ગૌતમ અદાણીને મોટો ઝટકો, ત્રણ વિદેશી ફંડના ખાતા ફ્રીજ, કંપનીઓના શેરમાં લોઅર સર્કિટ

ગૌતમ અદાણી. (ફાઇલ તસવીર)

આ વિદેશ ફંડ પાસે અદાણી ગ્રુપની ચાર કંપનીઓના 43,500 કરોડ રૂપિયાથી વધારેના મૂલ્યના શેર છે. NSDLની વેબસાઇટ પ્રમાણે આ એકાઉન્ટ્સને 31મેના રોજ અથવા તેના પહેલા ફ્રીજ કરવામાં આવ્યા હતા.

  • Share this:
    મુંબઈ: નેશનલ સિક્યોરિટીઝ ડિપૉઝિટરી લિમિટેડ તરફથી (National Securities Depository Ltd) ત્રણ વિદેશી ફંડ્સ Albula Investment Fund, Cresta Fund અને APMS Investment Fundના ખાતા ફ્રીજ કરી દેવામાં આવ્યા છે. આ સમાચાર ભારત અને એશિયાના બીજા સૌથી મોટા ધનાઢ્ય ગૌતમ અદાણી (Gautam Adani)ની વડપણ હેઠળના અદાણી ગ્રુપ (Adani Group) માટે ખૂબ ભારે પડી રહ્યા છે. આ વિદેશ ફંડ પાસે અદાણી ગ્રુપની ચાર કંપનીઓના 43,500 કરોડ રૂપિયાથી વધારેના મૂલ્યના શેર છે. NSDLની વેબસાઇટ પ્રમાણે આ એકાઉન્ટ્સને 31મેના રોજ અથવા તેના પહેલા ફ્રીજ કરવામાં આવ્યા હતા. આ સમાચાર બાદ ભારતીય શેર બજારમાં અદાણી ગ્રુપની કંપનીઓના શેર (Adani group Companies' Share)માં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. અદાણી જૂથની છ માંથી પાંચ કંપનીના શેરમાં લોઅર સક્રિટ લાગી ગઈ હતી.

    આ ત્રણેય ફંડ્સની અદાણી એન્ટરપ્રાઇસ (Adani Enterprises)માં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission)માં 8.03 ટકા, અદાણી ટોટલ ગેસ (Adani Total Gas)માં 5.92 ટકા અને અદાણી ગ્રીન (Adani Green)માં 3.58 ટકા ભાગીદારી છે.

    આ પણ વાંચો: 24 કલાકમાં દેશમાં નોંધાયા 70 હજાર કેસ, એક્ટિવ કેસ 10 લાખની અંદર

    કસ્ટોડિયન બેંકો અને વિદેશી રોકાણકારોને હેન્ડલ કરી રહેલી લૉ ફર્મના જણાવ્યા પ્રમાણે વિદેશી ફંડ્સે બેનિફિશિયલ ઑનરશિપ (Beneficial ownership) અંગે સંપૂર્ણ વિગતો આપી ન હતી. આ કારણે તેમના એકાઉન્ટ્સ ફ્રીજ કરવામાં આવ્યા છે. પ્રીવેન્સન ઑફ મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત બેનિફિશિયલ ઑનરશિપ અંગે સંપૂર્ણ જાણકારી આપવી જરૂરી છે.

    એકાઉન્ટ ફ્રીજ થવાનો મતલબ શું?

    એક અધિકારીએ જણાવ્યું કે, સામાન્ય રીતે કસ્ટોડિયન પોતાના ગ્રાહકોને આ પ્રકારની કાર્યવાહી અંગે સચેત કરી દે છે, પરંતુ જો ફંડ આ અંગે કોઈ જવાબ ન આપે અથવા તેનું પાલન ન કરે તો તેમના એકાઉન્ટ્સ ફ્રીજ કરવામાં આવી શકે છે. એકાઉન્ટ ફ્રીજ થવાનો મતલબ છે કે ફંડ કોઈ સિક્યોરિટીઝ વેચી કે ખરીદી નથી શકતું.

    આ પણ વાંચો: માત્ર 12 રૂપિયામાં ખરીદો 1 BHK ઘર, આ એક શરત માનવી પડશે

    આ અંગે NDSL, સેબી અને અદાણી જૂથને મોકલવામાં આવેલા ઇ-મેઇલનો કોઈ જવાબ નથી આવ્યો. Albula Investment Fund, Cresta Fund અને APMS Investment Fund સાથે સંપર્ક થઈ શક્યો નથી. આ ત્રણેય ફંડ સેબીમાં વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ તરીકે નોંધાયેલા છે અને મોરેશિયસથી પોતાનું કામકાજ સંભાળે છે.

    કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટરે 2019માં FPI માટે કેવાઈસી (KYC) ડોક્યુમેન્ટેશનને PMLA પ્રમાણે કરી દીધા હતા. ફંડ્સને 2020 સુધી નવા નિયમોનું પાલન કરવાનો સમય આપવામાં આવ્યો હતો. સેબીનું કહેવું હતું કે નવા નિયમોનું પાલન ન કરનાર ફંડ્સના એકાઉન્ટ ફ્રીજ કરવામાં આવશે. નવા નિયમો પ્રમાણે FPIએ અમુક વધારાની જાણકારી આપવાની હતી. જેમાં કૉમન ઑનરશિપનો ખુલાસો અને ફંડ મેનેજર્સ સહિત મહત્ત્વના કર્મચારીઓની વ્યક્તિગત વિગત શામેલ હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: