Home /News /business /Fuel for India: આકાશ અને ઇશા અંબાણીએ કરી મેટા ચીફ બિઝનેસ ઓફિસર માર્ને લેવિન સાથે વાતચીત

Fuel for India: આકાશ અને ઇશા અંબાણીએ કરી મેટા ચીફ બિઝનેસ ઓફિસર માર્ને લેવિન સાથે વાતચીત

ફ્યુઅલ ફોર ઇન્ડિયા મેટા 2

અમે મેટા સાથેની અમારી ભાગીદારી અને WhatsApp ટીમ સાથેના સહયોગ વિશે ખૂબ જ ઉત્સાહિત છીએ. અમે મૂળ સુવિધાઓ ઊભી કરવા માંગીએ છીએ. જે યુઝર્સને માત્ર WhatsApp પર ખરીદી કરવામાં જ નહીં,

  અમારી બીજી ફ્યુઅલ ફોર ઇન્ડિયા ઇવેન્ટ (second Fuel for India event)માં અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો આભાર. હું તમારી સાથે વર્ચ્યુઅલ રીતે અહીં ઉપલબ્ધ રહી ખૂબ જ સન્માનિત અનુભવુ છું અને હું રૂબરૂમાં ભારત આવવા ખૂબ જ આતુર છું.

  તમારામાંથી ઘણા લોકો સારી રીતે જાણે છે કે, ભારત વિશ્વમાં સામાજિક અને આર્થિક પરિવર્તન તરીકે ઊભરતો દેશ છે. આજે ભારતમાં 700 મિલિયનથી વધુ લોકો પાસે ઈન્ટરનેટ ઍક્સેસ (Internet Access in India) છે. તે ઍક્સેસ નવીન સાહસોના નિર્માણને પ્રોત્સાહન આપી રહી છે અને લોકોને નવી રીતે કનેક્ટ કરી રહી છે.

  ભારત ઝડપથી ઇનોવેશન (Innovation) માટે વૈશ્વિક હબ બની રહ્યું છે અને તે માર્ગનું નેતૃત્વ કરી રહ્યું છે, સાથે જ અન્ય દેશો માટે ઉદાહરણ સ્થાપિત કરી રહ્યું છે. ખાસ કરીને મહામારી (Covid-19) પછીની દુનિયામાં.

  કંપની તરીકે અમારો ધ્યેય હંમેશા તમામ કદના વ્યવસાયો માટે ખાસ કરીને સમગ્ર ભારતમાં આવેલા 63 મિલિયનથી વધુ નાના વ્યવસાયો (Small Business in india) માટે નવી તકોને વધુ સક્ષમ બનાવવાનો છે. તેઓ અર્થવ્યવસ્થા(Indian Economy) માટે કરોડરજ્જુ સમાન છે.

  મહામારી દરમિયાનના સમયગાળાને નાના ઉદ્યોગોના માલિકો અને ઉદ્યોગસાહસિકોએ પોતાની જાતને સાબિત કરવા એક પડકાર તરીકે લીધો છે. તેનાથી અમે ખૂબ પ્રેરિત થયા. જ્યારે વિશ્વમાં લોકડાઉનની સ્થિતિ હતી, ત્યારે ભારતમાં તમામ બિઝનેસ ઓનલાઇન માધ્યમ પર આવ્યા. કદાચ આવું પહેલી વખત બન્યું હશે.

  અમે નાના વ્યવસાયો પાસેથી સતત સાંભળીએ છીએ કે WhatsApp, Facebook અને Instagram વિકાસ માટે નવી તકો ઉભી કરી છે, પછી ભલે તે અમારી એપ્લિકેશનોનો ઉપયોગ સીધા ગ્રાહક સુધી પહોંચવા માટે હોય, સરહદો પાર પહોંચવા કે પછી વૈશ્વિક સ્તરે પહોંચવા માટે હોય.

  ભારતની અર્થવ્યવસ્થાની રીકવરીમાં નાનો ભાગ ભજવવા બદલ અમે સન્માન અનુભવીએ છીએ. પરંતુ ખરા અર્થમાં સ્થિતિસ્થાપક, આશાવાદી અને બુદ્ધિશાળી નાના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકો જ હીરો છે કે, જેઓ ભારતને ઘર કહે છે. તે તેમની ભાવના છે - અને તેમની તીવ્ર હસલ છે- જે અમને પ્રેરણા આપે છે અને તેમને ટેકો આપવા માટે અમે હજુ પણ વધુ કરી શકીએ તેવી નવી રીતો વિશે વિચારવા માટે પ્રોત્સાહન આપે છે.

  ભારત ખરેખર અન્ય કોઈ સ્થાનથી વિપરીત છે અને આ ગતિશીલ દેશ જે રીતે ઈનોવેશન, નવી ક્ષિતિજોને પુનઃવ્યાખ્યાયિત કરવા અને વિશ્વને અનુસરવા માટે જે ઉદાહરણો સ્થાપે છે તેનાથી અમે સતત પ્રેરિત રહીએ છીએ. અને હજુ પણ આગળ શું છે નવીન આવશે તે જોવા માટે અમે આતુર છીએ.

  જે બાદ તેમણે રિલાયન્સ રિટેલ અને જિયો પ્લેટફોર્મ્સના ડિરેક્ટર ઈશા અંબાણી અને જીયો પ્લેટફોર્મ્સના ડિરેક્ટર અને હેડ ઑફ સ્ટ્રેટેજી આકાશ અંબાણીનું સ્વાગત અભિવાદન કર્યું.  ઇશા અને આકાશ અંબાણી સાથે સવાલ-જવાબ

  સવાલ-1
  માર્ને - ભારતમાં રિલાયન્સ જિયોના અનેક યોગદાન પૈકી તેણે આજે લાખો ભારતીયોને સસ્તું ઇન્ટરનેટ ઍક્સેસ ઉપલબ્ધ કરાવ્યું છે. આ બાબત લોકો અને બિઝનેસ બંને માટે એક રીવોલ્યુશનરી છે. તે જ કારણે અમારી કંપની તમારી સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત બની છે, કારણ કે આપણે બંને નાના વ્યવસાયો અને સાહસિકોને સશક્ત બનાવવાનું ધ્યેય શેર રાખીએ છીએ.

  તો સૌથી પહેલા ભારતમાં રીટેલના ભવિષ્ય અંગે વાત કરવા માંગુ છું. તમને કઇ રીતે લાગે છે કે આપણી પાર્ટનરશીપ ખાસ કરીને મહામારી વચ્ચે આપણા એકસરખા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સક્ષમ છે?

  ઇશા - અમે માનીએ છીએ કે નાના ઉદ્યોગો આપણા દેશની ઇકોનોમિક કરોડરજ્જુનો આધાર છે. મહામારીએ ખરેખર તે સત્યને ઉજાગર કર્યુ છે કે, નાની વેપારી દુકાનો, છૂટક વિક્રેતાઓ અને નાના વ્યવસાયોને તેમના સ્ટોર્સને ડિજિટલ સ્ટોરફ્રન્ટમાં રૂપાંતરિત કરવાની જરૂરિયાત છે.

  અમારા માટે તેનો અર્થ એ છે કે તેઓને ડિજિટલી સક્ષમ બનાવવાની અમારી જવાબદારીને પૂરતી ગતિ પ્રદાન કરવી. અમને આનંદ છે કે આપણી આ ભાગીદારી દ્વારા અમે વોટ્સએપ પ્લેટફોર્મનો ઝડપથી લાભ ઉઠાવવાનો નિર્ણય કરી શક્યા, જે 400 મિલિયનથી વધુ લોકો સુધી પહોંચ ધરાવે છે.

  Jio ગ્રાહકોની સમાન સંખ્યા સાથે આ એક પ્રાકૃતિક વિકાસ જેવું લાગે છે કે અમે આ બિઝનસને માત્ર ડિજીટલ કનેક્શન દ્વારા તેમના ગ્રાહકો સુધી પહોંચવામાં જ નહીં, પરંતુ ઝડપી વિકાસ માટે ડિજીટલ કોમર્સ સોલ્યુશન પ્રદાન કર્યુ.

  આકાશ - અમારી પાસે હાલમાં અડધા મિલિયનથી વધુ છૂટક રીટેઇલર્સ છે અને દરરોજ તેમાં વધારો થઇ રહ્યો છે. અમે સ્પષ્ટ હતા કે JioMartનું મેળ ન ખાતું નેટવર્ક - ઓનલાઈન અને ઑફલાઈન રિટેલ બંનેમાં મળેલી તકના કદને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ રીતે લાભ મેળવવો જોઈએ.

  અમે મેટા સાથેની અમારી ભાગીદારી અને WhatsApp ટીમ સાથેના સહયોગ વિશે ખૂબ જ ઉત્સાહિત છીએ. અમે મૂળ સુવિધાઓ ઊભી કરવા માંગીએ છીએ. જે યુઝર્સને માત્ર WhatsApp પર ખરીદી કરવામાં જ નહીં, પરંતુ રિટેલર્સને સ્ટોક વર્ગીકરણ વધારવા, માર્જિન સુધારવા અને વધુ ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરશે. તેઓ તેમના નવા યુઝર્સ સાથે સંબધ જાળવી રાખવા ઉપરાંત વધુ ઓર્ડર મેળવી શકશે.

  ઇશા - મારા અને આકાશ માટે આ ખૂબ જ અંગત મહત્વ ધરાવે છે, કારણ કે તેનો અર્થ એ છે કે અમે Jio અને JioMart દ્વારા લાખો નાના રિટેલરોને ડિજિટલ બનવા સક્ષમ બનાવવાના મારા પિતાના સપનાની નજીક જઈ રહ્યા છીએ. જે અમારા માટે ખરેખર પ્રેરક પરિબળ છે.

  સવાલ -2

  માર્ને – આ એક ખૂબ જ પ્રેરણાદાયી સપનું છે! JioMart માત્ર વ્યાપારમાં જ મૂલ્ય વધારતું નથી, પરંતુ તેની ભૌતિક-સામાજિક-આર્થિક અસર પણ છે. નાના વેપારીઓ લાંબા સમયથી ભારતની ઇકોનોમી માટે કરોડરજ્જુ સમાન રહ્યા છે. અને હાલ વધુને વધુ ઇ-કોમર્સની દુનિયામાં પ્રવેશી રહ્યા છે. તેનાથી ગ્રાહકો માટે ખરીદીનો અનુભવ કેવી રીતે બદલાયો છે?

  આકાશ - વોટ્સએપ દ્વારા JioMartનો અનુભવ ખરેખર, ખૂબ જ સરળ રીતે કહીએ તો 'વાતચીત' પ્રકૃતિનો છે. વોટ્સએપ ઉપયોગમાં એકદમ સરળ હોવાથી ગ્રાહકોને ઓર્ડર કરવામાં કોઇ મુશ્કેલી પડતી નથી. તેથી ટેક્નોલોજીના વપરાશમાં કોઇ અડચણ ઊભી થતી નથી. અને ડિજિટલ શોપિંગ હવે WhatsAppથી JioMart સુધીના મેસેજિંગનું એક માધ્યમ છે. ગ્રાહકોની સરળતા માટે આ એક રીવોલ્યુશન ગણાવી શકાય.

  ઇશા - ગ્રાહકે માત્ર JioMart પર ઓર્ડર કરવાની જરૂર છે. બ્રેડ, બટર, શાકભાજી, પીણાં જે-તે દિવસે અથવા તે અઠવાડિયે તમને તમારા ઘરની જરૂરિયાતની દરેક વસ્તુ મળી રહેશે. જો તમે ઇચ્છો તો નિયમિત ખરીદી માટે સબ્સ્ક્રિપ્શન સેટ કરો અથવા તમારી શોપિંગ હિસ્ટ્રીના આધારે રેકમેન્ડેશન મેળવો. આ બધું તેમાં છે. ચાલો અમે તમને બતાવીએ કે અમારા ગ્રાહકો માટે આ ખરેખર કેટલું સરળ અને તણાવમુક્ત છે:

  સવાલ- 3

  માર્ને – અદ્દભૂત. પરંતુ હું જાણું છું કે આ અનુભવને સાકાર કરવા માટે ઘણી મહેનત, અને ઊંડા સહયોગની જરૂર છે અને તે પણ એવા સમયે કરવું જ્યારે કંઈ સામાન્ય ન હતું. હું ઈશા, આકાશ અને જીયોના દરેક મેમ્બરને આભાર અને અભિનંદન વ્યક્ત કરવા માંગુ છું. JioMartને વાસ્તવિકતા બનાવવા માટે અને આ ભાગીદારીમાં અમારા પર વિશ્વાસ કરવા બદલ. અમને આ કાર્ય પર ખૂબ ગર્વ છે.

  હું જિયોના મજબૂત સબ્સ્ક્રાઇબર બેઝ વિશે થોડી વાત કરવા માંગુ છું. Jio મોબાઈલે લાખો લોકોને સસ્તા ડેટા પ્લાન્સ ઉપલબ્ધ કર્યા છે. જેમ કહ્યું કે, તે એક્સેસ પરીવર્તનશીલ છે. પરંતુ ગ્રાહકોને વિશ્વાસ માટે પ્લાન પોસાય તેના કરતા પણ કંઇક વધુ હોવું જોઇએ. તે ઉપયોગમાં અનૂકુળ અને સરળતાથી ઉપલબ્ધ બને તેવો હોવો જોઇએ. આ બીજું ક્ષેત્ર છે, જેમાં અમે એકસાથે ભાગીદારી કરવાની ઘણી સંભાવનાઓ જોઈએ છીએ.

  ભારતમાં મોટાભાગના મોબાઇલ ફોન યુઝર્સ પ્રી-પેઇડ રિચાર્જ ફોર્મેટ અનુસરે છે. WhatsApp દ્વારા Jio મોબાઇલ રિચાર્જ કેવી રીતે કાર્ય કરે છે અને લોકો માટે તેને કેવી રીતે સરળ બનાવે છે તે વિશે મને વધુ જાણવું ગમશે.

  આકાશ – મને આનંદ છે કે તમે આ મુદ્દે વાત કરી. Jio અને Meta ટીમ નજીકથી કામ કરે છે. અમે સાથે મળીને કામ કરવાના વધુને વધુ રસ્તાઓ ખોલી રહ્યા છીએ. આવી જ એક રીત WhatsApp પર Jio છે, જે સમગ્ર 'પ્રીપેડ રિચાર્જ' ને સરળ બનાવી રહી છે. તેનાથી ગ્રાહકોને તેવી સુવિધા મળશે જે પહેલા ક્યારેય નહોતી. ચાલો WhatsApp દ્વારા Jio ગ્રાહકોના અનુભવોને જોઇએ.

  સવાલ -4

  માર્ને – લાખો લોકોને માત્ર આંગળી પર સગવડ મળશે. આ મને ખૂબ જ ગમ્યું. તેનાથી સંબંધિત WhatsApp દ્વારા ચૂકવણી હવે UPI પ્લેટફોર્મ પર લાઇવ છે. અને મને લાગે છે કે JioMobile રિચાર્જ પ્રોસેસ લોકો માટે વધુ સરળ બની શકે છે. શું તમારું પણ એવો જ વિચાર છે?

  ઇશા – હા. તે કોઇ પણ વ્યક્તિને ઉપયોગમાં લેવા માટે સરળ છે. ઉદાહરણ તરીકે, વૃદ્ધ નાગરિકો માટે કે જેમને ક્યારેક બહાર જવું મુશ્કેલ થઈ શકે છે. WhatsApp દ્વારા આ Jio રિચાર્જ સુવિધા ખૂબ મદદરૂપ બને છે! અને વોટ્સએપ પર ચૂકવણી એ તેમની સરળતામાં વધારો કરે છે.

  માર્ને- આકાશ અને ઇશા તમારો આભાર. તમારી સાથે વાતચીત કરીને ખૂબ આનંદ થયો.

  ભારતમાં અત્યારે ઘણાં રોમાંચક પરિવર્તન થઈ રહ્યા છે, અને અમે તમારી અને Jio સાથે આટલી નજીકથી ભાગીદારી કરવા બદલ આભારી છીએ. તમારી જેમ અમારું માનવું છે કે અમે ભારતના વિકાસમાં પરિવર્તનના બિંદુ પર છીએ અને હું મદદ કરી શકતો નથી. પરંતુ વધુ વ્યવસાયોને વિકસાવવામાં અને સમગ્ર દેશમાં વધુ સામાજિક અને આર્થિક તકો ઊભી કરવામાં મદદ કરવા માટે આગળ રહેલી શક્યતાઓ વિશે પ્રેરિત થઈ શકું છું. અમારી સાથે જોડાવા બદલ તમારો આભાર.

  ઇશા અને આકાશ – આભાર માર્ને. અમને ખૂબ જ આનંદ થયો.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Akash ambani, Isha Ambani, Jio, Jio Users, JioMart

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन