Home /News /business /

Budget 2018: 1860માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ રજૂ કર્યુ ભારતનું પહેલું બજેટ

Budget 2018: 1860માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ રજૂ કર્યુ ભારતનું પહેલું બજેટ

અફોર્ડેબલ હાઉસિંગ: આ માટે સરકાર ભલે ઘણી બધી જાહેરાત કરી ચૂકી છે તેમ છતાં તેમાં ગતી જોવા મળતી નથી. જેને કારણે એક બિલ્ડર્સ દ્વારા તેનાં પ્રોજેક્ટને લાંબા સમય સુધી હોલ્ડ પર રાખવામાં આવ્યો છે. એવામાં એક નક્કી સમયથી વધુ સમય સુધી પ્રોપર્ટી હોલ્ડ કરવા કે તેને વેચવા પર 10 ટકા ટેક્સ લગાવી શકાય છે. જેનાંથી બિલ્ડર તેની ઇન્વેન્ટ્રી ઓછી કરશે અને હોમ બાયર્સને સસ્તા ઘર મળશે.

દેશનું પહેલું બજેટ 1947માં નહીં પણ તેનાં 87 વર્ષ પહેલાં ઇસ્ટ ઇન્ડિયા કંપની લઇને આવી હતી

  અમદાવાદ: નરેન્દ્ર મોદીનાં નેતૃત્વવાળી NDA સરકાર 16મી લોકસભા માટે તેનું અંતિમ બજેટ રજુ કરશે ત્યારે ચાલો જાણીએ ભારતીય યૂનિયન બજેટ સાથે જોડાયેલી ખાસ વાતો.

  -દેશનું પહેલું બજેટ 1947માં નહીં પણ તેનાં 87 વર્ષ પહેલાં ઇસ્ટ ઇન્ડિયા કંપની લઇને આવી હતી.

  -ભારતીય મંત્રી નહીં પણ વાયસરોયને સલાહ આપવા માટે ગઠિત ઇન્ડિયા કાઉન્સિલ પ્રખ્યાત અર્થશાસ્ત્રી જેમ્સ વિલિયને દેશ માટે પહેલું બજેટ રજૂ કર્યુ હતું.

  -1947થી આજ સુધી દેશ આર્થિક મોર્ચે ઘણો આગળ વધી ચુક્યોછે. પહેલાં બજેટ અને વર્તમાન બજેટમાં આજે ઘણાં લાખ કરોડ રૂપિયાનો અંતર છે.

  -વર્ષ 2016-17 સુધીમાં આઝાદ ભારતમાં 86 વખત બજેટ રજૂ થયુ છે. 25 નાણા મંત્રીઓએ આ તમામ બજેટ રજૂ કર્યા છે.

  -ઘણા નાણાં મંત્રીઓ તેમની ક્ષમતાનાં આધારે દેશનાં પ્રધાનમંત્રી પદ પર બેઠા છે. તેમાં ચરણ સિંહ, ઇન્દ્ર કુમાર ગુજરાલ, મનમોહન સિંહ, વીપી સિંહ અને મોરારજી દેસાઇ છે.

  -દેશનાં 25માંથી 11 નાણા મંત્રી એવા હતા જેમની પાસે કાયદાકીય ડિગ્રી પણ હતી. વર્તમાન નાણામંત્રી અરૂણ જેટલી પણ આ લિસ્ટમાં શામેલ છે.

  -બે નાણામંત્રી એવા હતા જેમને દેશનાં પ્રથમ નાગરિક હોવાનું ગૌરવ મળ્યું. પ્રણબ મુખર્જી અને આર. વેંકટરમન.

  -આઝાદી બાદ ઘણાં બજેટ એવા રહ્યાં જેમને અલગ-અલગ નામ આપવામાં આવ્યાં. જેમાં 1973નું કાળુ બજેટ, 1997નું ડ્રીમ બજેટ અને 2002નાં રોલ બેંક બજેટ શામેલ છે.

  -વર્ષ 2016નાં આંકડા પ્રમાણે દેશની ફક્ત 3% આબાદી જ ઇનકમ ટેક્સ ભરે છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Budget 2018

  આગામી સમાચાર