PNB સાથે ગાંધી, નહેરૂ અને શાસ્ત્રી કનેક્શન!

News18 Gujarati
Updated: February 23, 2018, 4:08 PM IST
PNB સાથે ગાંધી, નહેરૂ અને શાસ્ત્રી કનેક્શન!

  • Share this:
નીરવ મોદી કૌભાંડના કારણે વિવાદોમાં આવેલ પંજાબ નેશનલ બેંકનું 120 વર્ષ જૂનો ઈતિહાસ છે. 1895 એટલે કે, ભારતને આઝાદી મળ્યાના ઘણા વર્ષો પહેલા પીએનબીને લાહોરમાં (હાલમાં પાકિસ્તાનમાં) સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારથી લઈને 2018 વચ્ચે રાષ્ટ્રીય બેંકે અનેક જ રીતના તડકા-છાયડા જોયા છે.

ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં અગ્રણી લાલા લાજપત રાયે પીએનબીની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. બેંકની સ્થાપનામાં અલગ-અલગ ધર્મો અને પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા લોકો હતા, જેનું ઉદ્દેશ્ય એક એવી બેંકનું નિર્માણ કરવાનો હતો, જે દેશના આર્થિક હિતોને આગળ લઈ જઈ શકે. બેંકની સ્થાપના બોર્ડમાં લાલા હરકિશન લાલ જેવા પંજાબના ઉદ્યોગપતિ અને અંગ્રાજી સમાચાર પત્ર ધ ટ્રિબ્યૂનના સંસ્થાપક દલાલ સિંહ મજિઠિયા જેવા નામ પણ હતા. આ બધી જ સ્વદેશી આંદોલન સાથે જોડાયેલ વ્યક્તિઓ હતી.

ગાંધીજીનું એકાઉન્ટ પણ પીએનબીમાં હતું.


એવું કહેવામાં આવી રહ્યું છે કે, પહેલી શાખા 2 લાખ રૂપિયાની મૂડી અને 20 હજાર રૂપિયાની કાર્યકારી મૂડી સાથે ખોલવામાં આવી હતી. તે વાત પણ કોઈનાથી છૂપાયેલી નથી કે, તે સમયે મહાત્મા ગાંધીથી લઈને જવાહરલાલ નહેરૂ અને લાલ બહાદુર શાસ્ત્રીના આ બેંકમાં એકાઉન્ટ હતા.

તે ઉપરાંત પૂર્વ વડાપ્રધાન શાસ્ત્રીએ ફિયેટ કાર ખરીદવા માટે બેંકમાંથી પાંચ હજાર રૂપિયાની લોન લીધી હતી, જેમાં બધી જ લોન ચૂકતે કરે તે પહેલા જ લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન થઈ ગયું હતું. પાછળથી શાસ્ત્રીની પત્નીએ લોનની રકમ ચૂકવી અને તે ફિયેટ કાર આજે પણ દિલ્હી લાલ બહાદુર શાસ્ત્રી સમાકરમાં રાખેલી છે.વિભાજનના કેટલાક સમય પહેલા જ પીએનબીના કાર્યાલયને લાહોરથી નવી દિલ્હી શિફ્ટ કરી દીધો હતો. પાછળથી 60ના દશકમાં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું જેમાં એક પીએનબી પણ હતી. આ બેંકો પાસે ભારતની 75થી 85 ટકા રકમ જમા હતી. પીએનબીમાં અત્યાર સુધી લગભગ 6 સંસ્થાઓનું મર્જર થયું છે.રસપ્રદ છે કે, ભારતના અત્યાર સુધીના સૌથી મોટા કૌભાંડમાં ફસાયેલ પીએનબીનું નામ ફોર્બ્સ દ્વારા દુનિયાની સૌથી મોટી પબ્લિક કંપનીઓની લિસ્ટમાં સામેલ થઈ ચૂક્યો છે. જાણકારીની માનીએ તો પાછલા કેટલાક સમયથી પીએનબી સહિત બધી જ રાષ્ટ્રીય બેંક તણાવની સ્થિતિમાંથી ગુજરી રહી છે. 2016માં પીએનબીની કુલ એનપીએ બેગણી થઈ ગઈ હતી. માર્ચ 2016ના ત્રિમાસિકમાં પીએનબીએ ભારતીય બેંકના ઈતિહાસમાં સૌથી મોટું નુકશાન નોધાવ્યું. આ બધા વચ્ચે 11000 કરોડ રૂપિયાથી વધારેના કૌભાંડે પીએનબી તરફ ઈશારો કરી દીધો છે કે, હાલમાં પીએનબીના ખરાબ દિવસો ખત્મ થઈ રહ્યાં નથી.
First published: February 23, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading