મોંઘુ-સોંઘુ: ઓગષ્ટમાં આ વસ્તુઓ તમારા ખિસ્સાને કરશે અસર

પ્રતિકાત્મક તસવીર

આ મહિનામાં બેન્કથી લઇને કિચનને વપરાતી કેટલીક વસ્તુઓ ઉપર વધારે અસર થનારી છે. જ્યાં કેટલોક સમાન તમારા માટે સસ્તો થઇ રહ્યો છો તો ક્યાં તમારે મહિનામાં વધારે પૈસા ચુકવવા પડશે.

 • Share this:
  ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ રસોઇ ગેસની કિંમતોમાં વધારો કર્યો છે. સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં 1.76 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત 498.02 રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, આ મહિનામાં બેન્કથી લઇને કિચનને વપરાતી કેટલીક વસ્તુઓ ઉપર વધારે અસર થનારી છે. જ્યાં કેટલોક સમાન તમારા માટે સસ્તો થઇ રહ્યો છો તો ક્યાં તમારે મહિનામાં વધારે પૈસા ચુકવવા પડશે.

  1- ટીવી થશે મોંઘુ- ટીવી બનાવનારી કંપનીઓનું કહેવું છે કે, ઓગસ્ટમાં 32 ઇંચથી મોટા કદના ટીવીની કિંમતો વધી શકે છે. હાયર ઇન્ડિયાએ તાજેતરાં કહ્યું હતું કે, વૈશ્વિકસ્તર ઉપર ટીવી પેનલની કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે ટીવી કિંમતોમાં વધારો કરવા માટે મજબૂર છે.

  2- હોમ એપ્લાયન્સ થશે સસ્તા- જીએસટી કાઉન્સિલે 21 જુલાઇએ 85થી વધારે ઉત્પાદકો ઉપર ટેક્સ રેટમાં ફેરફાર કર્યો હતો. જીએસટી રેટમાં થયેલા આ કાપમાં 27 જુલાઇથી લાગુ થઇ ચૂક્યો છે. ત્યારબાદ કંપનીઓએ ગ્રાહકોને ફાયદો આપાવાનું પણ શરૂ કરી દીધું છે. આમ અનેક કંપનીઓ રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન સહિતની કિચનમાં ઉપયોગમાં આવનારી વસ્તુઓ સસ્તી કરશે.

  3- જીએસટી કાઉન્સિલની આગામી બેઠક 4 ઓગસ્ટે થનારી છે. બેઠકમાં સામાન્ય માણસને જીએસટીમાંથી વધારે રાહત મળી શકે છે. નાણામંત્રી અરુણ જેટલીએ પહેલા સંકેતા આપી ચૂક્યા છે કે સિમેન્ટ સહિત અન્ય ઉત્પાદકો ઉપર જીએસટી 28 ટકાથી નીચે લાવી શકાશે. જો આવું થાય તો આ ઉત્પાદકો પણ તમને સસ્તા મળી શકે છે.

  4- ઇએમઆઇ ઉપર થશે નિર્ણય- ભારતીય રિઝર્વ બેન્કની મૌદ્રિક નીતિ સમિતિની બેઠક ચાલું છે. 1 ઓગસ્ટ રેપો રેટ ઉપર નિર્ણય આવશે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, આરબીઆઇ રેપોરેટ વધારી શકે છે. કેન્દ્રી બેન્ક તરફથી જો વ્યાજદરોમાં વધારો થાય છે તો તમારે બેન્ક લોન લેવી મોંઘી પડી શકે છે.

  5- કાર થશે મોંઘી- ઓગસ્ટની શરૂઆતમાં કારોની કિંમતમાં વધારો થવાની શક્યા છે. મહિન્દ્ર એન્ડ મહિન્દ્રાએ સોમવારે જાહેરાત કરી છે કે ઓગસ્ટ મહિનામાં પોતાની પેસેન્જર વ્હિકલની કિંમતોમાં 30 હજાર કે બે ટકાનો વધારો કરશે. રૂપિયામાં થતા ઘટાડાના પગલે મારુતિ સહિત અન્ય કાર કંપનીઓ પણ ખર્ચ વધવાના કારણે ભાવ વધારી શકે છે.

  6- જેટ એરવેઝની નવી ઉડાન- એક ઓગસ્ટથી જેટ એરવેજ બેંગલુરુ-ગુવાહાટી, હૈદરાબાદ-ઇન્દોર વચ્ચે નવી ફ્લાઇટ શરૂ કરશે. જેનાથી નવા શહેરના લોકોને મહાનગરો સુધી પહોંચવાનું સરળ રહેશે.

  7- UPI 2.0નું નવું વર્ઝન- આ મહિને નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) UPIના નવા વર્ઝન UPI 2.0 લોન્ચ કરી શકે છે. બ્લૂમબર્ગ ક્વિંટની એક રિપોર્ટ પ્રમાણે આ એપનું નવું વર્ઝન ઓગસ્ટના મધ્યમાં લોન્ચ થઇ શકે છે.

  8- પોસ્ટ પેમેન્ટ બેન્ક થશે શરૂ- આ મહિનામાં બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં પોસ્ટ ઓફિસ પણ એન્ટ્રી કરી શકે છે. ઇન્ડિય પોસ્ટ ઓફિસ પેમેન્ટ્સ બેન્કના સંચાલનને કેન્દ્રિય બેન્કની મંજૂરી મળી ચુકી છે. જોકે, અંતિમ મંજૂરી હજી આરબીઆઇ પાસે પેન્ડિંગ પડી છે. એવી અપેક્ષા સેવાઇ રહી છે કે, આ મંજૂરી આજ મહિનામાં મળી શકે છે. જેથી પોસ્ટ પેમેન્ટ બેન્કની શાખાઓમાં કામ શરૂ થઇ જશે.

  9- ITR ભરવાની છેલ્લી તારીખ- સાથે સાથે તમારે આ પણ યાદ રાખવાનું છે કે જો તમે હજી સુધી ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કહ્યું તો તમારી પાસે 31 ઓગસ્ટ સુધીનો સમય છે. 31 ઓગસ્ટ સુધી તમારે આઇટીઆર ફાઇલ કરવાનું અનિવાર્ય છે. ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગે આઇટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારી 31 જુલાઇ સુધી વધારી 31 ઓગસ્ટ કરી દીધી છે.
  Published by:Ankit Patel
  First published: