આ સરકારી કંપની આપી રહી છે CNG પંપ સ્ટેશન ખોલવાની તક, વાંચો કેવી રીતે કરવાની રહેશે અરજી

CNG પંપ દ્વારા તમે સારી કમાણી કરી શકો છો. સરકારી કંપની ગેલ અનુસાર આગામી ત્રણ વર્ષમાં 100 CNG પંપ સ્ટેશન બનાવવામાં આવશે

CNG પંપ દ્વારા તમે સારી કમાણી કરી શકો છો. સરકારી કંપની ગેલ અનુસાર આગામી ત્રણ વર્ષમાં 100 CNG પંપ સ્ટેશન બનાવવામાં આવશે

  • Share this:
નવી દિલ્હી : બેંગ્લોરમાં સરકારી કંપની ગેલ(GAIL) દ્વારા CNG પંપ સ્ટેશન ખોલવા માટેની અરજીઓ મંગાવવામાં આવી છે. CNG પંપ દ્વારા તમે સારી કમાણી કરી શકો છો. સરકારી કંપની ગેલ અનુસાર આગામી ત્રણ વર્ષમાં 100 CNG પંપ સ્ટેશન બનાવવામાં આવશે. જે માટે આગામી દિવસોમાં ટેંડર જાહેર કરવામાં આવશે.

CPIL અને GAIL વચ્ચે ડીલ

CPIL અને GAIL વચ્ચે બેંગ્લોરમાં 100 CNG પંપ સ્ટેશન બનાવવા માટેની ડીલ ફાઈનલ કરવામાં આવી છે. આ ડીલ હેઠળ CPIL બેંગ્લોરમાં આગામી ત્રણ વર્ષમાં 100 CNG પંપ સ્ટેશનનું નિર્માણ કરશે તથા ગેલ (GAIL) ગેસ સંબંધિત સુવિધાઓનું સંચાલન કરશે. શહેરના પ્રમુખ વિસ્તારોમાં CNG પંપ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. વર્તમાન સમયમાં ગેલ ગેસ દ્વારા 55 CNG પંપ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યા છે. બેંગ્લોરમાં CNGનો ભાવ રૂ. 51.50 પ્રતિ કિલોગ્રામ છે.

આ પણ વાંચો - ટાટા-મિસ્ત્રી વિવાદ આખરે છે શું? જાણો, આ સરળ પાંચ મુદ્દામાં

ગેલ (GAIL)નું 52 શહેરોમાં નેટવર્ક

ગેલ ઈન્ડિયા લિમિટેડ ગેસ વિતરણ સહાયક કંપની છે. ગેલ દેશના 52 શહેરોમાં સિટી ગેસ નેટવર્કને લાગુ કરી રહી છે. 6.10 લાખથી વધુ ઘરોને પાઈપિંગ કુકિંગ ગેસ સાથે જોડવામાં આવ્યા છે. ગેલ 190 CNG પંપ સ્ટેશનનું સંચાલન કરી રહી છે. હવે CPILની વાત કરીએ તો CPIL એક ગેસ રિટેલર છે, જેના 22 રાજ્યોમાં 209 ઓટો એલપીજી વિતરણ સ્ટેશન છે.

CNG પંપ સ્ટેશન માટે કેવી રીતે કરવું આવેદન?

CNG પંપ સ્ટેશનની ડીલરશિપ માટે CNG કંપનીની વેબસાઈટ પરથી આવેદન કરી શકાય છે. ડીલરશિપ અંગે સંબંધિત જાણકારી કંપનીની વેબસાઈટ પરથી અથવા કંપનીના નજીકના કોઈ સેન્ટર પરથી મેળવી શકો છો. CNG પંપ સ્ટેશન માટે ભારતનું નાગરિકત્વ, ધો.10 પાસ અને એડ્રેસ પ્રુફ હોવું જરૂરી છે. કંપનીની સિક્યોરિટી અમાઉન્ટ જ્યાં ડીલરશિપ આપવાની છે, તે જગ્યા પર આધારિત રહેશે. જો તમારી પાસે તમારા નામની જમીન નથી તો જમીનના માલિક પાસેથી NOC પણ લઈ શકો છો.
First published: