Home /News /business /એક એવું સ્ટાર્ટઅપ જે અંતિમ સંસ્કાર પણ કરાવશે, ઈન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં સ્ટોલ પણ જોવા મળશે

એક એવું સ્ટાર્ટઅપ જે અંતિમ સંસ્કાર પણ કરાવશે, ઈન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં સ્ટોલ પણ જોવા મળશે

ફ્યુનરલ સર્વિસ : એક એવું સ્ટાર્ટઅપ જે અંતિમ સંસ્કાર પણ કરાવશે

Funeral Service Startup: તમે અનેક જુદા જુદા સ્ટાર્ટઅપ અંગે સાંભળ્યું હશે પરંતુ એક સ્ટાર્ટ અપ કંપની એવી છે જે અંતિમ યાત્રાની સુવિધા કરી આપે છે. કંપનીની વેબસાઇટ અનુસાર, આ એમ્બ્યુલન્સ સેવાથી લઈને અંતિમ સંસ્કાર માટે જરૂરી અર્થી સહિત તમામ વસ્તુઓની વ્યવસ્થા કરે છે અને ડેથ સર્ટિફિકેટ બનાવવામાં પણ મદદ કરે છે.

વધુ જુઓ ...
  તાજેરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટોમાં સ્ટાર્ટઅપના અનોખા 'બિઝનેસ મોડલ'ની ચારેકોર ચર્ચા થઈ રહી છે. જેમાં ફોટોમાં દેખાતી કંપનીનું નામ સુખાંત ફ્યુનરલ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (Sukhant Funeral MGMT PVT LMT) છે. આ નવીનતમ બિઝનેસ સ્ટાર્ટઅપ અંતિમ સંસ્કારની સેવાઓ પૂરી પાડે છે. જેના કારણે અનેક કૉમેન્ટ્સ થઈ રહી છે.

  ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ) ઓફિસર અવનીશ શરણ સહિત કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ તસવીર પોસ્ટ કરી છે. આ ફોટોમાં કંપનીના ઇવેન્ટનો સ્ટોલ જોવા મળી રહ્યો છે. તે કંપનીનું નામ અને પ્રોફાઇલ અને કામકાજ અંગ ખ્યાલ આપે છે. કંપનીની વેબસાઈટ પર નજર કરીએ તો મુંબઈ સ્થિત કંપની શોકગ્રસ્ત સ્વજનોને રાહત અને તણાવમુક્ત વાતાવરણ આપવા માટે "અંતિમ સંસ્કાર માટે બધી જવાબદારીઓનું ધ્યાન રાખશે" તેવી સર્વિસ આપવાનું વચન આપે છે.

  આ પણ વાંચોઃ જ્યારે Bisleriના માલિકે કહ્યું હતું 'પાણી વેચીશ'; બધા હસ્યા હતા, આજે 1560 કરોડની બ્રાન્ડ

  IAS અધિકારીએ ટ્વીટ કરી આ પોસ્ટ


  IAS અધિકારીએ ટ્વીટ કરતાં લખ્યુ કે, "આવા 'સ્ટાર્ટ-અપ'ની જરૂર કેમ પડી?" આ ફોટો અને ટ્વિટર આજકાલ ચોતરફ વાયરલ થઈ રહ્યું છે અને લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.

  એક યુઝરે ટ્વીટ કર્યું, "મારા પરિવારમાં કોઈએ એકવાર કહ્યું હતું કે, ભવિષ્યમાં અંતિમ યાત્રામાં ભાડૂતી લોકો આવશે અને તેમની વાત સાચી લાગે છે. આ ખૂબ જ આશ્ચર્યજનક છે."

  અન્ય એક યુઝરે કહ્યું કે, "આ પ્રકારના અંતિમ સંસ્કારની સેવા અમેરિકામાં પણ ઉપલબ્ધ છે. આ કોન્સેપ્ટ ભારતમાં નવો લાગે છે, તેથી લોકો આશ્ચર્યચકિત છે."

  ઘણા લોકોએ આ સર્વિસને લઇને કહ્યું કે, ધીમે ધીમે લોકો એકલવાયા બની રહ્યા છે, તેમની સંભાળ લેવા માટે કોઈ પરિવારનો સભ્ય નથી તેથી તેઓ આ પ્રકારની સેવા પસંદ કરે છે.

  આ પણ વાંચોઃ 10 લાખથી ઓછી કિંમતની SUV કાર, દમદાર એવરેજની સાથે ઉત્કૃષ્ટ ફીચર્સ, બધું એક જ કારમાં

  શું કામ કરે છે આ કંપની?


  કંપનીની વેબસાઇટ અનુસાર, આ એમ્બ્યુલન્સ સેવાથી લઈને અંતિમ સંસ્કાર માટે જરૂરી અર્થી સહિત તમામ વસ્તુઓની વ્યવસ્થા કરે છે અને ડેથ સર્ટિફિકેટ બનાવવામાં પણ મદદ કરે છે.

  કિઓસ્ક પર હાજર કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, તેમની ટીમ લગભગ 37,500 રૂપિયાની ફીમાં અંતિમ સંસ્કારની તમામ જવાબદારીઓ સંભાળશે. આટલું જ નહી પરંતુ અમારૂં સ્ટાર્ટઅપ કંપની મૃતકના અસ્થિ વિસર્જનમાં પણ મદદ કરશે.


  (Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  विज्ञापन
  विज्ञापन