ચીનની 3 કંપનીને મોટો આંચકો! મહારાષ્ટ્રે 5 હજાર કરોડના પ્રોજેક્ટ પર મારી બ્રેક

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)

જે પ્રોજેક્ટ પર રોક લગાવવામાં આવી છે તેમાં પુણેની નજીક આવેલા તાલેગાંવમાં ઇલેક્ટ્રિક વ્હીકલની મોટી ફેક્ટરીનો પણ સમાવેશ

 • Share this:
  મુંબઈઃ લદાખની ગલવાન ઘાટી (Galwan Valley)માં 20 સૈનિકોની શહાદત બાદ ચીન (China)ની વિરુદ્ધ દેશભરના લોકોમાં જોરદાર ગુસ્સો જોવા મળી રહ્યો છે. અનેક સ્થળે લોકો ચીનના સામાનનો બહિષ્કારની વાત કરી રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government)એ ચીનને મોટો આંચકો આપ્યો છે. રાજ્ય સરકારે કેન્દ્ર સાથે વાતચીત બાદ ચીનની ત્રણ કંપનીઓના પ્રોજેક્ટ પર હાલ રોક લગાવી દીધી છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ લગભગ 5 હજાર કરોડ રૂપિયા છે. હવે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન આવ્યા બાદ તેની પર કોઈ નિર્ણય લઈ શકાશે.

  મોટા પ્રોજેક્ટ પર ખતરો

  જે પ્રોજેક્ટ પર રોક લગાવવામાં આવી છે તેમાં પુણેની નજીક આવેલા તાલેગાંવમાં ઇલેક્ટ્રિક વ્હીકલની મોટી ફેક્ટરીનો પણ સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 3500 હજાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે. મહારાષ્ટ્ર સરકારે થોડા દિવસ પહેલા 12 MoU (Memorandum Of Understanding) પર હસ્તાક્ષર કર્યા હતા. તમામ 3 ચાઇનીઝ કંપનીઓના પ્રોજેક્ટ હોલ્ટ પર રાખવામાં આવ્યા છે, જ્યારે 9 પ્રોજેક્ટનું કામ હાલ ચાલુ રહેશે. તેમાં બીજા દેશોની કંપનીઓ પણ સામેલ છે. નોંધનીય છે કે, તમામ રાજ્ય સરકારો પાસેથી ચીનના પ્રોજેક્ટ અને આયાત વિશેની જાણકારી માંગી હતી.

  આ પણ વાંચો, આર્મી માટે 2018માં લેવામાં આવેલો સરકારનો નિર્ણય હવે ચીન માટે બનશે મુસીબત!

  BSNLએ પહેલા આપ્યો હતો આંચકો

  આ પહેલા ટેલિકોમ ડિપાર્ટમેન્ટ BSNLથી 4G અપગ્રેડન સુવિધામાં ચીની ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. ટેલિકોમ ડિપાર્ટમેન્ટે BSNLને આ સંબંધમાં પોતાના ટેન્ડર પર ફરીથી કામ કરવા માટે કહ્યું છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ એ વાત પર વિચાર કરી રહ્યું છે કે દેશની પ્રાઇવેટ મોબાઇલ સર્વિસ ઓપરેટર્સ પણ ચીની કંપનીઓની પ્રોડક્ટ પર પોતાની નિર્ભરતા ઓછી કરે.

  રેલવેએ પણ ચીન સાથેની સમજૂતી રદ કરી

  બીજી તરફ, ભારતીય રેલવેએ ચીનમાં બનેલી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનો ઇન્કાર કરી દીધો છે. ચીનની કેટલીક કંપનીઓની સાથે થયેલી સમજૂતી પણ રદ કરી દેવામાં આવી છે. આ દરમિયાન, ભારત સરકાર સ્થાનિક પ્રોડક્ટ્સની નિકાસ વધારવાનો પ્રયાસોમાં લાગી ગઈ છે. તેમાં અલગ-અલગ દેશોમાં સ્થાનિક કંપનીઓ માટે નિકાસની તક શોધવા માટે 1500 પ્રોડક્ટની યાદી શૅર કરી છે.

  આ પણ વાંચો, MP: માર્ગ અકસ્માતમાં પંચ જૂના અખાડાના અધ્યક્ષ મહંત સોમેશ્વર ગિરી સહિત 5 લોકોનાં મોત
  Published by:Mrunal Bhojak
  First published: