતી. કૃષિ ક્ષેત્રનો વિકાસ દર ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 3.1 ટકાની સામે 4.1 ટકા રહ્યો છે. બાંધકામ ક્ષેત્રનો વિકાસ દર ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 14.5 ટકાની સરખામણીએ 2 ટકા રહ્યો છે.

    આ પણ વાંચો - Success Story : આત્મનિર્ભરતાનું ઉદાહરણ બની છત્તીસગઢની ‘દ્રૌપદી’, 6100 મહિલા ખેડૂતોને બનાવી પગભર

    તો, વેપાર, હોટેલ, પરિવહન, સંદેશાવ્યવહાર અને પ્રસારણ સંબંધિત સેવાઓની સ્થિતિમાં સુધારો થયો છે. આ ક્ષેત્રોમાં ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 2.5 ટકાની સરખામણીએ 5.3 ટકા ગ્રોથ જોવા મળ્યો હતો. તો, નાણાકીય, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓમાં 4.5 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Business news, Business news in gujarati, GDP, GDP growth, India GDP

    આગામી સમાચાર