Home /News /business /આવતીકાલથી આ નિયમોમાં થશે ફેરફાર, LPG-CNG, ACની કિંમતોમાં થશે વધારો

આવતીકાલથી આ નિયમોમાં થશે ફેરફાર, LPG-CNG, ACની કિંમતોમાં થશે વધારો

1 જુલાઇથી બદલાશે નિયમો

સરકારી પેટ્રોલિયમ કંપનીઓ દર 15 દિવસે રાંધણગેસની કિંમતોની સમીક્ષા કરે છે. ગ્લોબલ માર્કેટની કિંમત અનુસાર રાંધણગેસના ભાવમાં વધારો ઘટાડો કરવામાં આવે છે. 1 જુલાઈના રોજ ફરી એકવાર રાંધણગેસની કિંમતમાં ફેરફાર થવાના કારણે તેના ભાવમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે.

વધુ જુઓ ...
આવતીકાલે 1 જુલાઈના રોજ નાણાંકીય ક્ષેત્ર સાથે જોડાયેલ નિયમોમાં અનેક ફેરફાર થશે, જેના કારણે તમારા ખર્ચાઓ પર સીધી અસર થઈ શકે છે. બેન્કિંગના નિયમોમાં ફેરફાર, રોકાણના નવા નિયમો લાગુ થશે, LPG અને CNG ની કિંમતોમાં પણ ફેરફાર થશે. અહીં આ તમામ બાબતો વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

રાંધણગેસની કિંમતમાં વધારો


સરકારી પેટ્રોલિયમ કંપનીઓ દર 15 દિવસે રાંધણગેસની કિંમતોની સમીક્ષા કરે છે. ગ્લોબલ માર્કેટની કિંમત અનુસાર રાંધણગેસના ભાવમાં વધારો ઘટાડો કરવામાં આવે છે. 1 જુલાઈના રોજ ફરી એકવાર રાંધણગેસની કિંમતમાં ફેરફાર થવાના કારણે તેના ભાવમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે.

CNG, ATF પણ મોંઘા થઈ શકે છે


સરકારી કંપનીઓ CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) ની કિંમતોમાં ફેરફાર કરી શકે છે. વર્ષ 2022માં અત્યાર સુધીમાં CNGની કિંમતમાં 12 વખત વધારો કરવામાં આવ્યો છે. કંપનીઓ 1 જુલાઈના રોજ CNG ની કિંમતમાં ફેરફાર કરી શકે છે. CNGની સાથે સાથે વિમાનમાં વાપરવામાં આવતા ઈંધણની કિંમતમાં પણ વધારો થઈ શકે છે. ATFની કિંમત હાલ રેકોર્ડ સ્તર પર જોવા મળે છે.

ક્રિપ્ટોકરન્સીના રોકાણ પર TDS


ક્રિપ્ટોકરન્સીના રોકાણ પર નવો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. 1 જુલાઈ 2022 બાદ ક્રિપ્ટોકરન્સી માટે વર્ષમાં રૂ. 10,000થી વધુની લેવડ દેવડ કરવામાં આવશે, તો તેના પર 1 ટકા TDS વસૂલવામાં આવશે. ઈન્કમટેક્ષ વિભાગે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (VDA) માટે TDSના નિયમો માટે સૂચનાઓ જાહેર કરી છે. આ નિયમ હેઠળ તમામ NFT અને ડિજિટલ કરન્સીને આવરી લેવામાં આવી છે.

ગિફ્ટ પર પણ TDS


1 જુલાઈથી બિઝનેસમાં જે પણ ગિફ્ટ પ્રાપ્ત થશે તેના પર 10 ટકા TDS ચૂકવવાનો રહેશે. આ ટેક્સ સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર અને ડોકટરો પર પણ લાગુ કરવામાં આવશે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને કંપની તરફથી માર્કેટીંગ માટે પ્રોડક્ટ આપવામાં આવે છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર આ પ્રોડક્ટ પોતાની પાસે રાખી લે તો તેના પર TDS ચૂકવવાનો રહેશે અને આ પ્રોડક્ટ પરત મોકલી દે તો તેના પર TDS ચૂકવવાનો નહીં રહે. ડોકટરોએ પણ કંપનીઓ અને મેડિકલ રિપ્રેન્ઝટેટીવ તરફથી આપવામાં આવતી ગિફ્ટ પર TDS ચૂકવવાનો રહેશે.

આ પણ વાંચો  -1100 કર્મચારીઓની એકસાથે છટણી, કર્મચારીઓ પાસેથી ફોન પર માગ્યું રાજીનામું

KYC અપડેટ નહીં હોય તો ડીમેટ એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે


ડીમેટ એકાઉન્ટ (Demat account) અને ટ્રેડીંગ એકાઉન્ટમાં KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2022 છે. જે એકાઉન્ટ સાથે KYC અપડેટ કરવામાં નહીં આવ્યું હોય તે એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. 1 જુલાઈથી આ નિયમ લાગુ કરી દેવામાં આવશે, જેથી શેરબજારમાં ટ્રેડિંગ નહીં થઈ શકે. ડીમેટ એકાઉન્ટમાં રાખવામાં આવેલ શેર અને સિક્યોરિટીઝ કાઢવા માટે પણ KYC અપડેટ હોવું જરૂરી છે.

આધાર અને PAN લિંક પર બમણો દંડ વસૂલાશે


આધાર કાર્ડ (Aadhaar Card) ને પાન કાર્ડ (PAN Card) સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2022 છે. 30 જૂન સુધીમાં આ કામ પૂર્ણ કરી દેવામાં આવે તો રૂ. 500 દંડ ચૂકવવાનો રહેશે. 1 જુલાઈ 2022 બાદ દંડ તરીકે રૂ.1,000 ચૂકવવાના રહેશે.

આ પણ વાંચો -સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણી લો તમારા શહેરમાં આજે કેટલી કિંમત

AC વધુ મોંઘા થઈ જશે


બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સીએ AC માટે એનર્જી રેટિંગના નિયમોમાં 1 જુલાઈથી ફેરફાર કર્યો છે. જેનાથી ACની કિંમતોમાં 10 ટકા સુધીનો વઘારો થશે. નિયમોમાં ફેરફાર થવાને કારણે ACના 5 સ્ટાર રેટિંગને 4 સ્ટારમાં પરિવર્તિત કરવામાં આવશે. ઉપરાંત હીરો મોટોકોર્પ સહિત ટુ વ્હીલરની કિંમતોમાં પણ વધારો થઈ શકે છે. કંપનીએ બાઈકની કિંમતમાં રૂ. 3,000નો વધારો કરવાની જાહેરાત કરી છે.
First published:

Tags: CNG Price, LPG