Gainers & Losers: આ છે એવા 10 શેરો જેમાં સૌથી વધુ હિલચાલ જોવા મળી, જાણો કયા કયા શેર છે સામેલ
Gainers & Losers: આ છે એવા 10 શેરો જેમાં સૌથી વધુ હિલચાલ જોવા મળી, જાણો કયા કયા શેર છે સામેલ
શેર માર્કેટ સમાચાર
Stock Market : શેરબજાર (Share Bazar) માં કડાકા વચ્ચે આ 10 શેરોમાં સારી હિલચાલ જોવા મળી જેમાં, એસીસી, એલ એન્ડ ટી ઈન્ફોટેચ, એચડીએફસી, એસ્કોર્ટ, વીઆરએલ લોજિસ્ટીક, થોમસ કૂક, પીએસપી પ્રોજેક્ટ, અને એચબીએલ પાવર સિસ્ટમ પણ સામેલ છે
બેન્ચમાર્ક ઇન્ડેક્સ બાઉન્સ બેક થયા અને 20 એપ્રિલે નિફ્ટી 17,100ની ઉપર એટલે કે ઊંચા સ્તરે બંધ થયો. ક્લોઝિંગ સમયે સેન્સેક્સ (Sensex) 574.35 પોઈન્ટ એટલે કે 1.02 ટકા વધીને 57,037.50 પર અને નિફ્ટી (Nifty) 177.80 પોઈન્ટ એટલે કે 1.05 ટકા વધીને 17,136.50 પર રહ્યો હતો.
ACC | CMP: રૂ. 2,208 |
કંપનીએ અગાઉના ત્રિમાસિક ગાળામાં રૂ. 281 કરોડની સામે રૂ. 396 કરોડનો પ્રોફિટ દર્શાવ્યા બાદ શેરની કિંમત 7 ટકાથી વધી હતી. જોકે, યર ઓન યર પ્રોફિટમાં રૂ. 563 કરોડથી 30 ટકાનો ઘટાડો આવ્યો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ રેવન્યુ રૂ. 4,226 કરોડથી પાંચ ટકા વધીને રૂ. 4,427 કરોડ થયો અને વાર્ષિક ઈનકમ 4,292 કરોડથી ત્રણ ટકા વધી છે. જેફરીઝે રૂ. 2,400ના લક્ષ્ય સાથે શેર પર બાય રેટિંગ જાળવી રાખ્યું છે.
L&T Infotech | CMP: રૂ. 5,200 |
20 એપ્રિલે શેરના ભાવમાં 5 ટકાનો ઘટાડો થયો હતો. કંપનીએ 19 એપ્રિલે કંપની કોન્સોલિડેટેડ પ્રોફિટ રૂ. 637 કરોડનો હતો, આ નફો અગાઉના વર્ષ કરતા 17 ટકા વધુ હતો. ગોલ્ડમેન સૅક્સે શેર દીઠ રૂ. 4,570ના ટાર્ગેટ સાથે શેરનું બાય રેટિંગ રાખ્યું છે. કંપનીએ USD 80 મિલિયનના ચોખ્ખા નવા TCV સાથે ચાર મોટી ડીલ્સની જાહેરાત કરી છે.
HDFC | CMP: રૂ. 2,185 |
184 કરોડ રૂપિયામાં યુનાઈટેડ આરબ અમીરાતના સૌથી મોટા સોવરિન વેલ્થ ફંડ અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીની પેટાકંપનીને HDFC કેપિટલ એડવાઈઝર્સના 10 ટકા હિસ્સાને વેચવા માટે બાઈન્ડિંગ કોન્ટ્રાક્ટ કર્યા હોવાનું જણાવ્યા પછી સ્ક્રિપમાં 2 ટકાનો વધારો આવ્યો છે.
Escorts | CMP: રૂ. 1,526 |
20 એપ્રિલે શેરની કિંમત ખૂબ ઓછી હતી. એસ્કોર્ટ્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એક મીટિંગ શુક્રવાર, 13 મે, 2022એ યોજાવાની છે, જેમાં ઓડિટેડ ફાઈનાન્શિયલ રિઝલ્ટ, સ્ટેન્ડઅલોન અને કોન્સોલિડેટેડ પર કન્સીડરેશન કરવામાં આવશે. 31 માર્ચ, 2022 એ પૂરા થતા ત્રિમાસિક ગાળા અને વર્ષ ડિવિડન્ડની ચુકવણી પર વિચારણા કરવામાં આવશે.
VRL Logistics | CMP: રૂ. 572.60 |
કંપનીએ રત્ના સિમેન્ટ્સ (યાદાવાદ)ને વિન્ડ પાવર અંડરટેકિંગ વેચવાનું નક્કી કર્યા પછી શેરના ભાવમાં 10 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. તેણે ટ્રાન્ઝેક્શન માટે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ પર સાઈન કર્યા છે. આ પ્રોજેક્ટમાં 40 મેગાવોટની ક્ષમતાવાળા 32 વિન્ડ ટર્બાઇન જનરેટરનો સમાવેશ થાય છે.
Thomas Cook | CMP: રૂ. 81.80 |
આ શેર 20 એપ્રિલે ખૂબ જ ખરાબ કિંમતે બંધ થયો હતો. થોમસ કૂક (ઇન્ડિયા) લિમિટેડ અને તેની ગ્રૂપ કંપની SOTC ટ્રાવેલ, અમીરાત એરલાઇન્સની ટુર ઓપરેટિંગ શાખા અમીરાત હોલીડેઝ દ્વારા ભારતીય બજાર માટે પ્રિફર્ડ સેલ્સ એજન્ટ નિયુક્ત કરવામાં આવી છે.
PSP Projects | CMP: રૂ. 553 |
કન્સ્ટ્રક્શન કંપનીને ઓર્ડર મળ્યા બાદ શેરમાં 5 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. કંપનીએ રિલીઝમાં જણાવ્યું હતું કે, પીએસપી પ્રોજેક્ટ્સને રૂ. 938.76 કરોડના ઓર્ડર મળ્યા છે જેમાં રૂ. 511.39 કરોડ (અમદાવાદ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બાંધકામ માટે રૂ. 503.56 કરોડના ઓર્ડર સહિત) અને FY22 અને FY23માં રૂ. 327.39 કરોડના નવા ઓર્ડરનો સમાવેશ થાય છે.
inox Wind | CMP: રૂ. 116.35 |
20 એપ્રિલે શેર ખૂબ જ ખરાબ સ્થિતીમાં હતો. આઇનોક્સ વિન્ડ બોર્ડે રૂ. 402,50,00,000 સુધીનું ફંડ રેઈઝ કરવાની મંજૂરી આપી હતી. આ ફંડ રેઈઝ રૂ. 10ની ફેસ વેલ્યૂ ધરાવતા પ્રેફરેન્શિયલ શેરને રૂ. 116ના પ્રિમિયમ સાથે રૂ. 126ની કિંમતે ઈશ્યુ કરવામાં આવેલા ઇક્વિટી શેર દ્વારા કરવામાં આવનાર છે. આ સાથે જ અનલિસ્ટેડ વોરંટ દરેક વોરંટ માટે રૂ. 122 પ્રતિ ઇક્વિટી શેરના પ્રીમિયમ પર રૂ. 10 ફેસ વેલ્યુના એક ઇક્વિટી શેરમાં સબ્સ્ક્રાઇબ કરવામાં આવનાર છે.
Insecticides (India): CMP: રૂ. 734.50
પેટન્ટ ઑફિસે 11 જુલાઈ, 2019 ફાઇલિંગની તારીખથી 20 વર્ષ માટે 'નોવેલ ગ્રાન્યુલ્સ અને તેની પેસ્ટીસાઈડ્સ કોમ્પોઝિશન' નામના ઈન્વેન્શન માટે પેટન્ટ મંજૂર કરી હોવાની જાણ કર્યા પછી શેરમાં 5 ટકાથી વધુનો ઉછાળો આવ્યો.
20 એપ્રિલે શેરમાં 4 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. બેન્યન્ટ્રી ગ્રોથ કેપિટલ, એલએલસીએ એપ્રિલમાં ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા કંપનીમાં 2.55 ટકા હિસ્સો વેચ્યો હતો. આ સાથે જ શેરહોલ્ડિંગ 8.45 ટકાથી ઘટીને 5.9 ટકા થયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર