Home /News /business /Radiant Cash IPO : દાવ લગાવતા પહેલા જાણી લો આ મહત્વપૂર્ણ બાબતો, ફાયદામાં રહેશો
Radiant Cash IPO : દાવ લગાવતા પહેલા જાણી લો આ મહત્વપૂર્ણ બાબતો, ફાયદામાં રહેશો
27 ડિસેમ્બર સુધી આ IPOમાં લગાવી શકાશે દાવ
Radiant Cash IPO : ચેન્નઈની કંપની રેડિએન્ટ કેશ મેનેજમેન્ટનો આઈપીઓ રોકાણ માટે ખુલી ગયો છે. તેનું પ્રાઈસ બેન્ડ 94-99 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યું છે. દાવ લગાવવા માટે છેલ્લી તારીખ 27 ડિસેમ્બર છે. કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી 116.4 કરોડ રૂપિયા એકત્રિત કરી લીધા છે.
નવી દિલ્હીઃ ચેન્નઈની કંપની રેડિએન્ટ કેશ મેનેજમેન્ટનો આઈપીઓ રોકાણ માટે ખુલી ગયો છે. તેનું પ્રાઈસ બેન્ડ 94-99 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યું છે. દાવ લગાવવા માટે છેલ્લી તારીખ 27 ડિસેમ્બર છે. કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી 116.4 કરોડ રૂપિયા એકત્રિત કરી લીધા છે. કંપનીએ આઈપીઓ દ્વારા 387.9 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના બનાવી છે.
શું કામ કરે છે કંપની
CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, રેડિએન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસિઝ રિટેલ કેશ મેનેજમેન્ટ સેવા પ્રદાન કરે છે. તે બેંકોને ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂશન અને ઈ-કોમર્સ કંપનીઓને સેવા આપે છે. કંપની આ સેગમેન્ટમાં માર્કેટ લીડર છે.
જાણકારી અનુસાર, કંપનીના શેરનું લિસ્ટિંગ કેટલા ભાવે થશે તેની સાથે GMPનો ઊંડો સંબંધ છે. કારણ કે, જીએમપી ધણી હદ સુધી અંદાજ લગાવી શકે છે કે, શેરની લિસ્ટિંગ કેટલા ભાવે થશે.
રોકાણકારો પહેલાથી જ લિસ્ટિંગ દિવસ માટે સ્ટ્રેટેજી બનાવી શકે છે. આઈપીઓ માટે અરજી કરવામાં ગ્રે માર્કેટ મદદગાર સાબિત થઈ શકે છે, પરંતુ માત્ર તેને જ આધાર ન બનાવવું જોઈએ.
કંપનીના ફન્ડામેન્ટલ્સ વધારે મહત્વપૂર્ણ છે. આઈપીઓમાં રોકાણ કરતા પહેલા બજારમાં સેન્ટિમેન્ટ કેવા છે અને આગળ કયા મોટા ઈવેન્ટ છે જે બજારની ચાલને અસર કરી શકે છે, આ પર ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. જો કે, ગ્રે માર્કેટ રેડિએન્ટ કેશ પ્રીમિયમ પર ચાલી રહ્યુ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર