Gautam Adaniની મુશ્કેલી વધી! અદાણી ગ્રુપની 4 કંપનીના શૅરોમાં લોઅર સર્કિટ, જાણો શું છે મામલો

મંગળવારે અદાણી ગ્રુપના 6માંથી 4 કંપનીના શૅરોમાં લોઅર સર્કિટ લાગી ગઈ, રોકાણકારો ખૂબ જ ઝડપથી અદાણીના શૅર વેચી રહ્યા છે

મંગળવારે અદાણી ગ્રુપના 6માંથી 4 કંપનીના શૅરોમાં લોઅર સર્કિટ લાગી ગઈ, રોકાણકારો ખૂબ જ ઝડપથી અદાણીના શૅર વેચી રહ્યા છે

  • Share this:
    મુંબઈ. ગૌતમ અદાણી (Gautam Adani)ની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. સંસદના ચોમાસું સત્ર (Parliament Monsoon Session)ના પહેલા દિવસે સરકારે ગૃહમાં જણાવ્યું કે અદાણી ગ્રુપ (Adani Groupની અનેક કંપનીઓ સેબીની તપાસ હેઠળ છે. 19 જુલાઈએ ગૃહમાં લેખિત આપવામાં આવેલા જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે, અદાણી ગ્રુપની અનેક કંપનીઓની સેબી (SEBI) અને સરકારની ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI) તપાસ કરી રહી છે. આ સમાચાર આવ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શૅરોએ (Adani companies share price) ઘટાડાના નવા લેવલ સ્થાપિત કર્યા છે. મંગળવારે અદાણી ગ્રુપના 6માંથી 4 કંપનીના શૅરોમાં લોઅર સર્કિટ (Lower Circuit) લાગી ગઈ. શૅર અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. રોકાણકારો ખૂબ જ ઝડપથી અદાણીના શૅર વેચી રહ્યા છે.

    આ શૅરોમાં લાગી લોઅર સર્કિટ

    નોંધનીય છે કે, મંગળવારે શૅર માર્કેટ ખૂલતાં જ અદાણી ગ્રુપની 3 કંપનીઓમાં લોઅર સર્કિટ જોવા મળી. થોડી વાર બાદ જ વધુ એક કંપનીમાં લોઅર સર્કિટ લાગી ગઈ. આમ, 4 કંપનીમાં લોઅર સર્કિટ જોવા મળી. બીજી તરફ, અદાણીની અન્ય કંપનીઓના શૅરોમાં પણ ભારે ઘટડો આવ્યો છે. અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ અને ગેસ લિમિટેડ અને અદાણી ગ્રીનના શૅરોમાં લોઅર સર્કિટ લાગી ગઈ. આ ઉપરાંત અદાણી પાવરમાં પણ લોઅર સર્કિટ લાગી છે.

    આ પણ વાંચો, OMG! કાનપુરમાં રસ્તા પર પાન, ચાટ અને સમોસા વેચનારા 256 લોકો કરોડપતિ હોવાનો ચોંકાવનારો ખુલાસો

    જાણો અદાણી કંપનીના શૅરોનો હાલ

    >> BSE પર આજે Adani Portનો શૅર 1.29 ટકા ઘટીને 665 રૂપિયા પર આવી ગયો છે.
    >> Adani Transmission Ltdનો શૅર 5 ટકા ઘટીને 920.55 રૂપિયા પર આવી ગયો છે.
    >> Adani Total Gas Ltdના શૅરમાં 5 ટકાના ઘટાડા બાદ તે 813.60 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.
    >> ADANI ENTERPRISES LTDનો શર 2.26 ટકા ઘટીને 1349.40 પર આવી ગયો.
    >> ADANI POWER LTDના શૅરમાં 4.99 ટકાનો ઘટાડો આવ્યો છે. તેની પ્રાઇઝ 97.20 રૂપિયા થઈ ગઈ છે.

    આ પણ વાંચો, Gold Price Today: આજે 7922 રૂપિયા સસ્તું મળશે સોનું, ચેક કરો 10 ગ્રામના લેટેસ્ટ રેટ્સ

    જાણો શું છે મામલો?

    નોંધનીય છે કે, શૅર બજારમાં અદાણી ગ્રુપની પાંચ કંપનીઓ લિસ્ટેડ છે. નાણા મંત્રાલયે એવું પણ જણાવ્યું કે, ત્રણ ફોરેન પોર્ટફોલિયો ફંડ્સ અલબુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ લિમિટેડ અને APMS ઇન્વેસ્ટેમેન્ટ ફંડના એકાઉન્ટ સેબીએ ફ્રીઝ કર્યા હતા. આવા અહેવાલ પહેલા પણ આવ્યા હતા પરંતુ ત્યારબાદ NSDL તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ એકાઉન્ટ ફ્રીઝ નહોતા કરાયા.
    Published by:Mrunal Bhojak
    First published: