Home /News /business /

જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 8.2 ટકાથી ઘટીને 7.1 ટકા થયો GDP ગ્રોથ

જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 8.2 ટકાથી ઘટીને 7.1 ટકા થયો GDP ગ્રોથ

જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 8.2 ટકાથી ઘટીને 7.1 ટકા થયો GDP ગ્રોથ

એક્સપર્ટના મતે બીજા ક્વાર્ટરમાં કાચા તેલમાં થયેલો ભાવવધારો અને રુપિયાની નબળાઈની અસર આર્થિક ગ્રોથ પર જોવા મળી રહી છે

    વિત્ત વર્ષના બીજા ક્વાર્ટરમાં (જુલાઈ-સપ્ટેમ્બર) ભારતનો જીડીપી ગ્રોથ રેટ ઘટીને 7.1 ટકા રહ્યો છે. પ્રથમ ક્વાર્ટર(એપ્રિલ-જૂન)માં આ ગ્રોથ 8.2 ટકા હતો. એક્સપર્ટનું કહેવું છે કે પ્રથમ ક્વાર્ટરમાં ઉંચા ગ્રોથ પાછળ બેસ ઇફેક્ટ હતી. બીજા ક્વાર્ટરામં આર્થિક ગ્રોથ ઘટવા પાછળ કાચા તેલની કિંમતોમાં થયેલો વધારો અને રુપિયાની નબળાઈ છે. ઉલ્લેખનીય છે કે રેટિંગ એજન્સી ઇકરા અને એસબીઆઈ રિસર્ચે બીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથમાં ઘટાડાનો અંદાજ લગાવ્યો હતો.

    આંકડાઓ પર એક નજર
    છેલ્લા પાંચ ક્વાર્ટરના આંકડાઓ પર એક નજર
    Q2 (જુલાઇ-સપ્ટેમ્બર) 2017: 6.3 ટકા
    Q3 (ઓક્ટોબર-ડિસેમ્બર) 2017: 7 ટકા
    Q4 (જાન્યુઆરી-માર્ચ) 2018: 7.7 ટકા
    Q1 (એપ્રિલ-જૂન) 2018: 8.2 ટકા
    Q2 (જુલાઇ-સપ્ટેમ્બર) 2018: 7.1 ટકા

    કેમ થયો જીડીપીમાં ઘટાડો - એક્સપર્ટના મતે બીજા ક્વાર્ટરમાં કાચા તેલમાં થયેલો ભાવવધારો અને રુપિયાની નબળાઈની અસર આર્થિક ગ્રોથ પર જોવા મળી રહી છે. માનસૂન સિઝનમાં ક્યાંક પૂર અને ક્યાંક ઓછા વરસાદે એગ્રીકલ્ચર ગ્રોથને ફટકો આપ્યો છે.

    આ પણ વાંચો - 101 વર્ષ થયા એક રુપિયાની નોટને, જાણો કેવી રહી સફર

    કયા સેક્ટરમાં વધ્યો અને કયા સેક્ટરમાં ઘટ્યો ગ્રોથ
    - મેન્યુફેક્ચરિંગ ગ્રોથ 13.5 %થી ઘટીને 7.4%
    - માઇનિંગનો ગ્રોથ 0.1%થી ઘટીને -2.4%
    - ઇલેક્ટ્રીસિટી ગ્રોથ 7.3%થી વધીને 9.2%
    - કંસ્ટ્રક્શન ગ્રોથ 8.7%થી ઘટીને 7.8%
    - એગ્રીકલ્ચર ગ્રોથ 5.3%થી ઘટીને 3.8%
    - એક્સપોર્ટ ગ્રોથ 12.7%થી વધીને 13.4% રહ્યો
    Published by:Ashish Goyal
    First published:

    Tags: GDP, GDP growth, GDP growth drops, GDP growth Q2, GDP Q2, Industries

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन