ફૂડ બિઝનેસ શરૂ કરવાનું બન્યું સરળ, ઘરે બેઠા મળી જશે લાયસન્સ અને રજિસ્ટ્રેશન

News18 Gujarati
Updated: May 31, 2020, 3:35 PM IST
ફૂડ બિઝનેસ શરૂ કરવાનું બન્યું સરળ, ઘરે બેઠા મળી જશે લાયસન્સ અને રજિસ્ટ્રેશન
પ્રતિકાત્મક તસવીર

એફએસએસએઆઈ (FSSAI)એ ફૂડ બિઝનેસ ઓપરેટરને લાયસન્સ જાહેર કરવાનું અને રજિસ્ટ્રેશન માટે એક નવું ઓનલાઈન પ્લેટફોર્મ શરૂ કર્યું

  • Share this:
નવી દિલ્હી : ખાદ્ય નિયામક એફએસએસએઆઈ (FSSAI)એ ફૂડ બિઝનેસ ઓપરેટરને લાયસન્સ જાહેર કરવાનું અને રજિસ્ટ્રેશન માટે એક નવું ઓનલાઈન પ્લેટફોર્મ શરૂ કર્યું છે. વર્ષ 2011થી FSSAIના ઓનલાઈન લાયસન્સ પ્લેટફોર્મ FLRS (ફૂડ લાયસન્સ એન્ડ રજિસ્ટ્રેશન સિસ્ટમ)એ અત્યાર સુધી 70 લાખ લાયસન્સ-રજિસ્ટ્રેશન જાહેર કર્યા છે. તેમાંથી 35 લાખથી વધારે લાયસન્સ-રજિસ્ટ્રેશન લોકો તેના પર સક્રિય રીતે લેવડ-દેવડ કરી રહ્યા છે.

નિયામકે એક નિવેદનમાં કહ્યું કે, FSSAI પોતાના ક્લાઉડ આધારિત, ઉન્નત નવા ખાદ્ય સુરક્ષા અનુપાલન પ્લેટફોર્મને શરૂ કરી રહ્યું છે, જેને ખાદ્ય સુરક્ષા અનુપાલન પ્રમાલી (FoSCoS) કહેવામાં આવે છે.

એકમાત્ર પ્લેટફોર્મથી થશે તમામ કામ

ખાદ્ય નિયામકે કહ્યું કે, આ નવા પ્લેટફોર્મ FoSCoS એ પ્રકારે તૈયાર કરાયું છે કે, કોઈ પણ ફૂડ બિઝનેસ ઓપરેટર માટે વિભાગની સાથે કરવામાં આવતા તમામ કાર્યો માટે આ એક જ પ્લેટફોર્મ હશે. આ પ્લેટફોર્મને મોબાઈલ એપ સાથે એકિકૃત કરવામાં આવ્યું છે અને તેને અન્ય આઈટી પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે.

FSSAIએ કહ્યું કે, શરૂઆતમાં FoSCoS લાયસન્સ, રજિસ્ટ્રેશન, નિરીક્ષણ અને વાર્ષિક રિટર્ન મોડ્યુલની રજૂઆત કરશે. એક એકલ નિયામક મંચ અખિલ ભારતીય એકિકૃત પ્રતિક્રિયા પ્રણાલીને કોઈ પણ ખાદ્ય ભ્રષ્ટાચાર માટે સક્ષમ કરશે.
First published: May 31, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading