બિસ્કિટ અને કૂકીઝ લવર્સ માટે સારા સમાચાર, FSSAI બદલશે આ નિયમ

હકીકતમાં બિસ્કીટ અને કુકીઝમાં ટ્રાંસફેટની અધિક માત્રા હોવાને કારણે ઘણાં પ્રકારની બીમારીઓ થઇ શકે છે.

News18 Gujarati
Updated: May 14, 2019, 3:50 PM IST
બિસ્કિટ અને કૂકીઝ લવર્સ માટે સારા સમાચાર, FSSAI બદલશે આ નિયમ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 14, 2019, 3:50 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી: જો તમે પણ બિસ્કિટ અને કૂકીઝ ખાવાનાં શોખીન છો પરંતુ તમે સ્વાસ્થ્યની ચિંતા કરીને તે ખાઇ નથી શકતા તો તમારે માટે સારા સમાચાર છે. ફૂડ રેગ્યુલેટર FSSAI જલ્દી જ નવો નિયમ કરશે જે અંતર્ગત બિસ્કિટ અને કૂકીઝમાં ટ્રાંસફેટની માત્રા ઓછી કરવામાં આવશે. હકીકતમાં બિસ્કીટ અને કુકીઝમાં ટ્રાંસફેટની અધિક માત્રા હોવાને કારણે ઘણાં પ્રકારની બીમારીઓ થઇ શકે છે.

ટ્રાંસફેટથી સાવઘાન

ટ્રાંસફેટ તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે સાથે જ સારા કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. જેનાં કારણે દિલની બીમારી થવાનો ખતરો વધી જાય છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) 2023 સુધી દરેક પ્રોડક્ટસમાં ટ્રાન્સફેટને અટકાવવાનું લક્ષ્ય રાખ્યું છે. જે બાદ FSSAIએ તમામ ખાવાનાં તેલોમાં જાન્યુઆરી 2021 સુધી ટ્રાંસફેટ ઘટાડીને 3 ટકા અને જાન્યુઆરી 2022 સુધી આને વધારે ઘટાડીને 2 ટકા કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

FSSAIનો તર્ક હતો કે જ્યારે મુખ્ય સોર્સમાં જ ટ્રાંસફેટ નક્કી સીમામાં હશે તો અન્ય ખાવાપીવાની વસ્તુઓમાં તે પોતાની જાતે જ નિયંત્રિત થઇ જશે. હવે બિસ્કિટ અને કુકીઝની વધતી ડિમાન્ડને જોતા આમાં ટ્રાંસફેટને સીમિત કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

(પ્રતીક શ્રીવાસ્તવ, સંવાદદાતા- CNBC આવાઝ)
First published: May 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...