Home /News /business /કંઈક મોટું કરવાની તૈયારીમાં છે ગૌતમ અદાણી? શોધી રહ્યા છે નવા M&A ચીફ

કંઈક મોટું કરવાની તૈયારીમાં છે ગૌતમ અદાણી? શોધી રહ્યા છે નવા M&A ચીફ

ગૌતમ અદાણી પોતાના ગ્રુપ માટે નવા મર્જર અને એક્વિઝિશન સ્ટ્રેટેજી અધિકારી શોધી રહ્યા છે.

Gautam Adani: અત્યાર સુધી અદાણી એન્ટરપ્રાઈઝિસ (Adani Enterprises Ltd.)ના M&A કામકાજની આગેવાની વિનોદ બહેતી કરતા હતા જોકે હવે તેમને એક નવા બિઝનેસ વર્ટિકલમાં મોકલવામાં આવી શકે છે અને તે માટેની તમામ કાર્યવાહી આ મહિને જ કરી દેવામાં આવી શકે છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ ગૌતમ અદાણી પોતાની મર્જર અને એક્વિશિઝન સ્ટ્રેટેજી માટે એક નવા લીડર શોધી રહ્યા છે. હકીકતમાં પહેલા આ અંગેનું તમામ કામકાજ સંભાળતા એક્ઝેક્યુટિવ હવે ગ્રુપની અંદર બીજી ભૂમિકામાં જોવા મળશે. આ અંગે જાણકારી રાખનારા કંપનીના કેટલાક સૂત્રો દ્વારા આ માહિતી સામે આવી છે. સૂત્રોનું કહેવું છે કે અત્યાર સુધી અદાણી એન્ટરપ્રાઇઝિસની એમએન્ડએ કામકાજની આગેવાની કરનાર વિનોદ બહેતીને કંપની એક નવા બિઝનેસ વર્ટિકલમાં મોકલી શકે છે અને તેના માટેની તમામ ઔપચારિક્તાઓ આ મહિને જ પૂર્ણ કરી દેવામાં આવી શકે છે.

  રીટાયમેન્ટ બાદ પણ નહીં થાય પૈસાની કમી! સિનિયર સિટીઝન્સ માટે કામની છે આ સ્કીમ

  M&Aની કાર્યવાહી ઝડપી બનાવવાની તૈયારી

  તેમણે કહ્યું કે Adani Groupની આ પોસ્ટ માટે સંભવિીત કેન્ડિડેટ્સનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. કેમ કે પોર્ટથી લઈને પાવર સેક્ટર સાથે જોડાયેલ આ ગ્રૂપ હવે પોતાની જુદી જુદી ડીલ્સને ગતિ આપવાની યોજના ધરાવે છે. અદાણી ગ્રુપ હાલના સમયમાં એશિયના સૌથી વ્યસ્ત ડીલમેકર્સ સ્વરુપે ઉભર્યું છે. ભારતીય અબજપતિ કોલસાથી આગળ વધીને પોતાના બિઝનેસને જલ્દીથી ડાઈવર્સિફાય કરવામાં વ્યસ્ત છે.

  ATM કાર્ડ પર ફ્રીમાં મળી શકે છે રુ. 5 લાખ સુધીનો વીમો, જાણો કઈ રીતે ક્લેમ કરી શકાય?

  કંપની ડેટા સેન્ટર્સ, એરપોર્ટ, ડિજિટલ સર્વિસિઝ, મીડિયા અને હેલ્થકેર સહિત જુદા જુદા સેક્ટર્સમાં પગ પસારી રહી છે. બિઝનેસ ટાયકુને આજ વર્ષે શરુઆતમાં ભારતમાં હોલસિમ એજીના સિમેન્ટ બિઝનેસને પણ ખરીદી લીધો હતો આ માટે 10.5 અબજ ડોલરની ડીલ થઈ હતી. તેમણે ગ્રીન એનર્જીમાં 70 અબજ ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા પણ જાહેર કરી હતી અને હાલમાં તેઓ ન્યુ દિલ્હી ટેલિવિઝન લિ. ના હોસ્ટાઈલ ટેકઓવરને લઈને ચર્ચામાં છે. જોકે આ સંબંધમાં મોકલવામાં આવેલા ઈમેલ પર અદાણી ગ્રુપ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

  માત્ર 10 હજાર રૂપિયામાં શરૂ કરો આ Business, અને દર મહિને કરો લાખોની કમાણી

  દુનિયાના ત્રીજા સૌથી વધુ અમીર બન્યા ગૌતમ અદાણી

  60 વર્ષીય ગૌતમ અદાણીએ ગત મહિને જ ફ્રાન્સની Bernard Arnaultનું અધિગ્રહણ કર્યું હતું. બ્લૂમબર્ગના બિલિયોનર રિપોર્ટ અનુસાર ગૌતમ અદાણી અત્યારે દુનિયાના ત્રીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ છે. તેમનાથી આગળ ફક્ત એલોન મસ્ક અને જેફ બેઝોસ છે.
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Adani enterprises, Adani Group, Business news, Gautam Adani

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन