Home /News /business /શું તમે PF એકાઉન્ટ ધરાવો છો? તો તમને મળી રહી છે 7 લાખ રૂપિયાની સુવિધા; જાણો કેવી રીતે

શું તમે PF એકાઉન્ટ ધરાવો છો? તો તમને મળી રહી છે 7 લાખ રૂપિયાની સુવિધા; જાણો કેવી રીતે

EPFO માં PF એકાઉન્ટ છે, તો તમને પણ 7 લાખ રૂપિયાનો ફાયદો થશે

EDLI Scheme: EPFO સભ્યોને વીમા કવરની સુવિઘા કર્મચારી થાપણ લિંક્ડ વીમા યોજના હેઠળ મળે છે. યોજનામાં નોમિનીને મહત્તમ 7 લાખ રૂપિયા વીમા કવર હેઠળ ચૂકવવામાં આવે છે. ખાનગી કંપનીઓમાં નોકરી કરનારા લોકોને પણ મફતમાં 7 લાખ રૂપિયાનો ફાયદો મળે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ તમારું કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં PF એકાઉન્ટ છે, તો તમને કાંઇપણ કર્યા વિના 7 લાખ રૂપિયાનો ફાયદો થશે. વાસ્તવમાં, EPFO સભ્યોને વીમા કવરની સુવિઘા કર્મચારી થાપણ લિંક્ડ વીમા યોજના હેઠળ મળે છે. યોજનામાં નોમિનીને મહત્તમ 7 લાખ રૂપિયા વીમા કવર હેઠળ ચૂકવવામાં આવે છે. ખાનગી કંપનીઓમાં નોકરી કરનારા લોકોને પણ મફતમાં 7 લાખ રૂપિયાનો ફાયદો મળે છે.

    માંદગી, અકસ્માત કે કુદરતી મૃત્યુના કિસ્સામાં સભ્ય કર્મચારીના નોમિની તરફથી EDLI યોજનાનો દાવો કરી શકે છે. હવે આ કવર કર્મચારીઓ પીડિત પરિવારોને પણ મળે છે, જેણે મૃત્યુના પહેલા 12 મહિનાની અંદર એકથી વધારે સંસ્થાઓમાં નોકરી કરી હોય.

    આ પણ વાંચોઃ  શું ATMમાં 4થી વધારે વખત રૂપિયા ઉપાડશો તો 173 રૂપિયા કપાશે? જાણો વાયરલ મેસેજની હકીકત 

    કર્મચારીએ કોઈ પણ રકમ ચૂકવવાની હોતી નથી


    EDLIમાં કર્મચારીઓએ કોઈ જ રકમ ચૂકવવાની હોતી નથી. જો યોજના હેઠળ કોઈ નોમિનેશન નથી થયું, તો કવરેજ મૃતક કર્મચારીના જીવનસાથી, કુંવારી બાળકી અને પુત્રને લાભાર્થી હશે. દાવો કરવાવાળો વ્યક્તિ સગીર એટલે 18 વર્ષથી ઓછી ઉંમરનો છે તો, તેના વાલી તેની તરફથી દાવો કરી શકે છે.

    આ દસ્તાવેજોની જરૂર પડે છે


    PF ખાતામાંથી રૂપિયા નીકાળવા માટે એક કર્મચારી પાસે જમા થવા વાળા ફોર્મની સાથે વીમા કવરનું ફોર્મ 5 IF પણ જમા કરાવવુ પડશે. કર્મચારી આ ફોર્મની ચકાસણી કરશે. જો કર્મચારી હાજર ન હોય, તો ફોર્મ ગેઝેટેડ અધિકારી, મેજિસ્ટ્રેટ, ગ્રામ પંચાયતના અધ્યક્ષ કે જિલ્લા સ્થાનિક બોર્ડના અધ્યક્ષ\સચિવ\સભ્ય, પોસ્ટમાસ્તર કે સબ પોસ્ટમાસ્તરમાંથી કોઈ એક દ્વારા ચકાસવામાં આવશે.

    આ પણ વાંચોઃ IRCTC આપી રહ્યું છે શિમલા-મનાલી ફરવાની શાનદાર તક, ખૂબ જ સસ્તા ટૂર પેકેજમાં કરો મુસાફરી 

    ઈ-નામાંકન સુવિધા પણ શરૂ થયા


    ઈપીએફઓમાં ગવે નોમિનીની જાણકારી આપવા માટે ઈ-નામાંકનની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. આમાં જે લોકોના નામાંકન નથી, તેમને તક આપવામાં આવી રહી છે. ત્યારબાદ ઓનલાઈન નોમિનીનું નામ, જન્મતારીખ જેવી જાણકારી અપડેટ કરવામાં આવશે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, EPFO Benefits, PF account

    विज्ञापन
    विज्ञापन