Home /News /business /એમેઝોનના જેફ બેઝોસ પાછળ છૂટ્યા, દુનિયાના બીજા નંબરના ધનવાન બનાવાથી ગૌતમ અદાણી એક પગલું દૂર

એમેઝોનના જેફ બેઝોસ પાછળ છૂટ્યા, દુનિયાના બીજા નંબરના ધનવાન બનાવાથી ગૌતમ અદાણી એક પગલું દૂર

જેફ બેઝોસને પાછળી આગળ નીકળી ગયા ગૌતમ અદાણી, `સંપત્તિમાં થયો ધરખમ વધારો

દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીએ (World’s Third Richest man)  વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ એમેઝોનના મલિક જેફ બેઝોસ (Jeff Bezos)ને ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ પાછળ છોડી દીધા છે.  જોકે તેઓ હજુ પણ ત્રીજા નંબરના ધનવાન છે. જ્યારે ફેશન ઇન્ડસ્ટ્રીના ટાયકુન બર્નાર્ડ અર્નાલ્ટની સંપત્તિમાં આવેલા ઉછાળાને કારણે તેઓ બીજા નંબર પહોંચી ગયા છે નહીંતર આ પહેલા જ અદાણીએ ત્રીજા નંબરે પહોંચતા બર્નાર્ડ અર્નાલ્ટને પાછળ છોડ્યા હતા.

વધુ જુઓ ...
દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીએ (World’s Third Richest man)  વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ એમેઝોનના મલિક જેફ બેઝોસ (Jeff Bezos)ને ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ પાછળ છોડી દીધા છે.  ગૌતમ અદાણીએ સૌથી પહેલા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનો ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ તેમની સંપત્તિ દુનિયાના દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટ (Warren Buffett) અને બિલ ગેટ્સ (Bill Gates)થી પણ વધી ગઇ હતી. હવે તે ટેસ્લા ઇન્કના માલિક એલોન મસ્ક (Elon Musk) અને ફેશન બ્રાન્ડ LVMH Moët Hennessy Louis Vuittonના Bernard Arnault & family ની નજીક પહોંચી રહ્યા છે, જે વિશ્વના સૌથી ધનિક લોકો છે. ગૌતમ અદાણીની સંપત્તિ (Gautam Adani Property) ઝડપથી વધી રહી છે અને તે એમેઝોનના માલિક જેફ બેઝોસને પાછડ છોડી દીધા છે. જોકે બીજા નંબરે ફેશન ઇન્ડસ્ટ્રીના માંધાતા ગણાતા Bernard Arnault & family છે જેની સંપત્તિ 154 અબજ ડોલર છે. ( આ માહિતી Forbs real time billionaires ઈન્ડેક્સ પરથી લેવામાં આવી છે.)

Multibagger Stocks: હેવલ્સના શેરની કિંમત રૂ. 2થી પહોંચી રૂ. 1380 સુધી, રોકાણકારો માત્ર 15,000નું રોકાણ કરીને બન્યા કરોડપતિ

બે ગણી થઇ ગઇ અદાણીની સંપત્તિ


છેલ્લા એક વર્ષમાં વિશ્વના અનેક દેશોની સંપત્તિ ઘટી ગઇ છે, પરંતુ ગૌતમ અદાણીની સંપત્તિ બમણી થઈ ગઈ છે. એક વર્ષ પહેલા ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 65 અબજ ડોલર હતી, જે હવે 148 અબજ ડોલરની નજીક પહોંચી ગઈ છે. આ સાથે જ ગૌતમ અદાણી દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.

પરચૂરણની મામૂલી દુકાનથી શરું કરીને 1000 કરોડની બ્રાંડ બનાવા સુધી, જાણો પંસારીની સક્સેસ સ્ટોરી

શા માટે વધી રહી છે તેમની સંપત્તિ?


તેલ અને કુદરતી ગેસના ભાવમાં થયેલા વધારાને કારણે ગૌતમ અદાણીને તેમની સંપત્તિમાં વધારો કરવામાં મદદ મળી છે. વર્ષ 2022માં વર્લ્ડ એનર્જી ઇન્ડેક્સમાં 36 ટકાનો વધારો થયો છે, વૈશ્વિક શેરોમાં આ સમયગાળામાં 18.4 ટકાની ખોટ રહી છે. કામના તમામ ક્ષેત્રોમાં થોડો વધારો થયા બાદ પણ અદાણીની કંપનીઓ અન્ય કંપનીઓ કરતાં ઘણી આગળ નીકળી ગઈ છે. છેલ્લા એક વર્ષમાં અદાણીની ઘણી કંપનીઓના શેરના ભાવ બમણા થયા છે. અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસ પોતાના નફાના 750 ગણા કારોબાર કરી રહ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી ટ્રાન્સમિશનના વેલ્યુએશનમાં 400 ગણો વધારો થયો છે.

Child PPF Account: તમારા સંતાનો માટે પણ ખોલાવી શકો છો PPF એકાઉન્ટ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

જો વાત એલોન મસ્કની કંપની ટેસ્લા અને બેઝોસની કંપની એમેઝોનની કરીએ તો તેમની પ્રાઈઝ ટુ અર્નિંગ રેશિયો 100ની નજીક છે. મુકેશ અંબાણીની રિલાયન્સ હાલ 28 ગણી ટ્રેડ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતના લાંબાગાળાના આર્થિક લક્ષ્યને અનુરૂપ અદાણીએ તેની કામગીરી શિફ્ટ કરી દીધી છે. અદાણી જૂથના પ્રતિનિધિએ આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
First published:

Tags: Adani Group, Business news, Gautam Adani, Richest Indian

विज्ञापन
विज्ञापन