Home /News /business /Gas Insurance: જાણો તમારો અધિકાર, ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બને તો વીમા કવર તમને મદદરૂપ થશે
Gas Insurance: જાણો તમારો અધિકાર, ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બને તો વીમા કવર તમને મદદરૂપ થશે
જે વ્યક્તિના નામે સિલિન્ડર છે તેને જ વીમાની રકમ મળે છે.
Gas Cylinder: એલપીજી વીમા કવચ ફક્ત તે લોકોને મળે છે જેમના સિલિન્ડર પાઇપ, સ્ટોવ અને રેગ્યુલેટર ISI માર્કના છે. આ સાથે સિલિન્ડરની એક્સપાયરી ડેટ પણ મહત્વપૂર્ણ છે.
LPG Gas and Insurance: રાજસ્થાનના જોધપુર જિલ્લાના ભૂંગરા ગામમાં ગુરુવારે બપોરે એક લગ્ન સમારંભમાં 6 ગેસ સિલિન્ડર ફાટતાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા હતા. તેમજ અકસ્માતમાં 61 લોકો દાઝી ગયા હતા, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે. જો કે, ગેસ સિલિન્ડર વિસ્ફોટને કારણે આ પહેલી દુર્ઘટના નથી. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે.
શું તમે જાણો છો કે જો તમારા ઘરમાં રાંધણગેસના કારણે કોઈ દુર્ઘટના થાય છે તો તમે ઓઈલ કંપની પાસેથી નુકસાનનું વળતર લઈ શકો છો. બહુ ઓછા લોકો જાણે છે કે એલપીજી કનેક્શન લેતાની સાથે જ કનેક્શન લેનાર વ્યક્તિનો વીમો થઈ જાય છે. આ પોલિસીને LPG વીમા કવર કહેવામાં આવે છે.
કેટલા રૂપિયાનું કવર મળે
એલપીજી વીમા કવર રૂ.50 લાખ સુધી કવર કરે છે. તે ગેસ સિલિન્ડરથી થતા કોઈપણ પ્રકારના અકસ્માતમાં જાન માલના નુકસાન માટે આપવામાં આવે છે. ગેસ કનેક્શન મેળવતા જ તમને 40 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે છે. જો સિલિન્ડર વિસ્ફોટથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો 50 લાખ રૂપિયા સુધીનો દાવો કરી શકાય છે. ગ્રાહકની મિલકત કે ઘરને નુકસાન થવાના કિસ્સામાં રૂ. 2 લાખ સુધીનો દાવો કરી શકાય છે. જે વ્યક્તિના નામે સિલિન્ડર છે તેને જ વીમાની રકમ મળે છે. તમે આ પોલિસીમાં કોઈને નોમિની બનાવી શકતા નથી.
જ્યારે પણ તમે સિલિન્ડર લ્યો છો ત્યારે આ વીમા કવરનો લાભ લેવા માટે ખાતરી કરો કે તમારા સિલિન્ડરની એક્સપાયરી તારીખ વિષે. તમારે હંમેશા એક્સપાયરી તારીખ જોયા પછી સિલિન્ડર લેવું જોઈએ. કારણ કે તે વીમા અને સિલિન્ડરની એક્સપાયરી ડેટ બંને એક સાથે સાથે જોડાયેલ છે. ક્લેમનો લાભ ફક્ત તે લોકોને જ મળશે જેમના સિલિન્ડર પાઇપ, સ્ટવ અને રેગ્યુલેટર ISI માર્કના છે.
અકસ્માત પછી દાવો કરવાની પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ myLPG.in (http://mylpg.in) પર આપવામાં આવી છે. ગ્રાહકે અકસ્માતના 30 દિવસની અંદર તેના ડીલર અને પોલીસને અકસ્માતની જાણ કરવાની રહેશે. ગ્રાહકે પોલીસ એફઆઈઆરની નકલ લેવી પડશે. દાવા માટે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરની નકલ સાથે, ડોક્ટરનો રિપોર્ટ, હોસ્પિટલનું બિલ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને મૃત્યુ પ્રમાણપત્ર જરૂરી છે. ગ્રાહકે દાવા માટે સીધા વીમા કંપનીનો સંપર્ક કે અરજી કરવાની જરૂર નથી. તેના માટે તેલ(ગેસ) કંપની જ દાવાની ફાઇલ કરે છે.
કોણ ચુકવશે રૂપિયા
ડિસ્ટ્રીબ્યુટર ઓઈલ કંપની અને વીમા કંપનીને અકસ્માતની જાણ કરે છે. ઈન્ડિયન ઓઈલ, એચપીસીએલ, બીપીસીએલ જેવી ઓઈલ કંપનીઓ સિલિન્ડરને કારણે અકસ્માતના કિસ્સામાં વીમાની સંપૂર્ણ કિંમત ચૂકવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર