મોદી સરકારને પડકાર! દેશનો GDP ગ્રોથ ઘટી 5.8 ટકાએ પહોંચ્યો

News18 Gujarati
Updated: June 7, 2019, 3:52 PM IST
મોદી સરકારને પડકાર! દેશનો GDP ગ્રોથ ઘટી 5.8 ટકાએ પહોંચ્યો
પ્રતિકાત્મક તસવીર

ભારતનો ત્રિમાસિક જીડીપી ગ્રોથ હવે દુનિયામાં સૌથી ઝડપી નથી રહ્યો કેમ કે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ચીનનો ગ્રોથ 6.4 ટકા રહ્યો હતો

  • Share this:
અર્થવ્યવસ્થાના મોર્ચા પર મોદી સરકારના પડકાર વધવાના છે. નાણાકિય વર્ષ 2018-19ના ચોથા ત્રિમાસિકમાં દેશનો આર્થિક વિકાસ દર ઘટીને 6 ટકાથી પણ નીચો પહોંચી ગયો છે. જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં દેશનું ઘરેલુ ઉત્પાદન(જીડીપી) માત્ર 5.8 ટકાના દરે વધ્યો છે. સાંખ્યિકી વિભાગે શુક્રવારે વિકાસ દરના આંકડા જાહેર કર્યા છે. ભારતનો ત્રિમાસિક જીડીપી ગ્રોથ હવે દુનિયામાં સૌથી ઝડપી નથી રહ્યો કેમ કે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ચીનનો ગ્રોથ 6.4 ટકા રહ્યો હતો. તમને જણાવી દઈએ કે, નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળમાં નિર્મલા સિતારમનને નાણાંકીય કાર્યભાર સોંપવામાં આવ્યો છે. એવામાં તેમની સામે સૌથી મોટો પડકાર દેશના આર્થિક ગ્રોથને ફરી પાટા પર લાવવાનો રહેશે.

5 વર્ષમાં સૌથી ઓછો રહ્યો જીડીપી ગ્રોથ
ભારતીય અર્થવ્યવસ્થાનો ગ્રોથ ફિસ્કલ ઈયર 2019ના ચોથા એટલે કે માર્ચ 2019 ત્રિમાસિકમાં ઘટીને 5.8 ટકા પર આવી ગયો છે. આ પહેલા ડિસેમ્બર 2018માં તે 6.6 ટકા હતો. જ્યારે, મોટાભાગના અર્થશાસ્ત્રી માર્ટ 2019માં જીડીપીનો ગ્રોથ રેટ 6.3 રહેવાનું અનુમાન લગાવી રહ્યા હતા.

ભારતીય અર્થવ્યવસ્થાનો ગ્રોથ ચીન કરતા ઓછો રહી ગયો. માર્ચ 2019 ત્રિમાસિકમાં ચીનનો આર્થિક ગ્રોથ 6.4 ટકા હતો. સીએસઓ અનુસાર, રિયલ અથવા ઈનફ્લેશન એડજસ્ટ કર્યા બાદ ફિસ્કલ ઈયર 2018-19માં જીડીપીનો ગ્રોથ 6.8 ટકા રહ્યો છે. ગત વર્ષે જીડીપી ગ્રોથ 7.2 ટકા હતો.

નાણાંકીય વર્ષ 2013-14 બાદ પહેલી વખત ભારતીય વાર્ષીક જીડીપી ગ્રોથ ઘટીને આ સ્તર પર આવી ગયો છે. માર્ચ ત્રિમાસિકના જીડીપી ડેટાની વાત કરીએ તો, તે એપ્રિલ-જૂન 2018 બાદ સૌથી ઓછો છે.

કોટક મહિન્દ્રા બેન્કની ઈકોનોમીસ્ટ કહે છે કે, ભારતીય અર્થવ્યવસ્થા આ સમયે મુશ્કેલ નાણાકિય સ્થિતિઓની સાથે-સાથે નબળા ગ્લોબલ અને ડોમેસ્ટિક ડિમાન્ડ સિવાય પ્રાઈવેટ કન્ઝપ્શનમાં સુસ્તીનો સામનો કરી રહ્યો છે.કેમ છે સુસ્તી
અમેરિકા અને ચીનના વ્યાપાર મામલામાં પોતાના મતભેદ દૂર નથી કરી શક્યા અને એક બીજાના દેશમાંથી આવતા માલ પર તેમણે ટેરિફ વધારી દીધુ છે. નવી એનડીએ સરકાર સામે કન્ઝ્યુમર ડિમાન્ડ તેજીથી વધારવાનો પડકાર છે, જેથી ગ્રોથમાં ફરી જીવ ફૂંકી શકાય.

તેણે પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ વધારવા માટે વધારે સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ પણ કરવા પડશે. ગ્રાહકોની માંગમાં ગિરાવટ અને રોકાણમાં સુસ્તીના કારણે નાણાંકીય વર્ષ 2019ના બીજા છ માસિક ગ્રોથ સુસ્ત હોવાની આશંકા પહેલાથી જ હતી. આઈઆઈપી નાણાંકીય વર્ષ 2019માં 3.6 ટકા જ વધ્યો અને પૂરા વર્ષમાં મેન્યુપેક્ચરિંગનો ગ્રોથ 3.5 ટકાનો જ રહ્યો.

ઓટોમોબાઈલ્સ સેલ્સ, રેલ ફ્રેટ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ કન્ઝમ્પશન, ડોમેસ્ટિક એર ટ્રાફિક અને ઈમ્પોર્ટ્સ (નોન-ઓઈલ, નોન-ગોલ્ડ, નોન-સિલ્વર, નોન-પ્રેશસ અને સેમી-પ્રેશસ સ્ટોન) જેવા કેટલાએ ઈન્ડીકેટર્સ પણ કન્ઝમ્પશન, ખાસ રીતે પ્રાઈવેટ કન્ઝમ્પ્શનમાં સુસ્તી જોવા મળી છે.
First published: May 31, 2019
વધુ વાંચો
अगली ख़बर