Exclusive: ભારતમાં ઇકોનોમિક રિકવરી અનુમાનથી સારી રહેશે- કેવી કામથ

News18 Gujarati
Updated: July 7, 2020, 3:49 PM IST
Exclusive: ભારતમાં ઇકોનોમિક રિકવરી અનુમાનથી સારી રહેશે- કેવી કામથ
સરકાર સતત મોટા પગલાં ભરી રહી છે. કેવી કામથ

કેવી કામથે કહ્યું કે, સરકાર જે ઝડપથી કામ કરી રહી છે તેનાથી વિશ્વાસ ઊભો થાય છે, 5 ટ્રિલિયન ડૉલર ઇકોનોમીનું સપનું સાચું લાગે છે

  • Share this:
નવી દિલ્હીઃ ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક (New Development Bank)ના પૂર્વ પ્રમુખ કેવી કામથ (KV Kamath)એ નેટવર્ક18ના ગ્રુપ એડિટર રાહુલ જોશી (Rahul Joshi) સાથે એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં ઇકોનોમિક રિકવરી, કોરોના સંકટ અને ચીનનો સામનો કરવા રણનીતિ જેવા અનેક મુદ્દાઓ પર ખાસ વાતચીત કરી. કેવી કામથે કહ્યું કે ભારતમાં ઇકોનોમિક રિકવરી અનુમાનથી સારી રહશે. સરકાર સતત સારા પગલાં ભરી રહી છે. ભારતમાં રોજગારની સ્થિતિ સુધરી છે. રિકવરી યૂ-આકારમાં થશે અને ખૂબ જ વેગ સાથે જોવા મળશે. નોંધનીય છે કે, કેવી કામથ NDBના પહેલા અધ્યક્ષ રહ્યા છે. એનડીબીમાં તેઓએ 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. તેઓએ કહ્યું કે, એનડીબીએ પુરવાર કરી દીધું કે દક્ષિણના દેશ એકજૂથ થઈને વિકાસ કરી શકે છે.

NDB સામે શું પડકારો છે અને કેટલી લોન આપી છે? આ સવાલ પર તેમનું કહેવું હતું કે બેન્ક તમામ સભ્યોના હિતોનું ધ્યાન રાખે છે. ભવિષ્યમાં પણ તમામ સભ્યોના હિતોનું ધ્યાન રાખવામાં આવશે. બેન્ક અને સભ્ય જોડવાના પ્રયાસમાં છે. NDBનું ભવિષ્ય ઉજ્જવળ છે. તેઓએ કહ્યું કે, પાંચ વર્ષમાં NDBએ તમામ પાંચ સભ્યોને લોન આપી છે. 18 અબજની લોન બુક અપ્રુવલ કરી છે. અત્યાર સુધી NDBએ લગભગ 4 અબજની લોન આપી છે. આગામી બે વર્ષમાં પણ Disbursements થશે. NDBની લોન ગ્રોથ શાનદાર રહી છે.

મોદી સરકારના છેલ્લા છ વર્ષ કેવા રહ્યા? આ સવાલનો જવાબ આપતા તેઓએ જણાવ્યું કે, ગ્લોબલ ઇકોનોમીના આંચકા ભારતમાં પણ અનુભવાયા. સરકાર જે ઝડપથી કામ કરી રહી છે તેનાથી વિશ્વાસ ઊભો થાય છે. પાંચ ટ્રિલિયન ડૉલર ઇકોનોમીનું સપનું સાચું લાગે છે.

આ પણ વાંચો, સરકારે માસ્ક-સેનિટાઇઝરને આવશ્યક વસ્તુઓની યાદીમાંથી હટાવ્યા, હવે વધી શકે છે ભાવ

કોરોના બાદ ઇકોનોમીની તસવીર કેવી હશે? તેઓએ કહ્યું ક, ભારતના ગ્રોથ પર સંસ્થાનોના અનુમાનથી સહમત નથી. કોરોનાની સ્થિતિનું આકલન મુશ્કેલ છે. ભારતમાં ઇકોનોમિક રિકવરી અનુમાનથી સારી હશે. સરકાર સતત મોટા પગલાં ભરી રહી છે. એગ્રી સેક્ટરમાં ઘણો રોજગાર મળ્યો છે. એગ્રીકલ્ચર સેક્ટરમાં તેજ રિકવરી જોવા મળી. રૂરલ ઈન્ડિયા પર કોરોનાની ઓછી અસર જોવા મળી. સરકારે ડિજિટલ ઇકોનોમીની તૈયારી પહેલા જ કરી છે. ડિજિટલ ઇકોનોમીને પ્રોત્સાહન આપવાથી ફાયદો જોવા મળ્યો છે. સરકારે ગામોને ઇન્ટરનેટથી જોડ્યા. આ વખતે ગઈ સીઝનથી 90 ટકા વધુ વાવેતર થયું છે.

આ પણ વાંચો, કોવિડ-19ની દવા Remdesivirની કાળા બજારી! વસૂલાય છે 6 ગણા ભાવ 

કેવી કામથે વધુમાં કહ્યું કે, ટૉપ ઇન્ડિયન કંપનીઓ પર દવાનું ભારણ નથી. દિગ્ગજ કંપનીઓ ઝડપથી રિકવર કરશે. દિગ્ગજ કંપનીઓની બેલેન્સીશીટમાં સ્ટ્રેસ નથી. નોલેજ ઈન્ડિયા બિઝનેસ Revolutionary છે. ઓફિસની બહારથી પણ શાનદાર કામ થઈ રહ્યું છે. આ મુશ્કેલ સમયમાં ઇ-કોમર્સ ઇન્ડસ્ટ્રી ઇકોનોમીમાં બેકબોન રહી.
Published by: Mrunal Bhojak
First published: July 7, 2020, 3:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading