માત્ર પાંચ જ દિવસમાં બદલાઈ જશે ગેસ સિલિન્ડર આપવાની સિસ્ટમ, જાણી લો નહીં તો Home delivery નહીં મળે

News18 Gujarati
Updated: October 26, 2020, 11:06 PM IST
માત્ર પાંચ જ દિવસમાં બદલાઈ જશે ગેસ સિલિન્ડર આપવાની સિસ્ટમ, જાણી લો નહીં તો Home delivery નહીં મળે
પ્રતિકાત્મક તસવીર

નવા નિયમથી જે ગ્રાહકોને પોતાનું એડ્રેસ અને મોબાઈલ નંબર ખોટો નોંધાવ્યો છે તેમણે તકલીફ થઈ શકે છે.

  • Share this:
નવી દિલ્હીઃ આજથી માત્ર પાંચ જ દિવસમાં એટલે કે 1 નવેમ્બર દેશમાં રસોઈ ગેસ સિલિન્ડર (LPG)ના મહત્વના નિયમમાં ફેરફાર થવાનો છે. આગામી મહિનાથી ગેસ સિલિન્ડરની (Gas cylinder) હોમ ડિલિવરીની (Home delivery) પ્રક્રિયામાં ફેરફાર થવાનો છે. આ માટે વન ટાઈમ પાસવર્ડ (OTP) જરૂરી છે. આ સિસ્ટમમાં ડિલિવરી ઓથેટિકેશન કોડ (DAC)નું નામ આપવામાં આવ્યું છે.

આવું કરવા પર જ મળશે રસોઈ ગેસ સિલિન્ડર
હવે માત્ર બુકિંગ કરાવવા પર તમને સિલિન્ડિરની ડિલિવરી નહીં મળશે. આ માટે તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક કોડ મોકલવામાં આવશે. આ કોડને તમારે ડિલિવરી બોયને બતાવવો પડશે. આવું કરવાથી જ ગ્રાહકોને રસોઈ ગેસ સિલિન્ડર મળશે. જો કોઈ ગ્રાહકનો મોબાઈલ નંબર રજિસ્ટર ન હોય તો તેઓ એપ થકી પોતાનો નંબર અપડેટ કરી શકે છે. આ એપ ડિલિવરી બોય પાસે પણ ઉપલબ્ધ હશે. નંબર અપડેટ કર્યા બાદ કોડ જનરેટ થશે.

આવા ગ્રાહકોની વધશે તકલીફ
આ વ્યવસ્થાના કારણે લોકોને થોડી અસુવિધા થઈ શકે છે. જેમણે પેટ્રોલિયમ કંપની સાથે પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરાવ્યો નથી. નવા નિયમથી જે ગ્રાહકોને પોતાનું એડ્રેસ અને મોબાઈલ નંબર ખોટો નોંધાવ્યો છે તેમણે તકલીફ થઈ શકે છે. ખોટી જાણકારીના પગલે તેમની ડિલિવરી રોકાઈ શકે છે. આ સિસ્ટમ કોમર્શિયલ સિલિન્ડર ઉપર લાગુ નહીં પડે. આ વ્યવસ્થાથી એ સુનિશ્વિત કરી શકાય છે કે ડિલિવરી કોઈ ખોટી વ્યક્તિને અપાતી નથી.

આ પણ વાંચોઃ-કોડિનારઃ શિવા સોલંકીના પુત્રએ ખાનગી રિવોલ્વરથી લમણે ગોળી મારી, આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું, મોતનું કારણ અકબંધકેમ ઉઠાવવું પડ્યું આવું પગલું
ગેસ સિલિન્ડરની ચોરીને રોકવા માટે અને ગ્રાહકોની ઓળખ માટે કંપનીએ ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ સિસ્ટમ શરુ કરી રહી છે. શરુઆતમાં આ માત્ર 100 સ્માર્ટ સિટીમાં જ લાગુ થશે. જેમાં જયપુરમાં આનો પાયલોટ પ્રોજેક્ટ પહેલાથી જ ચાલી રહ્યો છે. બાદમાં આ વ્યવસ્થા અન્ય શહેરોમાં પણ લાગુ કરાશે.

આ પણ વાંચોઃ-માવતર લજવાયુંઃ પૈસા માટે માતાએ સગિર પુત્રીના કરાવ્યા ત્રીજીવાર લગ્ન, રૂ.80,000માં કર્યો સોદો

આ પણ વાંચોઃ-હું વિકાસ કરવાના પ્રયત્નો કરૂં છું પણ મને કામ કરવા દેતા નથી': સૂસાઈડ નોટ લખી કેશોદના અગતરાય ગામના સરપંચનો આપઘાતનો પ્રયાસ

દર મહિને બદલાય છે ગેસ સિલિન્ડરની કિંમતો
અત્યારના સમયમાં સરકાર એક વર્ષમાં પ્રત્યેક ઘરમાં 14.2 કિલોગ્રામના 12 સિલિન્ડર ઉપર સબ્સિડી આપે છે. જો ગ્રાહક આનાથી વધારે સિલિન્ડર લેવા માંગે તો તેને બજાર મૂલ્ય ઉપર સિલિન્ડર ખરીદવો પડે છે.ગેસ સિલિન્ડરની કિંમત દરેક મહિને બદલાતી રહે છે. આ કિંમત સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક અને વિદેશી વિનિમય દરોમાં ફેરફારના આધારે નક્કી કરાય છે.
Published by: ankit patel
First published: October 26, 2020, 10:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading